ETV Bharat / state

પારડીના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ માર્યા લાકડાના ફટકા, પતિદેવની ધરપકડ

author img

By

Published : Jun 12, 2021, 2:27 PM IST

પારડી તાલુકાના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ અરનાલા ગામે સાસરે આવવાની ના પાડતા પતિએ લાકડાનો ફટકો મારતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પત્નિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મારઝૂડ કરનાર પતિની આજ રોજ ધરપકડ કરી હતી.

પારડીના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ માર્યા લાકડાના ફટકા
પારડીના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ માર્યા લાકડાના ફટકા

  • પત્નિને મથાના ભાગે ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઇ
  • પત્નિને મારઝૂડ કરી માનસિક ત્રાસ આપનાર આરોપી પતિની ધરપકડ
  • ભાભી સાથે નોકરી પર જતી વેળાએ પતિએ માર્ગમાં રોકી

વલસાડઃ ગોઇમા ગામે પિયરમાં રહેતી અમિતા તેની ભાભી નીલમ પટેલ સાથે દમણ નોકરી પર જવા નીકળી હતી. ત્યારે તેના પિયરના ઘર નજીક રસ્તામાં પતિ શૈલેષે તેમની પત્નિ અમિતા અને તેની ભાભીને રોકી હતી અને અમિતાને મારી સાથે ઘરે ચાલ એમ કહ્યું હતું. તે સામે અમિતાએ ખોટી રીતે મારઝુડ કરો છો, તેથી કંટાળી જઈ સાથે આવવાની ના પાડતા શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડા વડે અમિતાને લાકડા વડે માર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ જામનગર: કોવિડ હોસ્પિટલમાં બે સફાઈ કામદાર મહિલાઓને માર મારવામાં આવ્યો

પત્ની ને માર મારી પતિ થયો ગયો હતો ફરાર

પતિ પત્નિની બબાલમાં ભાભી નીલમ વચ્ચે પડતા તેને પણ લાકડા વડે માર મારતા અમિતા લોહીલુહાણ થઇ ગઈ હતી. જેને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે, પત્નિને માર માર્યા બાદ શૈલેષ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

પારડીના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ માર્યા લાકડાના ફટકા
પારડીના ગોઇમા ગામે પિયરમાં રહેતી પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ માર્યા લાકડાના ફટકા

આ પણ વાંચોઃ ભાવનગરમાં મેણા ટોણા મારી જાનથી મારી નાખવાની સાસરિયા સામે મહિલાની ફરિયાદ

જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

માર્ગમાં પત્નિને રોકી માર માર્યોને તે બાદ, જતા જતા તું મારી સાથે નહિ આવે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ઇજાગ્રસ્ત પત્નિએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા આજે પારડી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. આમ પત્નિને માર્ગમાં રોકી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારની પારડી પોલીસે ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.