ETV Bharat / state

Valsad Crime News : મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતો 1 કરોડથી વધુનો ચાંદીનો જથ્થો ઝડપાયો, 3 વેપારીની અટક

author img

By

Published : Feb 24, 2023, 7:56 PM IST

વલસાડ રૂરલ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી મોટી માત્રામાં બિલ વગર લઇ જવાતી ચાંદી ઝડપી લેવામાં આવી હતી. ગુરુવારે રાત્રે ઝડપાયેલી કાર મહારાષ્ટ્રથી રાજસ્થાન થઇ રહી હતી. તેમાંથી 173.55 કિલો ચાંદી ઝડપી લઇ 3 આરોપીની અટક કરી 1 કરોડથી વધુની કિંમતની ચાંદીના મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

Valsad Crime News : મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતો 1 કરોડથી વધુનો ચાંદીનો જથ્થો ઝડપાયો, 3 વેપારીની અટક
Valsad Crime News : મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતો 1 કરોડથી વધુનો ચાંદીનો જથ્થો ઝડપાયો, 3 વેપારીની અટક

અટકાવવા છતાં કાર ભગાવી મૂકાતાં પોલીસને શંકા પડી

વલસાડ : વલસાડ રૂરલ પોલીસે શંકાના આધારે એક કારની તપાસ કરી હતી. જેમાંથી ચોરખાના બનાવીને રાજસ્થાન લઇ જવાતી 173.55 કિલો ચાંદી મળી આવી હતી. જેને પગલે વલસાડ રૂરલ પોલીસ દ્વારા 3 વેપારી આરોપીની સાથે 1 કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો : આ બાબતે મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસ દ્વારા હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર મહારાષ્ટ્ર પાર્સીંગની એક મહિન્દ્રા વેરીંટો કાર આવતા પોલીસને આ કાર વજનદાર હોવાને લઈને શંકા જતા કારનો પીછો કર્યો હતો અને કારને ઝડપી હતી.

આ પણ વાંચો Surat Crime News: સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

1 કરોડથી વધુની કિંમતની ચાંદી મળી આવી : વલસાડના ધમડાચી પીરુ ફળિયા રામદેવ ઢાબા પાસે આ કારને અટકાવી તેમાં તપાસ કરતા કારમાંથી ચોરખાના માં મુકેલી ચાંદી મળી આવી હતી. જેને લઈને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ કરતા ચાંદીના અનેક પેકેટ મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા કુલ 173.55 કિલો ચાંદી હતી જેની કિંમત 1 કરોડ 10 લાખ 94,720 રૂપિયા ની કિમત થાય છે.

આરોપીઓમાં બે વેપારી છે અને એક ડ્રાયવરની અટકાયત કરવામાં આવી હતી
આરોપીઓમાં બે વેપારી છે અને એક ડ્રાયવરની અટકાયત કરવામાં આવી હતી

વેરીટો કારના પાછળની સીટના પાછળ ચોરખાનામાંથી મળી ચાંદી : વલસાડ પોલીસે શંકાના આધારે વેરીટો કારનો પીછો કરીને અટકાવ્યા બાદ પોલીસે કારમાં તપાસ કરતા પાછળના ભાગે આવેલી સીટની પાછળ ચોર ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાખેલ 1 કરોડથી વધુનો ચાંદીનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. તમામ મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Valsad Crime: વલસાડમાં દારુની તસ્કરી માટે થઇને લાખોની ઔડી કાર પણ ગુમાવી

વેપારી બિલો રજૂ કરી શક્યો નહીં : પકડાયેલ વેપારી પાસે ચાંદી અંગે બિલો માંગતા મળી આવ્યું ન હતું. જેને લઈને વલસાડ રૂરલ પોલીસ દ્વારા સીઆરપીસી 102 મુજબ આ ચાંદીને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ પૈકી 2 વેપારીઓ અને 1 ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું. સંતોષ ગણપતિ હેડકે રહે. કોલ્હાપુર મહારાષ્ટ્ર , સતીશ ગણપતિ હેડકે રહે.કોલ્હાપુર મહારાષ્ટ્ર, વિજય રામચન્દ્ર પાટીલ રહે સાંગલી મહારાષ્ટ્ર ધરપકડ કરી હતી.

ચાંદી રાજસ્થાન ઉદયપુર ખાતે આપવા જતા હતાં : મહિન્દ્રા વેરીટો કાર પોલીસે અટકાવ્યા બાદ મળી આવેલી ચાંદી સાથે અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા ચાંદીનો જથ્થો મહારાષ્ટ્રથી ઉદેપુર રાજસ્થાન લઈ જવાતો હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ દ્વારા ચાંદી કોને આપવાનું અને કેવી રીતે આ ચાંદી લાવવામાં આવ્યું તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કારનો પીછો કરી ધમદાચી નજીક અટકાવી : ડીવાયએસપી એ કે વર્માએ જણાવ્યું કે પોલીસ સુગર ફેકટરી પાસે વાહન ચેકીંગમાં હતી ત્યારે વેરીટો કાર આવતા તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જોકે કાર ચાલકે કાર હંકારી મુકતા પોલીસે તેનો પીછો કરી વેરીટો કારને ધમદાચી હાઇવે રામદેવ હોટલ પાસે અટકાવી હતી. કારને ચેક કરતા ચાંદીનો જથ્થો મળતા બિલ અંગે રજૂ કરવા જણાવતા કોઈ બિલ મળ્યું ન હતું જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ગુરુવારે મોડી રાત્રે પોલીસે કાર સાથે 1 કરોડ રુપિયાથી વધુની કિંમતનો ચાંદીનો જથ્થો ઝડપી લીધો હતો અને 3 વેપારીની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.