ETV Bharat / state

Fire in Valsad: રેલ્વે સ્ટેશન નજીકમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

author img

By

Published : Mar 16, 2022, 8:08 AM IST

રેલ્વે સ્ટેશન નજીકમાં આવેલા ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે GRP અને RPF દ્વારા રેલ્વે સ્ટેશન નજીક આવતા જતા વાહનો ડાઇવર્ટ કરવામાં આવ્યા(Vehicles were diverted) હતા જેને પગલે કોઇ જાનહાની ન બને તેમજ આગ લાગવાના સ્થળ ઉપર ફાયર ફાઈટર સહેલાઈથી પહોંચી શકે તે માટે વિવિધ વાહનોના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા.

Fire in Valsad: રેલ્વે સ્ટેશન નજીકમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Fire in Valsad: રેલ્વે સ્ટેશન નજીકમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

વલસાડ: રેલવે સ્ટેશન નજીક રેલવેએ ઓફીસની સામે આવેલા ગોડાઉનમાં આજે બપોરે કોઈ અગમ્ય કારણસર અચાનક આગ પકડી લેતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

રેલવેના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા અને બપોરના સમયે લાગેલી આગને પગલે આગની જવાળાઓ સુધી જોવા મળી હતી

રેલવે નજીક ગોડાઉનમાં ભીષણ આગ - રેલવેના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં લોકો બહાર નીકળ્યા હતા અને બપોરના સમયે લાગેલી આગને પગલે આગની જવાળાઓ સુધી જોવા મળી હતી. આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સ્થળ ઉપર તાત્કાલિક બે જેટલા ફાયર ફાઈટરો પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા કવાયત શરૂ કરી હતી.

GRP અને RPF દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરાયું - રેલ્વે સ્ટેશન નજીકમાં આવેલા ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે GRP અને RPF દ્વારા રેલ્વે સ્ટેશન નજીક આવતા જતા વાહનો ડાઇવર્ટ (Vehicles were diverted)કરવામાં આવ્યા હતા જેને પગલે કોઇ જાનહાની ન બને તેમજ આગ લાગવાના સ્થળ ઉપર ફાયર ફાઈટર સહેલાઈથી પહોંચી શકે તે માટે વિવિધ વાહનોના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા.

બપોરના સમયે લાગેલી આગને પગલે આગની જવાળાઓ સુધી જોવા મળી હતી આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સ્થળ ઉપર તાત્કાલિક બે જેટલા ફાયર ફાઈટરો પહોંચી ગયા હતા
બપોરના સમયે લાગેલી આગને પગલે આગની જવાળાઓ સુધી જોવા મળી હતી આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા સ્થળ ઉપર તાત્કાલિક બે જેટલા ફાયર ફાઈટરો પહોંચી ગયા હતા

આ પણ વાંચો: Fire in private bus: નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર બસમાં આગ, 35 મુસાફરો હતાં સવાર

ગોડાઉનમાં રબર હોવાને પગલે આગ વિકરાળ બની - ગોડાઉનમાં રેલવે વિભાગ દ્વારા મૂકવામાં આવેલા કેટલાક રબર સાધનને પગલે લાગેલી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેને પગલે જોત જોતામાં આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠેલી જોવા મળી હતી. દૂર દૂર સુધી આગના ધુમાડા જોઈ શકાતા હતા (Smoke could be seen)ભીષણ આગને કાબૂમાં લેવા માટે અન્ય એક ફાયર ફાઈટરની મદદ (help from firefighter)પણ લેવામાં આવી હતી. આમ સ્થળ ઉપર ત્રણ જેટલા ફાયર ફાઈટરો પહોંચી આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: Fire in Bharuch: ભરૂચના શુકલતીર્થ ગામના ફળિયામાં મંદિરના દીવાથી ભયંકર આગ

આગનું કારણ જાણી શકાયું નથી - આગ લાગવાનું કારણ (cause of the fire)હજુ સુધી જાણવા મળ્યું નથી રેલ્વે નજીક આવેલા ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી જોકે આગ લાગવાનું કારણ ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ ભીષણ આગને પ્રથમ કાબૂમાં લેવા માટે રેલવે વિભાગ તેમજ ફાયર વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આમ રેલવે નજીક લાગેલી આગને કાબૂમાં લેવા માટે હાલ ત્રણ જેટલા ફાયર ફાઈટરો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.