અફવા કે હકીકત ? મગર ઘરમાં યુવક ખાબકતા તંત્રથી લઈને લોકોમાં મચી અફરા તફરી

By

Published : Jun 10, 2022, 2:03 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River in Vadodara) યુવક પડ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને (Vadodara Fire Department) થતાં તાત્કાલિક દોડી આવી અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, અંધકારના પગલે શોધખોળ અશક્ય બની હતી. કારણ કે, જે સ્થળે યુવક પડ્યો હોવાનો સંદેશો મળ્યો હતો, ત્યાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરી હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે. પરંતુ, મનુષ્ય ઉપર મગરના હુમલાની ઘટના નહીંવત છે. હાલ યુવક અથવા કિશોર નદીમાં પડ્યો છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ નથી. જેથી રેસ્ક્યુ ઓપરેશન વિચારણા હેઠળ છે. તો બીજી તરફ આજે સવારથી ફરી ફાયર વિભાગ દ્વારા બનાવ અંગે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવક નદીમાં ખાબક્યો (Man Fell Vishwamitri River) હોવાની સત્તાવાર માહિતી મળી નથી.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.