ETV Bharat / sukhibhava

Right Pillow To Sleep : સારી ઊંઘ માટે ઓશિકાંની યોગ્યતાઓ ચકાસો

author img

By

Published : Dec 9, 2021, 3:24 PM IST

આપણામાંના મોટાભાગના લોકોને હોટલમાં ગાદલાં, ઓશિકાં વગેરે શા માટે ગમે છે? કારણ કે તે તરોતાજા હોય છે અને કોટન-લિનન કવર કે સિલ્ક કવરવાળા (Right Pillow To Sleep) હોય છે. આ સ્પર્શ હૂંફાળો બને છે અને રાતની આરામદાયક ઊંઘ (sleep cycle) આપે છે. જો કે, મોટાભાગના ઘરના ગાદલાં ઓશિકાંઓ વિશે ભાગ્યે જ કંઇ વિચારાતું હોય છે જેના પર વર્ષો જૂના ભૂરા-પીળા ડાઘ દર્શાવે છે, અથવા તેના રુનો ગઠ્ઠો પથ્થર જેવો સખત બની જાય છે.ચો ચાલો જાણીએ યોગ્ય ઓશિકાંની પસંદગી (Choosing The Right Pillow) વિશે.

Right Pillow To Sleep : સારી ઊંઘ માટે ઓશિકાંની યોગ્યતાઓ ચકાસો
Right Pillow To Sleep : સારી ઊંઘ માટે ઓશિકાંની યોગ્યતાઓ ચકાસો

  • સ્વસ્થ ઊંઘ માટે જરુરી છે યોગ્ય ઓશિકું
  • કરોડરજ્જૂના મણકાના સ્વાસ્થ્યને જાણો
  • ઓશિકું કેવું જોઇએ તે જાણો ETV Bharat Sukhibhav દ્વારા

ઓશિકાંની સ્વચ્છતાનો અભાવ તરત જ તે બદલવા માટે પૂરતી પ્રેરણા આપતાં હોય પણ મોટાભાગના લોકો હજુ પણ વિલંબ કરે છે. શા માટે? કારણ કે ઓશિકા તેમની પ્રાથમિકતાની યાદીમાં આગળનું સ્થાન ધરાવતા નથી. ઠીક છે, શું થવું જોઇએ તે જોઈએ. ઓશિકાની સ્વચ્છતા માત્ર આરામદાયક અને પર્યાપ્ત ઊંઘ (sleep cycle) માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે તમારી આરોગ્યપ્રદ સુંદર ઊંઘ (Right Pillow To Sleep) માટે પણ જરુરી બને છે. પુનિત જિંદાલ, એમડી અને મેમરી ફોમ પિલો ટેક્નોલોજીના પ્રણેતા, ઓશિકા વિશે જાણવુા જોઈએ (Choosing The Right Pillow) તેવા 5 આવશ્યક પરિબળોની સૂચિ શેર કરી રહ્યાં છે:

અને તેથી જ તમારી ગરદન અને પીઠ દુઃખે છે:

મોટાભાગની વસ્તુઓની જેમ ઓશિકાંમાં પણ ટકાઉપણું રહેવાનો સમયગાળો હોય છે. કેટલીવાર તેનો ઉપયોગ કરવામાં આવે છે અને રાખવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં તે સપાટ થવાનું શરૂ કરે છે. તમારી કરોડરજ્જુના આકારને ટેકો આપતા નરમ ઓશિકાંનું (Right Pillow To Sleep) પોચાપણું ક્રમશઃ સખત બનતું જાય છે. યોગ્ય પ્રમાણના પોચાપણ વિનાનું ઓશીકું વાપરવાથી વધુ નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં તો તે સર્વિકલ પેઇન અને ડિસ્ક હર્નિએશન (cervical pain and disc herniation) જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

કેટલું પોચું-કઠણ હોવું જોઇએે:

જ્યારે ઓશીકાની આ સ્થિતિ વપરાશકર્તાની પસંદગી પર આધાર રાખે છે. ત્યારે યોગ્ય કઠણતાના માપદંડ લાગુ પડવા જોઈએ. એક આદર્શ ઓશીકું નક્કર તો હોવું જોઈએ (Right Pillow To Sleep) પરંતુ કઠણ નહીં, નરમ હોવું જોઈએ. જોકે તે સ્ક્વિઝ કરી શકાય તેવું પોચું પણ ન હોવું જોઇએ. તેનું રુ એવું હોય કે જેમાં વપરાશકર્તાનું માથું અંદર ન ડૂબી જાય પરંતુ તેે હૂંંફાળું અને આરામનો અનુભવ કરાવે (sleep cycle) તેટલું નરમ હોવું જોઈએ.

