ETV Bharat / state

Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા

author img

By

Published : Apr 20, 2023, 7:55 PM IST

વલસાડના પારડીમાં ઘુવડ વેચાણ કરતાં ત્રણ આરોપીને પકડી લેવામાં આવ્યાં છે. ઘુવડના અંગોનો તાંત્રિકવિધિમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું કહેવાય છે ત્યારે બીજીતરફ વન્યજીવના વેચાણ ગુનો બને છે. પારડી ચાર રસ્તા પાસે વન્યજીવ ઘુવડ નર વેચાણની બાતમી મળતાં જંગલ વિભાગે કાર્યવાહી કરી હતી.

Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા
Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા

વેચાણ અંગે વાતચીત કરે તે પૂર્વે કાર્યવાહી

વલસાડ : રાત્રી દરમ્યાન જોવા મળતું દુર્લભ પક્ષી ઘુવડના વેચાણ માટે પારડી બજારમાં આવેલ એક મહિલા સહિત 3 ઈસમોને બરાબર વેચાણ અંગેની વાતચીત ચાલતી હતી ત્યારે જ વનકર્મીઓએ રેડ કરી ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક નર ઘુવડ કબ્જે લેવાયું છે. ગ્રામીણ કક્ષાએ અંધશ્રદ્ધામાં માનનારા વર્ગમાં ઘુવડની માંગ હોવાથી ગેરકાયદે વેચાણ ઊંચી કિમતે થતું હોય છે.

તાંત્રિક વિધિમાં વપરાશ : આજે પણ ગ્રામીણ કક્ષાએ એક એવો વર્ગ છે જે અંધશ્રધ્ધામાં રાંચે છે એવા લોકો માટે ઘુવડના નખ, ઘુવડની આંખ સહિત મૃત ઘુવડના અંગો કેટલીક તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું કહેવાય છે તો કેટલાક તાંત્રિકો ઘુવડના નખનો ઉપયોગ પૈસાનો વરસાદ કરાવવા માટે વિધિમાં ઉપયોગ લેતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે ત્યારે ખૂબ ઊંચી કિંમતે ઘુવડ વેચાય છે પરંતુ તેને વેચવું ગેરકાયદે છે.

આ પણ વાંચો વન્યજીવ શેરાને તાંત્રિક વિધિ માટે વેચનારા 6 શખ્સની ધરપકડ

બજારમાં વાંસની ટોકરીમાં ભરી વેચવા આવ્યાં : પારડી ચાર રસ્તા પાસે વન્યજીવ ધુવડ નર (બાર્ન આઉલ શિડ્યુઅલ-૪) ને વેપાર કરવા માટે પ્રવીણ નગીનભાઈ નાયકા રહે. વાપી, વિરલ ધર્મેશભાઈ પટેલ રહે. અંબાચ પારડી, રેખાબેન જીતેશભાઈ પટેલ રહે-અંભેટી તા.કપરાડા તેમના પતિ જીતેશ મણીલાલ પટેલ સાથે બાઈક નંબર GJ-15-M 5599 પર વાંસની ટોકરીમા ધુવડ (બાર્ન આઉલ) ને ભરી પાસ પરવાનગી વગર વેચવા માટે આવ્યા હતાં. વેચાણ અંગે વાતચીત ચાલતી હતી ત્યારે ફોરેસ્ટની ટીમે રેઇડ કરી હતી. જંગલ વિભાગના અધિકારીને બાતમી મળી હતી જે મુજબ વેચાણ અંગે વાતચીત કરે તે પૂર્વે જ જંગલ વિભાગની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતાં.

ઘુવડ વેચાણ દંડનીય અપરાધ : ઘુવડના ગેરકાયદે વેચાણ માટે રુપિયા 25000 દંડની જોગવાઈ છે. જંગલ વિભાગમાં શિડયુલ 4 માં આવતા જંગલી પક્ષી ઘુવડને શિકાર કરવો,વેચવું કે તેને પકડી રાખવું એ વાઈલ્ડ લાઈફના કાયદાની જોગવાઈ મુજબ ગુનો બને છે. પારડી ખાતે પકડાયેલ 3 લોકો ઘુવડ જે શિડયુલ 4 માં આવતું પક્ષી હોય તેને વેચાણ અર્થે આવ્યા હતાં.

આ પણ વાંચો ઉજ્જૈન STF દ્વારા વન્યજીવની તસ્કરી કરતાં 10ની ધરપકડ

આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી : દુર્લભ રીતે જોવા મળતા પક્ષી ઘુવડને વેચાણ કરવા આવેલ અને વન વિભાગને હાથે ઝડપાયેલા મહિલા સહિત આરોપીઓને રેન્જ ફોરેસ્ટ અધિકારીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂર્વ બાતમીને આધારે ઝડપી લીધા : નાયબ વનરક્ષક યદુ ભારદ્વાજે ઇટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ કે જંગલોમાં રાત્રી દરમ્યાન દેખાતું દુર્લભ પક્ષી ઘુવડ દિવસ દરમ્યાન જોઈ શકતું નથી અને ઝાડની બખોલમાં રહે છે. આવા પક્ષીને પકડી લઈને ઊંચી કિંમતે વેચવા માટે આવેલ 3 ને ઝડપી લીધા છે. જે અંગે પૂર્વ બાતમી મળી હતી

10 હજારથી લઈ 50 હજાર સુધીની કિંમત : ગ્રામીણ કક્ષાએ અંધશ્રધ્ધામાં માનનારા વર્ગ માટે ઘુવડ એ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક જાદૂટોણા કરનારા ભૂવાઓ દ્વારા કેટલીક વિધિઓમાં તેની હાજરી અવશ્ય માંગ કરતા હોય છે અને લોકોને તેઓ એવું મગજમાં ઠસાવી દે છે કે ઘુવડ રાખવાથી પૈસાની અછત થતી નથી. એટલે અંધશ્રદ્ધામાં માનનારો વર્ગ તેને બ્લેકમાં શોધખોળ કરી ઊંચી કિંમતે ખરીદી કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.