Viral Video : જીવા ભગત હાથથી મગરોને ખવડાવતા હોય તેવો ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 6:47 PM IST

thumbnail

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સવની ખોડીયાર મંદિર નજીક આવેલા ગાગડીયા ધુનાનો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હિરણ નદીને કાંઠે આવેલા ખોડીયાર મંદિરના ગાગડીયા ઘુનામાં જીવા ભગત દ્વારા મગરને હાથેથી ખોરાક આપી રહ્યા છે તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શીતલ નામથી બોલાવીને જીવા ભગત મગરને તેની નજીક બોલાવે છે. ત્યાર બાદ તેને કેટલો ખોરાક તેમના હાથેથી ખવડાવી રહ્યા છે, પછી મગરના માથા પર હાથ પણ ફેરવી રહ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક અને કોઈપણ વ્યક્તિના જીવ પર સૌથી મોટું સંકટ મગર ઊભું કરી શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જીવા ભગતનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જંગલ વિસ્તારમાં અંતરિયાળ ગામમાં જીવા ભગતનો ટેલીફોનિક સંપર્ક થયો નથી. જેથી આ વીડિયોને લઈને તેમનો કોઈ પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ : ETV ભારત વન્યજીવ અધિનિયમના કાયદાનું ચુસ્ત પાલન કરે છે અને તમામ દર્શકોને પણ વન્યજીવ અધિનિયમના કાયદાનું પાલન કરવા માટે આગ્રહભરી વિનંતી પણ કરી રહ્યું છે. કોઈ પણ વન્ય પ્રાણીને આ રીતે ખૂબ જ નજીકથી જોવું કે તેના શરીરને અડકવું કોઈ પણ વ્યક્તિના જીવ પર સૌથી મોટું સંકટ ઊભું કરી શકે છે. અમે આ વીડિયોની તરફેણ ક્યારેય નથી કરતા. પરંતુ જે રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને સમાચારના માધ્યમમાં પ્રકાશિત કરવાનો એક પ્રયાસ કર્યો છે. જીવા ભગત દ્વારા વન્યજીવ અધિનિયમના કાયદાનો ભંગ પણ થતો હશે તેનું પણ અમે સમર્થન નથી કરતા. જે રીતે જીવા ભગત મગરને બોલાવીને તેમના હાથેથી ખોરાક આપી રહ્યા છે તેમાં પણ ક્યાંક કાયદાનો ભંગ થતો હોય તેવું પણ બની શકે છે. અમે વન્યજીવ અધિનિયમના કાયદા અને વન્ય જીવ પ્રાણી સુરક્ષ ને લઈને તમામ પ્રકારની તકેદારી રાખવા માટે સૌ કોઈને જવાબદાર માધ્યમ તરીકે અપીલ અને વિનંતી પણ કરી રહ્યા છીએ.

  1. Surat Viral Video : સુરતમાં છોટા ડોન, બીઆરટીએસ રૂટમાં મારામારી કરતા બે બાળકોનો વાયરલ વિડીયો
  2. Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો
  3. Amreli Lion Viral Video : સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વિડીયો થયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.