ETV Bharat / state

વલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

author img

By

Published : Jan 9, 2021, 4:29 PM IST

વલસાડ પોલીસે વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડની દારૂનો નાશ કરાયો
વલસાડ પોલીસે વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડની દારૂનો નાશ કરાયો

વલસાડમાં વિવિધ પ્રોહીબિશનના ગુનામાં જપ્ત કરવામાં આવેલા દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી એમ. એન. ચાવડા, ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુત, રૂરલ પીએસઆઇ જી. આઇ. રાઠોડ અને સિટી જે. આઇ. પીએસઆઇ પરમારની ઉપસ્થિતિમાં વલસાડના ગુંદલાવ ખાતે ખાલી પ્લોટમાં દારૂની 2.44 લાખ બોટલોનો નાશ કરાયો હતો.

  • 3 કરોડ રૂપિયાની કીમતનો જપ્ત કરવામાં આવેલ દારૂ નાશ કરાયો
  • ડુંગરી વલસાડ સિટી અને વલસાડ રૂરલ પોલીસમથકમાં થયેલા 1212 કેસ નોંધાયા હતાં
  • એક વર્ષ દરમિયાન 3 પોલીસમથકોમાં પકડાયેલા રૂ. 3 કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવાયું

વલસાડઃ દારુનો નાશ કરવાની આ પ્રક્રિયામાં પોલીસ અધિકારીઓ, નશાબંધીના અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. હાઇવે નં. 48 પર ગુંદલાવ ચોકડી નજીક એક ખાલી પ્લોટમાં દારૂના જથ્થા પર પોલીસે બૂલડોઝર ફેરવ્યું હતુ. આ કામગીરી વલસાડના ડીવાયએસપી એમ. એન. ચાવડા, ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુત, રૂરલ પીએસઆઇ જી. આઇ. રાઠોડ અને સિટી જે. આઇ. પીએસઆઇ પરમારની ઉપસ્થિતિમાં થઇ હતી.

એક વર્ષ દરમિયાન 3 પોલીસમથકોમાં પકડાયેલા દારૂ પર બૂલડોઝર ફેરવાયું
  • ત્રણ પોલીસમથકમાં 3 કરોડનો દારૂ ઝડપાયો હતો

    વલસાડમાં છેલ્લા એક વર્ષમાં ડુંગરી, વલસાડ રૂરલ અને વલસાડ સિટી પોલીસ મથકોમાં દારૂના 1212 કેસો થયા હતાં. આ તમામ કેસો પૈકી પોલીસે 2.44 લાખ દારૂની બોટલો અને ટીન પકડ્યા હતાં. જેમાં ડુંગરી પોલીસ મથકના 295 કેસની 52,214 બોટલ, રૂરલ પોલીસ મથકના 574 કેસની 1,44,879 બોટલ અને સિટી પોલીસ મથકના 343 કેસની 46,943 બોટલો એકત્ર થઇ હતી. આ તમામ દારૂના જથ્થાનો સંગ્રહ પોલીસ મથકે થયો હતો. જેનો નિકાલ જરૂરી હોય દારૂના નિકાલ માટે ત્રણેય પોલીસ મથકો દ્વારા કોર્ટની પરવાનગી માગી હતી. ંજે મળતાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સસ્તાંથી લઇ મોંઘા અનેક પ્રકારના દારૂના જથ્થા પર બૂલડોઝર અને જેસીબી ફેરવાયું હતું વલસાડમાં દર વર્ષે આ રીતે દારૂનો નાશ કરવામાં આવે છે. આ વર્ષે પણ એ જ રીતે તેનો નાશ કરાયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.