ETV Bharat / state

વલસાડની પાર નદીમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા, પરિવારે નોંધાવી ગુમ થયાની ફરિયાદ

author img

By

Published : Jan 24, 2020, 5:22 PM IST

Updated : Jan 24, 2020, 8:43 PM IST

ETV BHARAT
પાર નદીમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા, પરિવારે નોંધીવી ગુમ થયાની ફરિયાદ

પારડીના ઉમરસાડી વિસ્તારના રાજેશ ભંડારી ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તે વહેલી સવારે પોતાના નિવાસ સ્થાનેથી બાઈક લઇને નીકળ્યા હતા અને ત્યારબાદ ધરે પરત ફર્યા નહોતા. જેથી ઘરના સભ્યો દ્વારા એમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમની બાઇક પાર નદી નજીકથી મળી આવ્યુ હતુ.

વલસાડ: પારડીના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રહેનારા રાજેશ ભંડારી નામના યુવક પોતાના ઘરેથી વહેલી સવારે બાઇક લઇને નીકળી ગયા હતા અને પરત ઘરે ફર્યા નહોતા. જેથી તેમના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવીને રાજેશ ભંડારીનાી શોધખોળ શરૂ કરી હતી.

પાર નદીમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા, પરિવારે નોંધીવી ગુમ થયાની ફરિયાદ

પાર નદીના જૂના બ્રિજ ઉપર તેઓએ વિશ્રામ લીધો હતો, તેઓ મોર્નિંગ વોક માટે આવેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું. જેથી રાજેશ ભંડારીએ નદીમાં ઝંપલાવ્યાની આશંકા સાથે તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજૂ પોલીસ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Intro:પારડી ના ઉમરસાડી વિસ્તાર ના રહેતા એક આધેડ વય ના વ્યક્તિ વહેલી સવાર થી ઘરે થી બાઇક લઇ ચાલી નીકળ્યા હતા કેટલાક ઘરના રહીશો એ તેમની શોધખોળ કરી તો તેમની બાઇક પારડી પાર નદી નજીક થી મળી અને પાર નદીના જુના બ્રિજ ઉપર તેઓ બેસેલા હતા પણ પછી ક્યાંક ગાયબ થઈ ગયા એવું ત્યાં બ્રિજ ઉપર મોર્નિંગ વોલ્ક માટે આવેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું જોકે નદીમાં તેમણે ઝંપલાવ્યું હોવાની આશંકા ને લઈ પારડી ચન્દ્રપૂરના તરવૈયા ઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરી છે


Body:પારડીના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રહેતા રાજેશ કેશવ ભંડારી નામનો યુવક પોતાના ઘરેથી વહેલી સવારે બાઇક લઇને નીકળી ગયો હતો તેમના ઘરના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે કરશે જોવા મળ્યો ન હતો પરંતુ તે બાદ રાજેશ ની બાઈક પારડી નજીક પાર નદી પાસે બિનવારસી હાલતમાં મળી હતી અને રાજેશ ની ટોપી પાર નદીના જૂના બ્રિજ ઉપર મળી આવતા રાજેશ્રી નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે તો પાર નદીના જૂના બ્રિજ ઉપર ચંદ્રપુર વિસ્તારના કેટલાક લોકો વહેલી સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે રાજેશ પાર નદીના જૂના બ્રિજ પર બેસેલો જોવા મળ્યો હતો પરંતુ તેઓ વોકિંગ કરતા આગળ પહોંચી જતા પરત ફરીને જોયું તો રાજેશ બ્રિજ ઉપર હતો નહીં જેના કારણે તેઓએ પણ રાજેશ દ્વારા નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે જોકે આ ઘટનાને લઈને ચંદ્રપુર ના તરવૈયાઓ દ્વારા નદીના પાણીમાં રાજેશની શોધખોળ હાથ ધરી છે


Conclusion:નોંધનીય છે કે ઉમરસાડી નથી ગુમ થયેલા રાજેશના પરિવારજનોએ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ પારડી પોલીસ મથકમાં હાલમાં આવી જાય અને રાજેશની શોધખોળ હાથ ધરી છે
Last Updated :Jan 24, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.