ETV Bharat / state

વલસાડમાં ઉમરગામના લોકોએ રેલવે ટ્રેક પર નાખ્યા ધામા, અંડરપાસ બનાવવાની કરી માગ

author img

By

Published : Mar 24, 2022, 2:37 PM IST

વલસાડમાં ઉમરગામના તુમ્બ, ધીમસા, કાંકરિયા સહિત ગામના લોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રક પર ધામા (Umargam Railway Truck) નાખતા ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. ગામના લોકોએ માગ કરી હતી કે, રેલવે ફાટક પર અવરજવર માટે રેલવે ઓવરબ્રિજ અથવા અંડરપાસની (Valsad Railway Overbridge) સગવડ આપવામાં આવે.

ઉમરગામના ગામલોકોએ રેલવે ટ્રેક પર નાખ્યા ધામા, રેલવે ટ્રક લઈને લોકોનો ભારે વિરોધ
ઉમરગામના ગામલોકોએ રેલવે ટ્રેક પર નાખ્યા ધામા, રેલવે ટ્રક લઈને લોકોનો ભારે વિરોધ

વલસાડ : ઉમરગામ તાલુકાના તુમ્બ-ધીમસા, કાંકરિયા સહિત ગામના ગામલોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક (Umargam Railway Truck) પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકો ટ્રેક પર આવી જતા નવકાર ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. ગામ લોકોએ માંગ કરી હતી કે અહીં રેલવે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવરજવર માટે રેલવે ઓવરબ્રિજ અથવા અન્ડરપાસની સગવડ પૂરી પાડવામાં આવે.

ઉમરગામના ગામલોકોએ રેલવે ટ્રેક પર નાખ્યા ધામા

ગામલોકોએ ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો - આ ફાટક પરથી દૈનિક આસપાસના 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે. તેને હાલ કાયમી બંધ કરવાનું રેલવે દ્વારા નક્કી કર્યું છે. જેને લઈને આ વિરોધ (People Protest Against Railway Truck) કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે, આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ગ્રામજનોને રેલવે ટ્રેક ઓળંગવા માટે અંદાજે 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને રેલવે વિભાગ અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની સુવિધા આપે તેવી માંગ ગામલોકોએ કરી હતી.

આ પણ વાંચોઃ Gothan Hazira New Railway Track Controversy : જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ જાહેરનામું પરત ખેંચવા માગણી કરશે

રેલવે વિભાગે લેખિતમાં રજૂઆત બાદ નિરાકરણની ખાતરી - આ મામલે વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઇ ટ્રેક પર ધામા (Tumb, Dhimsa, Kankaria Railway Truck) નાખી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની આ વાજબી માંગણી સંદર્ભે ગામના આગેવાનોએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી. જેમાં રેલવે વિભાગે લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું અને રજૂઆત બાદ તેનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. ગ્રામજનોની આ વાજબી માંગણી છે. તેનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી હોવાનું ગામના સરપંચ ઉપસરપંચ નાનુભાઈ અને મોહનભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતુ.

રેલવે ટ્રક લઈને લોકોનો ભારે વિરોધ
રેલવે ટ્રક લઈને લોકોનો ભારે વિરોધ

આ પણ વાંચોઃ સંસદમાં નુસરત જહાંનો તીક્ષ્ણ સવાલ, 'રેલવે વેચવાનો સમય બતાવો રેલવે પ્રધાન'

ગામલોકો દ્વારા રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો આક્ષેપ - ગ્રામજનો દ્વારા રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની રાવ રેલવે (Valsad Railway Department) વિભાગની છે. રેલવે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેલવે વિભાગ તરફથી હાલ અહીંથી DFCC લાઇન પસાર થતી હોય તેની કામગીરી હાથ ધરી છે. જેમાં ગામલોકોને તેની જમીનનું વળતર ચૂકવ્યા બાદ પણ એ જમીન પર અતિક્રમણ કર્યું છે. જે જમીન ખાલી કરવા માટે રેલવેએ જણાવ્યું હોવા છતાં ગામલોકો તે અતિક્રમણ હટાવતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.