જરૂરિયાતો અનુસાર ડિઝાઇન:

ગમે ત્યાંથી ઓશિકાં ખરીદવાને બદલે વપરાશકર્તાઓએ તેની ડિઝાઇનનું ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે અર્ગનોમિક પિલો (Ergonomic pillows) અથવા સર્વિકલ પિલો ખાસ કરીને સર્વિકલ પેઇનમાં રાહત આપવા માટે ડિઝાઇન (Choosing The Right Pillow) કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, કન્ટીન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર (CPAP) મશીનોનો ઉપયોગ કરતા લોકો અને અવરોધક સ્લીપ એપનિયાથી પીડાતા લોકો કાળજીપૂર્વક ડિઝાઇન કરેલા CPAP પિલો (CPAP pillows) પસંદ કરી શકે છે અને સામાન્ય ઓશિકાઓ કરતાં વધુ સારી ઊંઘનો (sleep cycle) અનુભવ (Right Pillow To Sleep) મેળવી શકે છે.

એલર્જનથી છૂટકારો મેળવો:

રનડાઉન ઓશિકાનો ઉપયોગ કરવાથી એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. જેમ કે મ્યૂકસથી ભરેલું નાક, છીંક આવવી અને ક્યારેક તાવ પણ આવે. આની પાછળનું કારણ એ કે જૂના ઓશિકાં ભેજનું પ્રમાણ શોષી લે છે, જે તેમને ધૂળ, જીવાત અને વળી જવા માટે સંવેદનશીલ બનાવે છે. જો કે હાઇપોઅલર્જેનિક ઓશિકાનું (hypoallergenic pillows) આગમન આધુનિક યુગના વપરાશકર્તાઓને જબરદસ્ત રાહત (Right Pillow To Sleep) આપી શકે છે. આ ઓશિકાં ધૂળ અને જીવાત કે વારંવાર થતા ઘરગથ્થુ એલર્જનનો સરળતાથી પ્રતિકાર કરી શકે છે અને વપરાશકર્તાઓને આરામદાયક તાજગી (sleep cycle) આપવા માટે સક્ષમ બનાવે છે.

સારા શ્વાસ લેવાની ક્ષમતા:

એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે યોગ્ય ઓશીકાનો ઉપયોગ કરવાથી ખીલ અને વાળ તૂટવાની સમસ્યાઓની સમસ્યા ઘટાડી શકાય છે. યોગ્ય શ્વાસ લઇ શકવાની ક્ષમતાવાળા ઓશિકાંઓ ભેજ અને ગરમી જાળવી રાખવા દે છે. પરિણામે તે શુષ્ક અને અપ્રદૂષિત રહે છે જેથી વપરાશકર્તાઓ તેમની ખૂબ જ જરૂરી સુંદર ઊંઘ (Right Pillow To Sleep) પૂરી કરી શકે.

ઓશિકાં બનાવતાં ઉદ્યોગના નિષ્ણાતોના મતે ગ્રાહકોએ બે વર્ષના ગાળામાં જૂના ઓશિકાંને નવા ઓશિકાંથી બદલી (Choosing The Right Pillow) લેવા જોઈએ. બીજી તરફ ઘસાઈ ગયેલા ઓશિકાંઓ ગરદન અને પીઠનો બિનજરૂરી દુખાવો, તણાવ અને આરામની સારી ઊંઘ (sleep cycle) લેવાનો પ્રયાસ કરતા લોકો માટે મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. આજની અસ્થિર અને અત્યંત વ્યસ્ત જીવનશૈલી સાથે સ્વસ્થ રહેવા માટે તમારે સારા રાત્રિઆરામની જરૂર છે. તેથી ઉપરોક્ત પરિબળો સાથે સંપૂર્ણ રીતે બંધબેસતું ઓશીકું (Right Pillow To Sleep) પસંદ કરો અને શાંતિપૂર્ણ રાત્રિની ઊંઘની શાંતતામાંં ડૂબકી મારવા માટે તમારા તણાવપૂર્ણ વિચારોને દૂર કરી દો.

આ પણ વાંચોઃ તમારા શરીરને દરરોજ રાત્રે 8 કલાકની સારી ઊંઘની જરૂરી

આ પણ વાંચોઃ પૂરતી ઊંઘ: વ્યગ્રતા અને તાણ ઘટાડવા માટેની શ્રેષ્ઠ દવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.