ETV Bharat / state

Amreli Lion Viral Video : સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વિડીયો થયો વાયરલ

author img

By

Published : Aug 18, 2023, 8:41 PM IST

Amreli Lion Viral Video
Amreli Lion Viral Video

અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સિંહ પરિવારની સતત અવર-જવર જોવા મળે છે. ત્યારે હાલમાં જ આવો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ચાર સિંહ-સિંહણ અને બે બાળ સિંહનો પરિવાર રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી ગયા હતા. જોકે, કોઈ વ્યક્તિએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા.

સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વાયરલ વિડીયો

અમરેલી : રાજુલાથી જાફરાબાદને જોડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સિંહ પરિવારની સતત અવર-જવર જોવા મળે છે. ત્યારે સિંહ પરિવાર હાઈવે પર રોડ ક્રોસ કરતા હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ચાર સિંહ-સિંહણ તેમજ બે સિંહબાળ રસ્તા પર લટાર મારતા જોવા મળી રહ્યા છે. સિંહ પરિવારની લટારને પગલે હાઈ વે પર થોડીવાર માટે વાહનોના પૈડાં પણ થંભી ગયા હતા.

વાયરલ વિડીયો : ઉલ્લેખનિય છે કે, સિંહ હાઈવે પર જોખમી રીતે રોડ ક્રોસ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે સિંહ પરિવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. જેને પગલે અનેક વખત હાઇવે ઉપર સિંહ પરિવાર લટાર મારતા જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા એક માસથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. અવારનવાર સિંહ જોખમી રીતે હાઈવે પર રોડ ક્રોસ કરતા જોવા મળે છે. હાઈવે પર વાહનોની અવર-જવર સતત ચાલુ હોય છે. જેથી સિંહોની સુરક્ષાને લઈ મોટો ખતરો ઉભો થયો છે. ભૂતકાળમાં કેટલાય સિંહ રોડ અકસ્માતમાં મોતને ભેટી ચુક્યા છે. ત્યારે ફરીવાર આ રીતે ખુલ્લેઆમ રાત્રીના સમયે સિંહ હાઈવે ક્રોસ કરવાની ઘટના સામે આવી છે.

સિંહ પરિવાર : ભાવનગર-સોમનાથ હાઈ વે પર સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, 4 સિંહ-સિંહણ તેમજ 2 સિંહ બાળ હાઈવે પર લટાર મારી રહ્યા છે. તેમજ આગળ જઈ રોડ ક્રોસ પણ કરી રહ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદના ટીંબી, નાગેશ્રી, દુધાળા, કાગવદર, બાલાનીવાવ, ચારનાળા, હિંડોરણા રાજુલાના લોઠપુર, કોવાયા, પીપાવાવ રોડ, નિંગાળા, કડીયાળી, હિંડોરણા રોડ સહિતના વિસ્તારમાં વહેલી સવારે અને મોડી રાતે સિંહોની અવર જવર જોવા મળે છે.

સિંહોના મોત : સિંહ પરિવાર ભૂતકાળમાં જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી પાસે અજાણ્યા વાહન અડફેટે બે સિંહ બાળના મોત થયા હતા. તેમજ અન્ય જગ્યાએ ટ્રકની અડફેટે સિંહનું મોત થયું હતું. રોડ અકસ્માતમાં કેટલાક સિંહોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરીવાર હાઇવે ઉપર સિંહ પરિવાર જોખમી રીતે રોડ ક્રોસ કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે.

  1. Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ
  2. Amreli Lion Viral Video : રામપરા ગામમાં એકસાથે 8 સિંહોની લટાર, જુઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.