Monsoon 2023: તાપી નદી વહી રહી છે બે કાંઠે, જુઓ નયનરમ્ય આકાશી દ્રશ્યો
સુરત: ઉકાઈ ડેમમાંથી છેલ્લા 24 કલાકમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે તેમ છતાં ઉકાઈ ડેમની જળ સપાટી સ્થિર રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતમાં કોઝવે ઓવર ફ્લો થયો છે અને તેનો આકાશી દૃશ્ય ખૂબ જ નયનરમ્ય જોવા મળે છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી પસાર થનાર કોઝવે હાલ ભયજનક સપાટી ઉપર છે. હાલ તાપી નદી કોઝવે 10.95 મીટર સાથે વહી રહી છે. સાથે ઉકાઈ ડેમમાંથી જે સતત 24 કલાકથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદી કિનારે આવેલા ઝૂંપડાઓ નદીના પાણીમાં ડૂબી ગયા છે. જોકે તાપી નદી બંને કાંટે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ડ્રોનના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે સુરતના મધ્યથી પસાર થનાર તાપી નદીમાં પ્રચંડ પ્રવાહ છે.