ETV Bharat / state

જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

author img

By

Published : Nov 2, 2021, 11:46 PM IST

કાળી ચૌદસ(kali chaudas)ના દિવસે કકળાટ કાઢવાનો રિવાજ છે. ચણાના લોટના ભજીયા(ભજીયા અથવા તો અન્ય વાનગી) બનાવીને આખા ઘરમાંથી નજર ઉતારીને પાણીનો લોટો ભરીને ચાર રસ્તે મુકવાના હોય છે. ચાર રસ્તે ભજીયા મુકીને તેની ફરતે પાણીનું ગોળ કુંડાળું કરાય છે, કકળાટ કાઢવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ત્યારે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ શું કહેવામાં આવ્યો છે જાણો..

જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ
જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ

  • ઘરમાંથી નજર ઉતારીને પાણીનો લોટો ભરીને ચાર રસ્તે મુકે છે લોકો
  • ભોગ સ્વરૂપે ચણાના લોટના ભજીયા બનાવીને મૂકવામાં આવે છે
  • ઘરમાં રોગ, દ્વેષ, કકળાટને દૂર કરવા માટે ઉપાય કરાય છે

અમદાવાદ : આસો વદ 14ના રોજ કાળી ચૌદસ(kali chaudas), શ્રય કાળી, ચૌદસ રૂપ નરક, હનુમાનજીની પુજા, નરક ચતુર્દશી, દિપદાન, કાળ ભૈરવ પૂજા, નૈવેધ્ય દિન તરીકે શ્રધ્ધા ભકિત પૂર્વક મનાવામાં આવે છે. ત્યારે કકળાટ કાઢવાનો રિવાજ પણ છે. કાળી ચૌદસના દિવસે લોકો ચાર રસ્તા પર કુંડાળું કરી તેમાં ભજીયા(ભજીયા અથવા તો અન્ય વાનગી) મૂકવામાં આવે છે.

જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

તમામ રક્ષક દેવની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે

જયોતિષી આશિષ રાવલે કહ્યું કે, શાસ્ત્ર અનુસાર આ દિવસે ગ્રહ ગોચરનો પ્રભાવ એવો જોવા મળે છે કે ગમે તે વ્યક્તિની ભારે નજર, ધંધામાં રૂકાવટ આવતી હોય, લાંબા સમયથી માંદગી રહેતી હોય તેમજ કોઈ પણ કામમાં બરકત ન આવતી હોય તો કાળી ચૌદસની રાત્રે મહાકાલી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, મણિભદ્રવીર, નાકોડા ભૈરવ અને સમસ્ત વીર તમામ રક્ષક દેવની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતર દૂર થાય છે. આ દિવસે તમામ નાની-મોટી ફેક્ટરીઓમાં યંત્રની મહાપૂજા, યજ્ઞ કરવા અને સાંજે 6.47થી રાત્રી પર્યંત સુધી ચતુર્દશી ઉપાસના દેવોની આરાધના કરવી સિદ્ધપદ ગણાય છે. હનુમાનજીની ઉપાસના અતિશ્રેષ્ઠ તેમજ હનુમાન ચાલીસાના પાઠ યથાશક્તિ કરવાથી ચોક્કસ માનસિક રાહત લાગશે તેમ જ આયુ-આરોગ્યમાં સુધારો પણ જોવા મળે છે.

ચણાના લોટના ભજીયા એ નવગ્રહનું દાન કહેવાય છે

આશિષ રાવલે વધુમાં કહ્યું કે, આજના આ દિવસે ભોગ સ્વરૂપે ચણાના લોટના ભજીયા બનાવીને આખા ઘરમાંથી નજર ઉતારીને પાણીનો લોટો ભરીને ચાર રસ્તે મુકવામાં આવે છે અને આવો ઉતાર નજીકના ચાર રસ્તે ભજીયા મુકીને તેની ફરતે પાણીનું ગોળ કુંડાળું કરાય છે. કકળાટ કાઢવાની પરંપરા આદિ અનાદી કાળથી ચાલી આવેલી છે. ચણાના લોટના ભજીયા એ નવગ્રહનું દાન કહેવાય છે. સ્ટ્રીટ ડોગ પણ ખાય છે અને ગરીબ સુધી પણ પહોંચે છે. જેથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કકળાટ કાઢવાની પરંપરા છેઃ ભગવતિપ્રસાદ પંડિત

અમદાવાદના જાણીતા પંડિત ભગવતિપ્રસાદ ચૌબીસાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કાળી ચૌદસના દિવસે કાળ ભૈરવની પૂજા થાય છે, અને ચાર રસ્તા હોય તેને ભૈરવ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આપણા ઘરમાં રાગ, દ્વેષ, કકળાટને દૂર કરવા માટે ઉપાય કરાય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કાળી ચૌદસના દિવસે સાંજે વડા બનાવીને ઘરમાંથી વાળીને ચાર રસ્તા પર મુકવા જવાના હોય છે, અને ચાર રસ્તે વડા મુકીને તેની ફરતે પાણીની ધારા કરવાની હોય છે. જેનાથી એવી લોકવાયકા છે કે ઘરમાંથી કકળાટ દૂર થયો. દિવાળીના દિવસોમાં ત્રણ શક્તિની પૂજા થાય છે. ધનતેરસે મહાલક્ષ્મીની પૂજા થાય, કાળી ચૌદશે મહાકાળીની પૂજા થાય અને દિવાળી(Diwali)ના દિવસેમા સરસ્વતીની પૂજા થાય છે. કકળાટ કાઢવાની વાતએ પરંપરા છે અને તે તાંત્રિક વિધિ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ સામેત્રી ગામમાં બેસ્ટ વોટર મેનેમેન્ટ સીસ્ટમને કારણે વર્ષોથી ચાલતો પાણીનો કકળાટ દૂર થયો

આ પણ વાંચોઃ ભજીયા સારા ન બનતા પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે શરૂ કરી તપાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.