ETV Bharat / state

આ વર્ષના દિવાળી પર્વે માર્કેટમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ, કોરોનાએ લોકોને પર્યાવરણ પ્રત્યે કર્યા જાગૃત

author img

By

Published : Nov 3, 2021, 10:03 AM IST

crackers
crackers

આપત્તી ક્યારેક આશીર્વાદરૂપ પણ બને છે. આ કહેવત હાલમાં 2 વર્ષથી વકરેલી કોરોના મહામારીએ સાબિત કરી છે. કોરોના સમયે લોકોએ ઓક્સિજન માટે વલખા માર્યા હતાં. જે અનુભવ બાદ માનવજીવન માટે પર્યાવરણનું સંતુલન કેટલું મહત્વનું છે તે સમજાયું છે. એટલે જ આ વખતે દિવાળી (Diwali) પર્વમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ વધી છે. બાળકોથી માંડીને મોટેરાઓ ઓછું પ્રદૂષણ કરતા ગ્રીન ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ફટાકડા (Fireworks) ના વેપારીઓ પણ ગ્રીન ફટાકડા જ વધુ વેચી રહ્યા છે.

  • દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજારમાં તેજી
  • ગ્રાહકો ગ્રીન ફટાકડા ખરીદી પર્યાવરણ જાગૃતિ તરફ વળ્યા
  • દેવિદેવતાઓના સ્ટીકર વાળા ફટાકડા ગાયબ

વલસાડ: આ વર્ષે ફટાકડા બજારમાં ભારે તેજીનો પવન ફૂંકાયો છે. ફટાકડા (Fireworks) ના વેપારીઓને ત્યાં ફટાકડા ખરીદવા ગ્રાહકો આવી રહ્યા છે. આ વખતે ફટાકડા બજારમાં ભાવ વધારો હોવા છતાં પણ ગ્રાહકો પાછલા 2 વર્ષમાં કોરોનાનો કારણે ફટાકડા ફોડી નહોતા શક્યા એટલે આ વર્ષે ઉત્સાહભેર ફટાકડા ખરીદી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ગ્રીન ફટાકડાની ડિમાન્ડ છે. દેવિદેવતાઓના પોસ્ટરવાળા અને ચાઈનીઝ ફટાકડા પર પાબંધી છે.

આ વર્ષના દિવાળી પર્વે માર્કેટમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ

ફટાકડાની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધુરૂ ગણાય

દિવાળી (Diwali) ના મહાપર્વમાં મીઠાઈ, કપડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ સાથે જો ફટાકડા (Fireworks) ની ખરીદી ન થાય તો દિવાળી પર્વ અધુરૂ ગણાય, એટલે જ દર વર્ષે દિવાળી પર્વે ફટાકડા બજારમાં તેજી પ્રવર્તતી હોય છે. સમગ્ર દેશમાં દિપોત્સવી પર્વનાં સૂર્યાસ્ત બાદ આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે. ઘરોઘર ફટાકડાના અવાજ ગુંજી ઉઠે છે. જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, સૂતરી બોમ્બ, રોકેટ વગેરે પ્રકારના ફટાકડા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વેપારીઓના મતે આ વર્ષે દિવાળીમાં ફટાકડા બજારમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ છે.

આ વર્ષના દિવાળી પર્વે માર્કેટમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ
આ વર્ષના દિવાળી પર્વે માર્કેટમાં ગ્રીન ફટાકડાની ડિમાન્ડ

