ETV Bharat / state

Valsad Crime : મહારાષ્ટ્રના સુરગાણાથી ઘુવડ વેચવા આવ્યો, પકડાયો તો બીજા 4ના નામ ખુલ્યાં, ધરમપુરમાં લાખોમાં સોદો પડવાનો હતો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 2:51 PM IST

Valsad Crime : મહારાષ્ટ્રના સુરગાણાથી ઘુવડ વેચવા આવ્યો, પકડાયો તો બીજા 4ના નામ ખુલ્યાં, ધરમપુરમાં લાખોમાં સોદો પડવાનો હતો
Valsad Crime : મહારાષ્ટ્રના સુરગાણાથી ઘુવડ વેચવા આવ્યો, પકડાયો તો બીજા 4ના નામ ખુલ્યાં, ધરમપુરમાં લાખોમાં સોદો પડવાનો હતો

મહારાષ્ટ્રના સુરગાણાથી વલસાડના પારડીમાં ઘુવડ વેચાણ કરવા આવેલા એક ઇસમ સહિત તેની ખરીદી માટે આવનારા 4 એમ કુલ પાંચ આરોપી ઝડપાયાં. ઘુવડના અંગોનો તાંત્રિકવિધિમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું કહેવાય છે ત્યારે બીજીતરફ વન્યજીવના વેચાણ ગુનો બને છે. ધરમપુર આરએફઓને વન્યજીવ ઘુવડના વેચાણની બાતમી મળતાં જંગલ વિભાગે કાર્યવાહી કરી હતી.

વન્યજીવના વેચાણ ગુનો

વલસાડ : વલસાડ જિલ્લાના અંતરિયાળ ક્ષેત્રમાં આજે પણ એક વર્ગ એવો છે જે અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક પશુ પક્ષીના અંગોનું ખરીદ વેચાણનો આ હેતુથી થતાં હોય છે તેમાં ઘુવડ પણ છે. આ કિસ્સામાં મહારાષ્ટ્રના સુરગાણા ખાતે રહેતો એક વ્યક્તિબે ઘુવડ લઇ વેચવા માટે ધરમપુર આવ્યો હતો. જોકે જંગલવિભાગને બાતમી મલતાં તેને ઝડપી લેવાયો હતો.

ઈન્ડીયન ઇગલ ઓઉલ (ઘુવડ)મળી આવ્યા : ધરમપુર જંગલ ખાતાના ડીએફઓ નિશા રાજ અને આરએફઓ હીરેન પટેલ અને તેમની ટીમને સુચના આપતા તેમના દ્વારા ધરમપુર નજીકમાં આવેલા હનુમંતમાળ નજીકમાં માર્ગમાં આવી રહેલી એક કાર નંબર જી જે 21એ ચ 5840 અને કારનું પાયલોટીંગ કરનાર એક બાઈક નંબર જી જે 15 એ એફ 8763 અટકાવતા બાઈક ચાલક બાઈક મૂકી ફરાર થઇ ગયો હતો. જયારે કારમાં સવાર અન્ય લોકો પણ કાર મૂકી ફરાર થઇ ગયા હતા. જંગલ વિભાગે કારમાં પાછળનો દરવાજો ખોલતા પિજરામાં રાખેલા બે ઇન્ડિયન ઓવેલ ઘુવડ મળી આવ્યા જયારે ઘુવડ પાળનાર ગણેશ મહલાની અટકાયત કરવામાં આવી હતી.

કોર્ટે રીમાન્ડ આપ્યાં : આરોપી ગણેશભાઈ મોહનભાઈ મહલા સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ અન્વયે ગુનો નોંધી ઘુવડ નંગ – ૦૨, મોટર સાઈકલ નં. GJ 15 AF 8763, અને ટવેરા ગાડી નં. GJ 21 AH 5840 જપ્ત કરી ગુનેગારનેમે. જયુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી (ફ.ક) ધરમપુરની કોર્ટમાં રજુ કરતા વલસાડ કોર્ટ 4 દિવસ રીમાન્ડ મંજુર કર્યાં હતાં.ગુનામાં ફરાર આરોપીઓને પકડવા, પકડાયેલ આરોપીએ ભવિષ્યમાં આવા કોઈ ગુના કર્યા છે કે કેમ ? ગુનામાં વપરાયેલ સાધનો અને ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીની તપાસ નિશા રાજ નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરના માર્ગદશન હેઠળ એચ. ડી. પટેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર ધરમપુર દ્વારા કરવામાં આવતા તપાસ દરમ્યાન ઘુવડની ખરીદી કરવા માટે આવનાર 4અન્ય આરોપી જેઓ ફરાર હતા તેમના નામ પણ ખુલ્યાં હતાં.

