માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યુ મતદાન - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 8:33 PM IST

thumbnail
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

વડોદરા: આજે લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થયું છે. આજે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું.  તેઓ વડીલ વયે ખૂબ જ ઉત્સાહભેર મતદાન મથક પર આવ્યા હતાં. તેમણે ન્યુ ઈરા હાઇસ્કુલ ખાતેનાં મતદાન મથકે મતદાન કર્યુ હતું. વડોદરાના સીનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ છેલ્લી 6 ટર્મથી ધારાસભ્ય તરીકેની ચૂંટણીને જંગી બહુમતીથી જીતીને આવે છે. તેઓ સતત ભાજપ પક્ષ અને વડોદરા શહેર માટે પોતાનું પૂરતું યોગદાન પણ આપી રહ્યા છે. તેઓ મતદાન મથક પર પોતાની સાથે જ તેમના ચાહકો અને સમર્થકો સાથે મતદાન મથકે આવી પહોંચ્યા હતાં અને તમામ નાગરિકો ને જંગી મતદાન કરવાનો સંદેશો પણ આપ્યો હતો.  યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વધુને વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન "અબકી બાર 400 કી પાર" ને પાર કરવા માટે સૌ મતદારોએ અવશ્ય પોતાનું મતદાન કરવું જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાનની કમાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમને મત આપી આપણે સહભાગી થવા અવશ્ય મતદાન કરવું જોઈએ. વડોદરા શહેરમાં ભાજપનાં કાર્યકરોના યોગદાનથી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે અને તેથી આ બેઠક ભાજપ નવા રેર્કોડ માર્જિનથી ચોક્કસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.