ETV Bharat / state

Valsad Crime : વાપીમાં દુકાનો, ઓફિસો અને ક્લિનિકમાંથી 20 લાખ જેટલી રોકડની થઇ ચોરી, આરોપીઓની આ રીતે થઇ ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 9:02 PM IST

Valsad Crime : વાપીમાં દુકાનો, ઓફિસો અને ક્લિનિકમાંથી 20 લાખ જેવી રોકડ ચોરનાર ચોરની ધરપકડ, રિકવર થઇ આવડી રકમ
Valsad Crime : વાપીમાં દુકાનો, ઓફિસો અને ક્લિનિકમાંથી 20 લાખ જેવી રોકડ ચોરનાર ચોરની ધરપકડ, રિકવર થઇ આવડી રકમ

વાપીમાં 20 ઓગસ્ટે કોટડીયા ક્લિનિકમાંથી 19 લાખ ઉઠાવી જનારા બે ચોરની ધરપકડ થઇ છે. ચોરટોળકીએ અન્ય 6થી વધુ દુકાન ઓફિસ વગેરેમાંથી કુલ 20 લાખની ચોરી કરી હતી. જેમાં બે ચોરને વલસાડ એલસીબીએ દબોચી લીધા છે. ચોર ટોળકી પાસેથી કુલ 15 લાખ રૂપિયા રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

15 લાખ રૂપિયા પણ રિકવર

વાપી : વલસાડના વાપીમાં 20મી ઓગસ્ટના ગુંજન છરવાડા વિસ્તારમાં આવેલ કોટડીયા ક્લિનિકમાંથી રોકડા 19 લાખની અને એ ઉપરાંત અન્ય 6થી વધુ દુકાન-ઓફિસના શટર ઊંચા કરી કુલ 20 લાખની ચોરી કરી હતી. જેની તપાસ કરતાં વલસાડ એલસીબી પોલીસે બે ચોરને પકડવા સહિત કુલ 15 લાખ રુપિયા રિકવર કર્યાં છે.

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધાં : છેલ્લા દોઢ મહિનામાં વાપી અને દમણના વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષની દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલ ચોર બેલડીએ સુરત, વલસાડના વાપી અને દમણના સોમનાથમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

કુલ 20 લાખની ચોરીમાંથી 15 લાખ રિકવર થયાં : 20મી ઓગસ્ટના ગુંજન વિસ્તારમાં આવેલ કોટડીયા ક્લિનિકમાંથી રોકડા 19 લાખની અને એ ઉપરાંત અને છરવાડા વિસ્તારમાં 6થી વધુ દુકાન-ઓફિસના શટર ઊંચા કરી અંદાજિત કુલ 20 લાખની ચોરી થઈ હતી. જે અંગે વાપી ટાઉન અને ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ કરનાર વલસાડ એલસીબી ટીમે 2 ચોરને દબોચી લીધા છે. આ ચોર ટોળકી પાસેથી કુલ 15 લાખ રૂપિયા રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

કોમ્પ્લેક્સ દુકાનો, ઓફિસોમાં ચોરી કરતા બન્ને ચોર મૂળ બાંસવાડા રાજસ્થાનના છે. જેમાંના એકનું નામ સંજય ઉર્ફે સંજેશ ડીંડોર છે. જ્યારે બીજાનું નામ મનીષ ઉર્ફે મનિયો ડીંડોર છે. બંનેને એલસીબીના પીએસઆઈ એમ. કે. ભીંગરાડીયાએ બાતમી આધારે મોરાઈ રેલવે ફાટક નજીકથી ઝડપી પાડ્યા છે. જેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 3.55 લાખ રૂપિયા રોકડા, 23 હજારના સોના ચાંદીના દાગીના અને 15 હજારના 2 મોબાઈલ મળી કુલ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ચોર બેલડીએ ગુંજન વિસ્તારમાં એક ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી હોઇ પોલીસે કુલ 15 લાખ રોકડ રિકવર કરી છે...ડૉ. કરણરાજ વાઘેલા (વલસાડ જિલ્લા પોલીસ વડા)

15થી વધુ દુકાન ઓફિસમાં ચોરી : આ બને રીઢા ચોરની પૂછપરછ કરતા જિલ્લામાં બનેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે. આ ચોર ટોળકીએ છરવાડા વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષની 6 જેટલી દુકાનોના શટર ઊંચા કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક દુકાનમાંથી 10 હજાર રોકડા, બીજી દુકાનમાંથી મોબાઈલ, કેમેરાની ચોરી કરી હતી. એ જ રાત્રે ગુંજન વિસ્તારમાં અંબામાતા મંદિર નજીકના કોમ્પલેક્ષમાં આવેલ કોટડીયા ડેન્ટલ ક્લિમિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી હતી.

ક્લિનિકમાંથી 19 લાખ, વકીલની ઓફિસમાંથી 2 લાખની ચોરી : તો, આ ચોર ટોળકીએ દોઢેક મહિના પહેલા દમણના સોમનાથમાં આવેલ એક કોમ્પ્લેક્ષની 2 ઓફિસો અને એક દુકાનમાં શટર ઊંચા કરી પ્રવેશ કર્યો હતો. જ્યાંથી 70 હજારની ચોરી કરી હતી. એ જ અરસામાં ગુંજન વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલ 6 ઑફિસોને નિશાન બનાવી હતી.જ્યાંથી એક વકીલની ઓફિસમાંથી 2 લાખ રોકડા અને અન્ય ઓફિસોમાંથી 20 હજાર આસપાસની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

સુરતથી વાપીમાં આવી ચોરીને અંજામ આપતા : પકડાયેલ બન્ને ચોર સાથે રાકેશ ડીંડોર નામનો અન્ય સાગરિત પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. આ ચોર ટોળકીએ વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, સુરતમાં મળી 11 જેટલા ચોરીના ગુના આચર્યા છે. પકડાયેલ બન્ને ચોર બાંસવાડાથી સુરતમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામે આવ્યા બાદ ચોરીના રવાડે ચડી ગયા હતાં. સુરત અને વાપી સહિતના વિસ્તારમાં તેઓ બાંધકામ સાઇટ પર કામ કરતા તેમના સગાને મળવા આવતાએ બહાને આસપાસના વિસ્તારમાં રેકી કરી રાત્રે બંધ દુકાનોના શટર ઊંચા કરી ચોરીને અંજામ આપતા હતાં.

ચોરીના 4 ગુના ઉકેલાયા : ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ઉપરાછાપરી 15થી વધુ દુકાનો ઓફિસોમાં ચોરીને અંજામ આપી વલસાડ પોલીસને પડકાર ફેંકતા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, LCB PI વી. બી. બારડની સૂચના અને માર્ગદર્શન આધારે LCB ની ટીમે CCTV ફૂટેજ, સર્વેલન્સ આધારે બન્ને ચોરને ઝડપી પાડી વાપી ટાઉન અને ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલ 4 ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે.

  1. Ahmedabad Crime: દોસ્તીના નામે દગાબાજ, 20 લાખ રોકડા લીધા રિટર્ન ન કરતા ફરિયાદ ફાઈલ
  2. Valsad Crime : વાપીમાં એક જ રાતમાં 15 દુકાનોના શટર તોડી તસ્કરોનો તરખાટ, તબીબની ક્લિનિકમાંથી 19 લાખની ચોરી
  3. Vapi News: વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.