5 આરોપીઓ સામે કાર્યવાહી : ઘુવડની ખીરીદી કરવા માટે ઘુવડ લઈને આવેલા ગણેશ મહલાને સુરગાણા થી ધરમપુર બોલાવનાર 5 આરોપીઓના તપાસ દરમ્યાન નામ ખુલ્યા હતાં. જેમાં સિદુમ્બરના નરેશ ખાનીયા, શતીશ કાંકરિયા,તોરણવેરાનો કલ્પેશ ચારણ,તથા સોલધરાનો સંજય કુનબી,તેમજ કરન્જાલી સુરગાણાના બાળું રાઉતને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે કોર્ટના હુકમ મળ્યે ઘુવડને મુક્ત કરવામાં આવશે આમ પોલીસે કુલ 5 આરોપી સામે ઘુવડ મામલે કાર્યવાહી કરી છે.

ગ્રામીણ કક્ષાએ આજે પણ લે વેચ થાય છે. થોડા દિવસ આગાઉ જ જુગારિયા ઝડપાયા હતાં. તેમના બાઈકની અંદર વાઘના નખ હોવાની બાતમી મળી હતી. જે બાબતે તપાસ કરતા નખતો મળ્યા પણ તે નખ ડુપ્લીકેટ હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું. આમ જુગારિયાઓ દ્વારા આવી ચીજોની લે વેચ અને ખરીદી કરવામાં આવે છે. પકડાયેલા આરોપીઓ પણ ઘુવડની ખરીદી તેના માટે જ કરવાના હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાલ તો બંને ઘુવડને કોર્ટના હુકમ બાદ મુક્ત કરી દેવાશે. પરંતુ વન્ય પ્રાણી સીડ્યુલ એકમાં આવતા પશુ પક્ષી કે પ્રાણી બાબતે હાલ સરકાર બહુ કડક છે અને તેને રાખવા કે હેરાફેરી કે ખરીદ વેચાણ ઉપર ગુનો બને છે.. હીરેન પટેલ ( આરએફઓ, ધરમપુર ઉત્તર વન વિભાગ )

ઘુવડને લઇ અંધશ્રદ્ધામાં લેવાય છે ભોગ : આજે પણ ગ્રામીણ કક્ષાએ પૈસાનો વરસાદ કરવાની વિધિના નામે ભોળા લોકોને છેતરતી ટોળકીઓ ઘુવડના નખ, તેની આંખ, એના પીછા,સહીત અનેક એવી ચીજો વેચે છે જેની લોકો ઉંચી કીમતે ખરીદી કરે છે. એક વર્ગ એવો છે જે વરલી મટકાના આંકડા રમી રહ્યો હોય તેને અગાઉથી જ જાણવા માટે આવી ચીજો પોતાની સાથે રાખે છે. અંતરિયાળ ગામોમાં ઘુવડ શિયાળ શીગી,રાણીછાપ સિક્કા,સહીત અનેક ચીજો આંધળી ચાકરણ (બે મોઢાવાળા સાપ) જેવી ચીજોની ભારે માગ હોય છે.

ઘુવડનો સોદો 30 લાખમાં થનાર હતો : પકડાયેલા બે ઘુવડનો સોદો રૂપિયા 30 લાખમાં કરવાના ચક્કરમાં ચારે ઈસમોએે ઘુવડના માલિક ગણેશ મહલાને સુરગાણાથી બોલાવ્યો હતો. મહલાને બે ઘુવડના માત્ર 3 લાખ આપી રવાના કરી દેવાના હતા પરંતુ ગણેશ મહલા ઘુવડ લઇને ગુજરાતની બોર્ડરના ગામ ધરમપુરના હનુમંતમાળ આવધા નજીક આવતા જ જંગલ વિભાગે દબોચી લેતા તેમના તમામ સપનાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું અને ઘુવડ સાથે આવેલ માલિક અને તે બાદ ખરીદી કરવા માટે આવનારના નામ ખુલતા ઝડપાઈ ગયાં હતાં.

  1. Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા
  2. ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ
  3. મોડાસામાં દુર્લભ ઘુવડ ચાઇનીઝ દોરીથી થયું ઘાયલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.