ઉધનાના ભાજપના ઉમેદવાર સ્વામિનારાયણના સંપ્રદાયના સંતોના શરણે

By

Published : Nov 19, 2022, 7:46 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

સુરત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં જીત માટે તમામ પાર્ટીઓ જોરોશોરોથી પ્રચાર કરી રહ્યું છે. સુરત ભાજપ ઉધના વિધાનસભાના ઉમેદવાર મનુભાઈ પટેલ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારની સાથે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના શરણે પહોંચી ગયા છે. તેમને સ્વામિનારાયણના સંતો દ્વારા શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા રાખનાર લોકોની સંખ્યા કરોડોમાં છે. મનુ પટેલ પોતે પાટીદાર સમાજથી આવે છે. ચૂંટણીમાં તેઓ સ્વામિનારાયણના સંપ્રદાયના સંતોના આશીર્વાદ લેવા તેઓ પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આશીર્વાદ અમને રોજે રોજ મળી રહ્યા છે. 75માં આઝાદી અમૃત મહોત્સવને અંતર્ગત 75 હજારથી વધુ લીડ સાથે જીત મેળવીશું. લોકોની વચ્ચે વિકાસનો મુદ્દો લઈને જઈ રહ્યા છીએ. ઝાડુ તો સફાઈ માટે જ છે. ઝાડુ અમારી કોમ્પિટિશનમાં છે અમે આવું વિચારતા નથી. ઝાડુએ લોકોને લોલીપોપ આપવાની વાત કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટીએ લોકોને સાચે જ વિકાસ આપ્યો છે. Surat Udhana Assembly seat Gujarat Assembly Election 2022 Candidate for Udhna Assembly Saints of the Swaminarayan sect Azadi Amrut Festival BJP candidate from Udhana

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.