ETV Bharat / state

દેશમાં કોલસાની કોઈ અછત નથી : કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન

author img

By

Published : Oct 11, 2021, 7:41 AM IST

Updated : Oct 11, 2021, 4:35 PM IST

વલસાડ જિલ્લાના વાપીમાં વસવાટ કરતા રાજસ્થાની પ્રવાસીઓ અને ખેડૂતોને મળી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ઉપરાંત સરકારની યોજનાઓનો પ્રચાર કરવા વાપીમાં આયોજિત પ્રવાસી સંમેલનમાં આવેલા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશમાં કોલસાની કોઈ અછત નથી.

દેશમાં કોલસાની કોઈ કમી નથી, ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર છે:- કૈલાશ ચૌધરી, કેન્દ્રીય કૃષિપ્રઘાન
દેશમાં કોલસાની કોઈ કમી નથી, ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર છે:- કૈલાશ ચૌધરી, કેન્દ્રીય કૃષિપ્રઘાન

  • દેશમાં કોલસાની કોઈ કમી નથી
  • ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર
  • પ્રવાસી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા કૈલાશ ચૌધરી

વાપી, વલસાડ : તાલુકામાં રાજસ્થાની સમાજ દ્વારા પ્રવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સંબોધવા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરી વાપી આવ્યાં હતાં. વાપીમાં VIA હોલ ખાતે આયોજિત પ્રવાસી સંમેલનમાં રાજ્યપ્રધાને ભાજપ સરકારની ખેડૂત કલ્યાણ યોજનાઓ થકી ખેડૂતોના વિકાસની ગાથા રજૂ કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, "દેશમાં કોલસાની કોઈ કમી નથી, અને હાલમાં ચાલતું ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર છે."

દેશમાં કોલસાની કે, વીજળીની કોઈ સમસ્યા નથી - કૈલાશ ચૌધરી

દેશમાં કોલસાની કોઈ કમી નથી. વીજળીની કોઈ સમસ્યા નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય દેશના અંતિમ છેવાડાના વ્યક્તિને સુવિધા પૂરી પાડવાનું છે. કોરોનામાં મોદી સરકારે સમયસર લોકડાઉન લગાડી વિશ્વના અન્ય દેશોની તુલનાએ મૃત્યુદરને કન્ટ્રોલ કર્યો છે. દેશમાં કોઈ ભૂખ્યો સૂતો નથી અને કોઈ અસુરક્ષિત પણ નથી. તેવું વાપીમાં પ્રવાસી સંમેલનમાં આવેલા રાજસ્થાનના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું.

દેશમાં કોલસાની કોઈ કમી નથી, ખેડૂત આંદોલન રાજકીય ષડયંત્ર છે:- કૈલાશ ચૌધરી, કેન્દ્રીય કૃષિપ્રઘાન

રાજકીય ષડયંત્ર હેઠળ તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું

કૈલાશ ચૌધરીએ વધુમાં કિસાન આંદોલન અંગે જણાવ્યું હતું કે, જે કાનૂન બનાવવામાં આવ્યો છે. તે ખેડૂતોના કલ્યાણ માટે છે. ખેડૂતોની આઝાદી માટે છે. વર્ષોથી ખેડૂતોની જ માંગ હતી કે તેઓને પોતાનો પાક પોતાની મરજીથી અને પોતાના ભાવે વેંચવાની આઝાદી મળે જે અધિકાર આ બિલ થકી આપવામાં આવ્યો છે. પણ રાજકીય ષડયંત્ર હેઠળ તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ખંભે આ બંદૂક ફોડવામાં આવી છે.

દેશના કિસાનો મોદી સરકાર સાથે છે

દેશના કિસાનો મોદી સરકાર સાથે છે. એટલે ખેડૂતોના નામ પર કેટલાક રાજકીય રોટલો શેકવા આ આંદોલન કરી રહ્યા છે. દેશના બધાંજ રાજ્યોમાં નહિ પણ ગણતરીના રાજ્યમાં જ ચૂંટણી હોય રાજકીય લાભ ખાટવા તેવા રાજ્યમાં જ ખેડૂત આંદોલન ચાલે છે. સરકાર તેમની સાથે વાતચીત કરવા હલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

રાજસ્થાની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રાજસ્થાની પ્રવાસીઓ, ખેડૂતોને મળવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા, સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસ રૂપે આ પ્રવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને આસપાસના વિસ્તારમાં રહેતા રાજસ્થાની સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને કેન્દ્રીય રાજ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરી તેમને સાંભળ્યા હતાં.

આ પણ વાંચો ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

આ પણ વાંચો શિવાંશની હાજરીમાં સચિને મહેંદીની હત્યા કરી, 3 દિવસ સુધી રસોડામાં સડતો રહ્યો મૃતદેહ

Last Updated : Oct 11, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.