ETV Bharat / state

આદિવાસી સમાજના લોકોની દિવાસા પર્વે નિમીત્તે અનોખી પરંપરા, જુણો શું છે આ પરંપરા

author img

By

Published : Aug 4, 2019, 4:03 AM IST

ધરમપુર શહેરમાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં દિવસા પર્વે ઢીંગલા ઢીંગલી બનાવી તેને નદીમાં તરતા મુકવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આ માન્યતા એવી છે કે, સમગ્ર વર્ષ દરમ્યાન બાળકોને રોગ તેમજ ઘરની દુઃખ દરિદ્રતા દૂર થાતી હોવાનું આજે પણ તેઓ માને છે. ત્યારે દિવસા પર્વે ધરમપુરના કરંજવેરી ગામે નિશાળ ફળિયામાં રહેતા અનેક લોકોએ ઘરે ઘરે ઢીંગલા ઢીંગલી બનાવી તેમની પરંપરા યથાવત રાખી છે.

આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વે નિમીત્તે અનોખી પરંપરા, જુણો શું છે આ પરંપરા

વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા એવા ધરમપુર કપરાડામાં આદિવાસી સમાજના વારલી,કુકણા, ધોડિયા, જેવી જ્ઞાતિઓ વસવાટ કરે છે. અને આ તમામ માટે આ શ્રવણ ના પ્રથમ દિવસ એટલે કે અમાસને દિવાસા પર્વ તરીકે ઉજવણી કરે છે. આ દિવસે દરેક ઘરમાં ઢીંગલા ઢીંગલી બનાવવામાં આવે છે અને તેને નદીમાં તરતા મુકવાની પરંપરા છે. ધરમપુરના કર્ણજવેરી ગામે પણ દરેક ઘરમાં નાનામોટા ઢીંગલા ઢીંગલી બનાવીને નદીના પાણીમાં તરાપા ઉપર બેસાડી મોલવાની પ્રથા જીવંત રાખી હતી.દિવાસાના દિવસે ચણોઠીના બે દાણાને લઈ ઢીંગલા ઢીંગલીની આંખ બનાવી લાકડી સાથે બાંધી કપડાંમાં વિટાળી તૈયાર કરવામાં આવતા ઢીંગલાની વિશેષ પુજા કરવામાં આવે છે. તેને લાડુનો ભોગ ધરવામાં આવે છે અને સાંજે નદી કિનારે જઈ તેને નદીના વહેતા પ્રવાહમાં તરતા મુકવામાં આવે છે.

આદિવાસી સમાજના લોકોની દિવાસા પર્વે નિમીત્તે અનોખી પરંપરા, જુણો શું છે આ પરંપરા,etv bharat


વર્ષોથી ચાલતી આ રિત બાબતે જણાવતા સ્થાનિકએ જણાવ્યું કે દુઃખ દરિદ્રતા અને રોગોને દૂર રાખવા આ પરંપરા વર્ષોથી જળવાઈ છે. જો કે હાલ માં બાળકો શિક્ષિત થતા આવી રીતોમાં માનતા ઓછા થયા છે. પરંતુ આજે પણ કેટલાક ઘરોમાં આ રીત ચાલી રહી છે.સ્થાનિક મહિલા એ જણાવ્યું કે દિવસાના પર્વે ઢીંગલા ઢીંગલી બનાવવા એટલે સૌથી વધુ મઝાતો બાળકોને હોય છે તેઓને રંગબેરંગી ફુગ્ગા ઓ અને વિવિધ શાજ શણગાર કરવામાં આવે છે.આ સાથે જ વિશેષ ચોખાના લોટના લાડુ બનાવીને બાળકોને આપવામાં આવે છે. તો ઢીંગલા ઢીંગલી ને ભોગ ચઢાવવામાં આવે છે.

Intro:ધરમપુર માં વસવાટ કરતા આદિવાસી સમાજ માં દિવસા પર્વે ઢીંગલા ઢીંગલી બનાવી તેને નદીમાં તરતા મુકવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે માન્યતા એવી છે કે સમગ્ર વર્ષ દરમ્યાન બાળકો ને રોગ તેમજ ઘર ની દુઃખ દરિદ્રતા દૂર થાતી હોવાનું આજે પણ તેઓ માને છે ત્યારે દિવસા પર્વે ધરમપુર ના કરંજવેરી ગામે નિશાળ ફળિયા માં રહેતા અનેક લોકોએ ઘરે ઘરે ઢીંગલા ઢીંગલી બનાવી તેમની પરંપરા યથાવત રાખી હતી Body:વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા એવા ધરમપુર કપરાડા માં આદિવાસી સમાજના વારલી,કુકણા, ધોડિયા, જેવી જ્ઞાતિ ઓ વસવાટ કરે છે અને આ તમામ માટે આ શ્રવણ ના પ્રથમ દિવસ એટલે કે અમાસ ને દિવાસા પર્વ તરીકે ઉજવણી કરે છે આ દિવસે દરેક ઘર માં ઢીંગલા ઢીંગલી બનાવવા માં આવે છે અને તેને નદીમાં તરતા મુકવાની પરંપરા છે આજે ધરમપુર ના કર્ણજવેરી ગામે પણ દરેક ઘર માં નાનામોટા ઢીંગલા ઢીંગલી બનાવીને નદીના પાણીમાં તરાપા ઉપર બેસાડી મોલવાની પ્રથા જીવંત રાખી હતી
દિવસાના દિવસે ચણોઠી ના બે દાણાને લઈ ઢીંગલા ઢીંગલી ની આંખ બનાવી લાકડી સાથે બાંધી કપડાં માં વિટાળી તૈયાર કરવામાં આવતા ઢીંગલા ની વિશેષ પુજા કરવામાં આવે છે તેને લાડુ નો ભોગ ધરવામાં આવે છે અને સાંજે નદી કિનારે જઈ તેને નદીના વહેતા જળમાં છોડવામાં આવે છેConclusion:
વર્ષોથી ચાલતી આ રિત બાબતે જણાવતા એક વડીલે જણાવ્યું કે દુઃખ દરિદ્રતા અને રોગ દૂર રાખવા વર્ષો થી આ પરંપરા જળવાઈ છે જોકે હાલ માં બાળકો શિક્ષિત થતા આવી રીતો માં માનતા ઓછા થયા છે પરંતુ આજે પણ કેટલાક ઘરો માં આ રીત ચાલી રહી છે

એક મહિલા એ જણાવ્યું કે દિવસાના પર્વે ઢીંગલા ઢીંગલી બનાવવા એટલે સૌથી વધુ મઝા તો બાળકો ને હોય છે તેઓને રંગબેરંગી ફુગ્ગા ઓ અને વિવિધ શાજ શણગાર કરવામાં આવે છે સાથે જ વિશેષ ચોખાના લોટ માં બનેલા લાડુ બનાવી ને બાળકોને આપવામાં આવે છે તો ઢીંગલા ઢીંગલી ને ભોગ ચઢાવવા માં આવે છે દુઃખ દરિદ્રતા દૂર થતી હોવાની માન્યતા તો છે પણ બાળકોને મઝા આવે એ માટે ખાસ લોકો તેના તરફ આકર્ષાય છે

બાઈટ 1 જીવણ ભાઈ ગાંવીત સ્થાનિક વડીલ
બાઈટ 2 અનિતા બેન સ્થાનિક મહિલા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.