ETV Bharat / state

દારૂના ખેપિયાઓની અવનવી તરકીબ, કન્ટેનરમાં ખાનું બનાવી લઇ જવાતો 10 લાખથી વધુનો દારૂ ઝડપાયો

author img

By

Published : Aug 20, 2020, 4:17 PM IST

valsad
વલસાડ

લોકડાઉન હળવું થતાં જ સંઘ પ્રદેશથી ભાવનગર સુધી દારૂ લઇ જવાઈ રહ્યો છે તેવી બાતમી મળતાં એલસીબી દ્વારા એક કન્ટેનર પકડાતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાં ડ્રાઇવરે કેબિનની પાછળના ભાગમાં એક મોટું ખાનું બનાવી 339 બોક્ષ દારૂ ભરી લઇ જતા પોલીસે કન્ટેનર સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

વલસાડ: સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂ લઇ આવવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. દર વખતે પોલીસની નજર ચૂકવીને દારૂ ગુજરાતમાં આવતો હોય છે. પરંતુ તેમ છતાં પણ આવી બાતમી પોલીસને કોઈકને કોઈક સ્થળેથી મળી જતા પોલીસ દ્વારા વાહનો પકડી લેવામાં આવે છે. લોકડાઉન હળવું થતાંની સાથે જ દમણથી ભાવનગર સુધી દારૂ લઇ જવાઈ રહ્યો છે તેવી બાતમી મળતાં એલસીબી દ્વારા એક કન્ટેનર પકડાતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાં ડ્રાઇવરે કેબિનની પાછળના ભાગમાં એક મોટું ખાનું બનાવી 339 બોક્ષ દારૂ ભરી લઇ જતા પોલીસે કન્ટેનર સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

કન્ટેનરમાં મોટું ખાનું બનાવી લઇ જવાતો 10 લાખથી વધુનો દારૂ ઝડપાયો
વલસાડ એસ.ટી.ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ પનારા અને સ્ટાફ સહિતની ટીમ પારડી હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન સેલવાસથી એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેમાં પારડી હાઇવે ઉપર જે બાબતે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી વાળી જગ્યા ઉપર કન્ટેનર આવી પહોંચતા પોલીસે તેને અટકાવી તેની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ કન્ટેનરમાં કેટલાક કોથળામાં ઘેટાનું ઉન ભર્યું હતું. પરંતુ જ્યારે સચોટ બાતમીદાર મારફતે બાતમી મળી હોવાથી આ કન્ટેનરની વધુ તપાસ કરતા કન્ટેનરના કેબિનમાં ડ્રાઇવરની સીટની પાછળના ભાગે એક ચોરખાનું પોલીસને મળી આવ્યું હતું. જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ આ ચોરખાનું જોઈને ચોંકી ઉઠી હતી.

જેમાં પોલીસને આ કન્ટેનરમાંથી દારૂની 239 બોક્સ જેની કિંમત રૂ 10 લાખ 32 હજારનો દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે આ કન્ટેનર સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં દિલીપ સિંહ રાજપુત, રાકેશ સિંહ રાજપુત, કુલદીપસિંહ રાજપૂત આ ત્રણેની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે કન્ટેનર મળી કુલ રૂપિયા 25 લાખ 95 હજારનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી પારડી પોલીસને હવાલે કર્યો છે. જોકે, આ દારૂ સેલવાસથી ભાવનગર સુધી લઇ જવાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

નોંધનીય છે કે કોરોના લોકડાઉન દરમિયાન પણ સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાંથી દારૂની ખેપ મારવા માટે ખેપિયા સક્રિય હતા. તો હાલમાં લોકડાઉન થયા બાદ પણ દારૂની ખેપ કરનારાઓ વધુ સક્રિય બની ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.