ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 2 દિવસથી સામાન્ય વરસાદ, રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા

author img

By

Published : Jul 14, 2021, 12:39 PM IST

રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા
રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં આ વર્ષે જૂન-જુલાઈમાં નહિવત વરસાદ (Slight rainfall) વરસ્યો છે. સામાન્ય વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અસહ્ય ઉકળાટથી શહેરીજનો-ગ્રામ્યવાસીઓ તોબા પોકારી રહ્યા છે. ત્યારે 2 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સામાન્ય અમી છંટણા વરસી રહ્યા છે. જેને કારણે મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

  • વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાયા
  • જૂન-જુલાઈમાં સરેરાશ 20 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો
  • સામાન્ય વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

વલસાડ : જિલ્લામાં જૂન-જુલાઈ માસમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના 6 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ (average rainfall) 20 ઇંચથી 13 ઇંચ વચ્ચે નોંધાયો છે. જોકે, સામાન્ય વરસાદ (Slight rainfall)માં પણ જિલ્લાના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાથી રસ્તાઓ બિસ્માર બન્યાં છે.

ચોમાસા દરમિયાન જિલ્લામાં સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ આવે

જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. જોકે, આ વખતે વરસાદ ખેંચાતા ડાંગર-નાગલી, શાકભાજી, કઠોળનું વાવેતર કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે 2 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસતા સારા વરસાદની આશા જાગી છે.

આ પણ વાંચો : Heavy Rain In Porbandar : જિલ્લામાં 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉમરગામ તાલુકામાં સૌથી 20.34 ઇંચ વધુ વરસાદ

જિલ્લાના તમામ 6 તાલુકા મથકમાં જૂન જુલાઈમાં પડેલા વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 20.34 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર તાલુકામાં સૌથી ઓછો 13.77 ઇંચ વરસાદ નોંધાયો છે. એ ઉપરાંત વાપીમાં 17.33 ઇંચ, વલસાડમાં 16.66 ઇંચ, કપરાડામાં 17.02 ઇંચ અને પારડી તાલુકામાં 18.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

મુખ્ય માર્ગો પર ઠેરઠેર પડેલા ખાડાઓમાં પાણી ભરાયા

જિલ્લામાં 2 દિવસથી છુટ્ટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સામાન્ય વરસાદ (Slight rainfall)માં જ મુખ્ય માર્ગો પર ઠેરઠેર પડેલા ખાડાઓમાં પાણી ભરાયા છે. કેટલાક ઠેકાણે વરસાદને કારણે ખાડાઓ પડ્યા છે. આ ખાબોચિયાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. ભારે વરસાદમાં રસ્તાની શુ હાલત થશે તેની ચિંતા સેવી રહ્યા છે.

રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા
રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા

આ પણ વાંચો : ગીર-સોમનાથ: વેરાવળમાં સીઝનનો પ્રથમ ધોધમાર વરસાદ, 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા

સામાન્ય વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

આ વર્ષે જૂન-જુલાઈમાં નહિવત વરસાદ (Slight rainfall) વરસ્યો છે. સામાન્ય વરસાદ (Slight rainfall)ને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અસહ્ય ઉકળાટથી શહેરીજનો-ગ્રામ્યવાસીઓ તોબા પોકારી રહ્યાં છે. જિલ્લાના 6 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ (average rainfall) 20 ઇંચથી 13 ઇંચ વચ્ચે નોંધાયો છે. જોકે, સામાન્ય વરસાદ (Slight rainfall)માં પણ જિલ્લાના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.