રેગ્યુલર ફટાકડાની ડિમાન્ડ યથાવત છે

ફટાકડાના વેપારી મહેન્દ્રસિંહ જાડેજાએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક તરફ આ વર્ષે ફટાકડાની નવી વેરાયટી બજારમાં ઉપલબ્દ્ધ નથી. રેગ્યુલર ફટાકડા (Fireworks)ની ડિમાન્ડ યથાવત છે. તેની સાથે ગ્રાહકો ગ્રીન ફટાકડાની ખરીદી વધુ કરી રહ્યા છે. ઓછા પ્રદૂષણ માટે આ ફટાકડાની માગ છે, જેમાં થોડો ભાવ વધારો છે. પર્યાવરણને બચાવવા લોકો ગ્રીન ફટાકડાની ખરીદી વધુ કરી રહ્યા છે. દેવિદેવતાઓના પોસ્ટરવાળા ફટાકડા પર કારખાનાના માલિકોએ જ પાબંધી લગાવી છે. એટલે આ વર્ષે દેવિદેવતાઓના પોસ્ટર વાળા ફટાકડા માર્કેટમા આવ્યા નથી. લોકલ ફોર વોકલ સૂત્રને અનુસરીને ચાઈનીઝ ફટાકડા પણ વેપારીઓએ ખરીદ્યા નથી. એટલે ફટાકડા બજારમાં ભારતીય બ્રાન્ડના અને ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડા જ ઉપલબ્ધ્ધ છે. જેને લોકો વધુ ખરીદી રહ્યા છે.

કોરોનાએ લોકોને પર્યાવરણ પ્રત્યે કર્યા જાગૃત
કોરોનાએ લોકોને પર્યાવરણ પ્રત્યે કર્યા જાગૃત

આ પણ વાંચો: જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

કોરોના મહામારી હતી એટલે ફટાકડા ફોડી નહોતા શક્યા: ગ્રાહક

દેશના ફટાકડાનું કેન્દ્ર ગણાતા શિવાકાસી, અમદાવાદ, સુરત, રાજકોટમાંથી રેગ્યુલર વેરાયટી સાથેના ફટાકડા બજારમાં આવ્યા છે. દર વખત કરતા ભાવમાં 15 થી 25 ટકાનો વધારો છે. 30 રુપિયાથી લઇને 350 રૂપિયા સુધીમાં અનેક સારી વેરાયટીના ફટાકડા ઉપલબ્ધ છે. ફટાકડા ખરીદવા આવેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, દર વખતે દિવાળી પર્વ હોય એટલે ફટાકડા તો ખરીદવા જ પડે છે પરંતુ ગત વર્ષે કોરોના મહામારી હતી એટલે ફટાકડા ફોડી નહોતા શક્યા. આ વખતે બાળકોએ ગ્રીન ફટાકડાની ડિમાન્ડ કરી છે. પર્યાવરણ જાગૃતિ માટે હવે બાળકો જ ઓછા પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પસંદ કરી રહ્યા છે. સાથે જ ફટાકડા બજારમાં ચાઈનીઝ ફટાકડાને વેપારીઓએ તિલાંજલિ આપી છે.

કોરોનાએ લોકોને પર્યાવરણ પ્રત્યે કર્યા જાગૃત
કોરોનાએ લોકોને પર્યાવરણ પ્રત્યે કર્યા જાગૃત

આ પણ વાંચો: જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

ઓક્સિજનની તંગીનો સામનો કર્યા બાદ પર્યાવરણ પ્રત્યે જાગૃત બન્યા છે

ઉલ્લેખનીય છે કે, એકલા વાપીમાં એકથી સવા કરોડ સુધીના ફટાકડા વેચાય છે. જ્યારે સમગ્ર જિલ્લામાં અંદાજે સાડા પાંચ કરોડથી વધુના ફટાકડા (Fireworks) નો વેપાર થતો આવ્યો છે પરંતુ કોરોના મહામારીમાં લોકોએ ઓક્સિજનની તંગીનો સામનો કર્યા બાદ પર્યાવરણ પ્રત્યે જાગૃત બન્યા છે. ગ્રીન ફટાકડાની ડિમાન્ડ વધી છે. કોરોનાનું જોર ઘટતા ફટાકડા બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વખતે દિવાળી પર્વમાં ફટાકડા વિક્રેતાઓના અને ગ્રાહકોના ચહેરા પર તહેવારની ઉત્સાહભેર ઉજવણીનું સ્મિત ફરકતું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.