ETV Bharat / state

વલસાડના ડુંગરી ગામે ગૌ રક્ષકના મોતના મામલે વલસાડ પોલીસે 10 ગૌ તસ્કરોને ઝડપી પાડયા

author img

By

Published : Jun 20, 2021, 11:15 AM IST

વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગતરોજ મોડી રાત્રે ગૌવંશને બચાવવા જતાં ગૌ તસ્કરોના ટેમ્પો ચાલકે ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચડાવી દીધો હતો. જેને લઇને તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જેને પગલે ગમગીની ફેલાઇ હતી સાથે જ આ ઘટનાને ગંભીરતાથી લેતા વલસાડ જિલ્લા પોલીસે આ ઘટનામાં દોસ્તોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે અંતર્ગત 10 જેટલા આરોપીઓને પોલીસે વિવિધ જગ્યાએથી ઝડપી લીધા છે. વલસાડ ડુંગરી પોતાના પ્રાણની આહુતિ આપનારા ગૌરક્ષક પર ટેમ્પો ચડાવી દેવાના પ્રકરણમાં 10 ઝડપાયા હતા.

વલસાડ
વલસાડ

  • આંતર રાજ્યમાં ગૌતસ્કરી કરી વેચવાનું ચાલતું હતું કૌભાંડ
  • 3થી 4 હજાર માં ગાય ખરીદી મહારાષ્ટ્રમાં 6 હજારમાં વેચી દેતા હતા
  • વલસાડ પોલીસે 24 કલાકમાં ગુનામાં સંડોવાયેલા 10ને દબોચી લીધા

વલસાડ: ડુંગરી ખાતે ગૌરક્ષક હાર્દિક કંસારાને ગૌ તસ્કરો દ્વારા ટેમ્પાથી અડફેટે લઇ મોત નિપજાવવાના બનાવમાં વલસાડ પોલીસે ( valsad police ) માત્ર 24 કલાકમાં આ ગુનામાં સંડોવાયેલા 10 શખ્સોને ઝડપી પાડયા હતા. ગૌરક્ષકના મોતને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરીને ટેકનિકલ તથા ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ સરનામા અને ફોટોગ્રાફ્સ મેળવી તમામ ટીમ દ્વારા અહમદનગર, નાસિક, ભીવંડી, માલેગાવ અને થાણે જગ્યાઓમાં જઈ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા.

વલસાડ જિલ્લાના અલગ-અલગ તાલુકામાંથી ગાયો ખરીદી લેતા અને ટેમ્પો મારફતે હેરાફેરી કરતા

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં અતુલ ખાતે રહેતા અન્સાર શેખ તથા ધુમાડિયા ફળિયાનો ઝાકીર અલ્લાહરખ્ખુ શૈખ બંને મળીને ધરમપુર પારડી અને વલસાડ તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓના ખરીદ વેચાણ કરનારા અલી મુરાદ મીરખાન અકબર આલીશર તથા રાજુ આહીર રહે બારસોલ પાસેથી ગાય અને બળદની ખરીદી કરી અન્ય આરોપીઓને વેચી ટેમ્પો મારફતે હેરફેર કરતા હતા.

આ પણ વાંચો: વલસાડનાં ડુંગરી નજીક 11 ગૌવંશને બચાવવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક ઉપર ટેમ્પો ચડાવી દેતા ગૌરક્ષકનું મોત

ગૌવંશ 7 થી 8,000 માં વેચી દેતા

પકડાયેલા આરોપીઓ પૈકી અંસાર અલી તથા જાકીર અલ્લાહરખ્ખુ શેખ ગાય ભેસ તબેલા વાળા પાસેથી સરેરાશ રૂપિયા 6,000માં ખરીદી લઇને આગળ શેખ નામના વ્યક્તિને સાતથી 8,000માં વેંચી દેતા હતા આ તમામ આરોપીઓને વલસાડ પોલીસ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા

પોલીસે અસગર ઉર્ફે માકીયા અબ્દુલગફાર અન્સારી, જાવેદ મહંમદનબી શેખ, અન્સાર ગુલામ શેખ, અલીમુરાદ જમાલ આલીસાર, જમીલ સલીમ શેખ, ખલીલ સલીમ શેખ, ધર્મેશ ઉર્ફે ફતા સમકભાઈ આહીર, કમલેશ રામાભાઈ આહીર બારસોલ આહીર, જયેશભાઇ રવલાભાઈ આહીર, હસન નઝીર આલીસર સહિતના લોકોને ઝડપાયા હતા.

વલસાડના ડુંગરી ગામે ગૌ રક્ષકના મોતના મામલે વલસાડ પોલીસે 10 ગૌ તસ્કરોને ઝડપી પાડયા

ડુંગરીમાં શું બની હતી ઘટના

ગૌવંશને લઇ જતા ટેમ્પા કતલ ખાને જતો હોવાની બાતમી ગૌ રક્ષકો અને પોલીસને મળી હતી. જે માટે ફિલ્ડિંગ ગોઠવી ગૌ તસ્કરોને પકડવાની કોશિશ કરી રહ્યાં હતા, પણ આ ગૌ તસ્કરોને જીવ પર આવી પોલીસની કોઈ પણ ઉભી કરાયેલી આડસ તોડી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે ગૌ રક્ષક હાર્દિક કંસારા પર ગૌ તસ્કરએ ગાડી ચઢાવી મોત નિપજાવી ભાગી ગયો હતો. હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનો સગો ભત્રીજો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.