કચ્છની 6 બેઠકો માટે મતગણતરી શરૂ, ભૂજની ઇજનેરી કૉલેજમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

By

Published : Dec 8, 2022, 8:59 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

કચ્છમાં 6 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ (Gujarat Election 2022) ગઈ છે. અહીં કુલ 59.80 ટકા મતદાન થયું હતું. ભુજની એન્જિનિયરિંગ કૉલેજ ખાતે કચ્છની તમામે તમામ (Kutch assembly seats ) બેઠકો માટે મત ગણતરી થશે. આ માટે અહીં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરીના આ કાર્યને પાર પાડવા માટે 125 માઈક્રો ઓબઝર્વર સહિત 750થી વધુ કર્મચારી ફરજ બજાવશે. મતગણતરીનો પ્રારંભ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી (vote counting in Kutch) સાથે કરવામાં આવશે.તો અત્યાર સુધીમાં 5000 થી વધારે પોસ્ટલ બેલેટ મળી ચૂક્યા છે. તો 6 બેઠકો માટે 14 ટેબલ પર 132 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ઈન્જિનીયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે.સ્થાનિક પોલીસ, એસઆરપી અને સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા સુરક્ષા સંભાળવામાં આવશે. 20 જેટલા સીસીટીવી કેમેરા મારફત સુરક્ષા વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવા સાથે મતગણતરી કેન્દ્રની આ સુરક્ષા કામગીરીનું 24 કલાક વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.મતગણતરી માટે છ કાઉન્ટિંગ રૂમ બનાવાયા છે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં રાપર, પહેલા માળે ભુજ, ગાંધીધામ અને માંડવી તો બીજા માળે અંજાર અને અબડાસા બેઠકની ગણતરી હાથ ધરવામાં આવશે.આજે સાંજ સુધીમાં કચ્છની 6 બેઠક પરના 55 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.