ETV Bharat / state

રેતી માફિયા પર રેડ, ખોટી રીતે થતા ખનન પર લગામ ખેંચાઈ

author img

By

Published : Jan 4, 2023, 7:18 PM IST

ખનીજ વિભાગના અધિકારીની રેતી માફિયા પર રેડ, રેતી ખનન કરતા ઝડપી લીધા
ખનીજ વિભાગના અધિકારીની રેતી માફિયા પર રેડ, રેતી ખનન કરતા ઝડપી લીધા

વલસાડમાં ધરમપુર પાસે ખાણ ખનીજ વિભાગે(Department of Mines and Minerals) બે ટ્રક અને એક જેસીબીને તાન નદીમાં ગેરકાયદેસર રેતી ખનન (Division of Minerals Valsad) કરતા ઝડપી લીધા હતા.બાતમીના આધારે ધરમપુરના આવધા નજીકથી પસાર થતી તાન નદીમાં jcb મશીન અને ટ્રક વડે ગેરકાયદેસર રેતી કાઢી રહેલા ઉપર રેડ કરીને સ્થળ ઉપરથી ખાણ ખનીજ વિભાગે એક jcb અને બે ટ્રક કબજે લીધા છે.

વલસાડ ધરમપુર નજીકથી વહેતી તાન નદીમાં છેલ્લા ઘણા સમયથી રેતી માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન રેતી કાઢવા માટે સક્રિય છે. અગાઉ પણ અનેક વખત ધરમપુર મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગ (Division of Minerals Valsad) દ્વારા રેડ કરીને આવા રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા છતાં પણ આ કામગીરી હજુ પણ ચાલી રહ્યી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલી (Department of Mines and Minerals) બાતમીના આધારે ધરમપુરના આવધા નજીકથી પસાર થતી તાન નદીમાં jcb મશીન અને ટ્રક વડે ગેરકાયદેસર રેતી કાઢી રહેલા ઉપર રેડ કરીને સ્થળ ઉપરથી ખાણ ખનીજ વિભાગે એક jcb અને બે ટ્રક કબજે લીધા છે. અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે.

ગેરકાયદેસર રીતે રેતી ખનન ધરમપુરના આવધા ખાતે પસાર થતી તાન નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રક્રિયા ચાલી રહી હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જે અંતર્ગત ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા સ્થળ ઉપર બિન્દાસ્ત પણે કોઈની પણ શરમ વિના ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી હતી. જેમાં સ્થળ ઉપરથી ખનીજ વિભાગના આધિકારીએ બે ટ્રકોમાં જેમાં એક ટ્રકમાં રેતી તેમજ એક ટ્રક ખાલી સાથે એક jcb મશીન કબ્જે લઈ લેવાયુ છે.

આ પણ વાંચો સુરતની અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ, ખાણ ખનીજ વિભાગને ડ્રોનની મદદથી મળી સફળતા

મુદ્દામાલ કબ્જે લેવાયો 25 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો ખાણ ખનીજ વિભાગના અધિકારી વિપુલ ભાઈએ જણાવ્યું કે હાલ કરંજવેરી ખાતે ઝડપાયેલ મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યા છે. ગેરકાયદે રેતી રાજપુરી જંગલ ગામના રહીશ જાનીયા લક્ષુ ઢાઢરની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેની સામે ખાણ ખનીજ વિભાગની ટીમે એક જે સી બી બે ટ્રક મળી અંદાજિત રૂપિયા 25 લાખ થી વધુનો મુદામાલ સિઝ કરી ગેરકાયદે રેતી ખનન કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો રેતી કલાકાર સુદર્શન દુર્ગાનું રેતી શિલ્પ નીહાળો અદભૂત વીડિયો...

નદીના પટમાં થાય છે રેતી ખનન મોડી રાત્રે નદીના પટમાં થાય છે. રેતી ખનન મહત્વનું છે, કે છેલ્લા કેટલાક સમયથી આ બધા નજીકથી પસાર થતી તાન નદીના પટમાં અનેક રેતી માફિયાઓ સક્રિય છે. જેઓ દિવસ દરમિયાન નહીં પરંતુ સાંજે 5:00 વાગ્યા બાદ રેતી ખનન પ્રક્રિયા નો આરામ કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી રાત્રિના અંધકારમાં પણ નદીના પટમાં રહેતી ઉલચવાની પ્રક્રિયા ચાલે છે. જોકે આ સમગ્ર બાબતે હજુ ખાણ ખનીજ વિભાગને વધુ ચોકી પહેરો રાખવાની જરૂર છે. જોકે હાલ તો ખાણ ખનીજ વિભાગે રેડ કરી જેસીબી અને બે ટ્રક કબજે લેતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.