Ashadhi Beej 2023 : અષાઢી બીજ નિમિત્તે નવા રણુજામાં ભક્તોનું ઘોડાપુર, 52 ગજની ધ્વજાનું આરોહણ કરાયું

By

Published : Jun 21, 2023, 5:18 PM IST

thumbnail

જામનગર : અષાઢી બીજ નિમિત્તે જામનગર જિલ્લાના કાલાવડના નવા રણુજા મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતું. ગુજરાતના પ્રખ્યાત નવા રણુજા મંદિર ખાતે રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે. ત્યારે અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરના મંદિરે અન્નકૂટ યોજાય છે. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા હતા. અષાઢી બીજને લઈને રામાપીર મહારાજનું અનેરુ મહત્વ હોય છે.

રામાપીર મહારાજનું અનેરુ મહત્વ : અષાઢી બીજ બાદ ભક્તો તે દિવસથી બાર બીજની માનતા રાખે છે. બીજના દિવસે બાવન ગજની ધ્વજારોહણ અને રામાપીરના પાઠ કરવામાં આવે છે. રામદેવ પીરના મંદિરમાં 24 કલાકના અન્નક્ષેત્ર ચાલે છે. લોકો દૂર દૂરથી ચાલીને માનતા પુરી કરવા રણુજા પહોંચે છે. ખાસ કરીને અષાઢી બીજ નિમિત્તે રણુજામાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તેમજ 52 ગજની ધ્વજાનું પણ આરોહણ કરવામાં આવે છે. સમગ્ર હાલાર બંધનમાંથી લોકો અષાઢી બીજ નિમિત્તે ભગવાન રામદેવજી પીરના દર્શન કરવા માટે આવતા હોય છે

લોકો પગપાળા કરે છે : ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજ નિમિત્તે અનેક જગ્યાએ રામદેવપીરના મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અનુસંધાને કાલાવડના રણુજા ખાતે વર્ષોથી અષાઢી બીજ નિમિત્તે ભક્તોના ઘોડાપુર ઉમટે છે. અહીં લોકો આસ્થા અને માનતા લઈને આવતા હોય છે. તો અમુક લોકો પગપાળા ચાલીને પણ આવે છે. ત્યારે અષાઢી બીજ નિમિત્તે ભક્તો રણુજાના રામપીરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

  1. Amreli News : અષાઢી બીજનું પાવન પર્વ એક અનોખી રીતે અહી ગામના લોકો દ્વારા દરગાહના પીરને પ્રસાદ ચડાવીને ઉજવણી કરાય છે
  2. Navsari Rath Yatra 2023: નવસારીની રથયાત્રામાં કોમી એકતાના દર્શન, મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથનો રથ ખેંચી નગરયાત્રા કરાવી
  3. Ashadhi Beej 2023 : મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, દેવાયત પંડીતને દેખાયા હતા પરચા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.