સખી બુથમાં મહીલાઓએ બેડું ઉપાડ્યું, કામગીરી કાબિલે દાદ

By

Published : Dec 5, 2022, 6:37 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા (second phase polling 2022) તબક્કાનું હાલ મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર દીઠ એક મહિલા સંચાલિત બુથ શરૂ (Sakhi Booth in Ahmedabad) કરવામાં આવશે. જેને લઈને આજે પાંચ ડિસેમ્બર એટલે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભામાં સહજાનંદ કોલેજ ખાતે મહિલા સંચાલિત એટલે કે સખી બુથ તૈયાર કરવામાં (Voters in Ahmedabad) આવ્યું છે. આ સખી બુથ બેઠકમાં તમામ પ્રકારની જવાબદારી મહિલાઓના શિરે હોય છે. જે મતદારો મતદાન કરવા આવે ત્યારે મતદાનનું ફોટો ચેક કરવાનું, મતદાર યાદીમાં નામ ચેક કરવાનું, વોટિંગ કરવાનું, વોટિંગ કરતા પહેલા આંગળી ઉપર સહીની નિશાની ત્યાં સુધી EVM સીલ કરવાની તમામ પ્રકારની કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં મહિલાના શિરે હોય છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં સૌથી વધારે 266 જેટલા સખી બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.