જૂનાગઢઃ માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ, રસાલા ડેમ થયો ઓવરફલો

By

Published : Jul 6, 2020, 10:46 PM IST

thumbnail

જૂનાગઢઃ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 8 થી 12 ઇંચ સુધી ભારે વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. ભારે વરસાદથી શહેરનો રસાલા ડેમ ઓવરફલો થયો છે, તેમજ બાંટવા ડેમમાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પાણીનો જથ્થો ઠલવાતા વહેલી સવારે ખારાડેમના છ દરવાજા બે ફૂટથી વધુ ખોલવા પડ્યા છે. પાણી છોડવાથી કોડવાવ, એકલેરા સહિત પાંચ ગામનો રસ્તો બંધ થયો છે અને ગામ વિખુટા પડ્યા છે. બુરી જીલાણામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી રસ્તામાં પાણી ફરી વળ્યા હતા. પાજોદ તરફ 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, કોડવાવમાં 10, ગળવાવ મટીયાણામાં 8, તેમજ માણાવદરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.