ETV Bharat / state

Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ

author img

By

Published : Dec 29, 2021, 7:37 PM IST

વલસાડ જિલ્લામાં વર્ષ 2010-11ની સરખામણીએ 2019-20માં માછલીનું ઉત્પાદન (Fish Production In Valsad) વધ્યું છે. માછલીનું ઉત્પાદન વધવા છતાં મત્સ્ય બંદરો (fishing ports in valsad gujarat)નો જોઇએ તેવો વિકાસ થયો નથી. જિલ્લામાં 2019-20માં 9,89,69,605 કિલોગ્રામ માછલીનું ઉત્પાદન થયું છે.

Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ
Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ

વાપી: વલસાડ જિલ્લામાં 73,000 માછીમારો (fishermen in valsad gujarat) છે, જેમાંથી 22,000 માછીમારો સક્રિય માછીમારો છે. જિલ્લામાં કુલ 18 પૈકી 16 સક્રિય મત્સ્ય બંદરો (Active fishing ports in valsad gujarat) છે. જ્યાંથી 1500 જેટલી બોટ દરરોજ અરબ સાગરમાં ફિશિંગ (fishing in the arabian sea valsad ) માટે જાય છે. એ ઉપરાંત ઝીંગા તળાવો છે. વલસાડ જિલ્લામાં મચ્છીનું વાર્ષિક ઉત્પાદન (Annual production of fish in valsad) 9થી 10 કરોડ કિલોગ્રામ છે. ઝીંગા તળાવ થકી 672 મેટ્રિક ટન ઉત્પાદન મેળવવામાં આવે છે.

હજારો ટન મચ્છીનું ઉત્પાદન પણ મત્સ્ય બંદરોનો વિકાસ નથી થયો

આ દરિયાકાંઠા પર ઉમરગામ (umargam fishing port), નારગોલ, ઉમરસાડી, મરોલી, ખતલવાડા, દાંતી જેવા મહત્વના મત્સ્ય બંદરો છે.
આ દરિયાકાંઠા પર ઉમરગામ (umargam fishing port), નારગોલ, ઉમરસાડી, મરોલી, ખતલવાડા, દાંતી જેવા મહત્વના મત્સ્ય બંદરો છે.

વલસાડ જિલ્લો અરબ સાગરને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લા પાસે 70 કિલોમીટરનો દરિયાકાંઠો (coast in valsad district gujarat) છે. આ દરિયાકાંઠા પર ઉમરગામ (umargam fishing port), નારગોલ, ઉમરસાડી, મરોલી, ખતલવાડા, દાંતી જેવા મહત્વના મત્સ્ય બંદરો છે. જ્યાંથી વર્ષે હજારો ટન માછલીઓનું ઉત્પાદન થતું હોવા છતાં પણ તેનો જોઈએ તેવો વિકાસ થયો નથી. છેલ્લા 10 વર્ષમાં અહીં મચ્છીનું ઉત્પાદન વધ્યું છે તેવું ફિશરીઝ વિભાગના આંકડા પરથી ફલિત થયું છે.

2010થી 2020 દરમિયાન થયેલું વાર્ષિક ઉત્પાદન

આંકડાકીય માહિતી મુજબ મચ્છીમારી ક્ષેત્રે થતું ઉત્પાદન સતત વધ્યું છે.
આંકડાકીય માહિતી મુજબ મચ્છીમારી ક્ષેત્રે થતું ઉત્પાદન સતત વધ્યું છે.

વલસાડ જિલ્લામાં વર્ષ 2010થી વર્ષ 2020 સુધીમાં વલસાડ ફિશરીઝ વિભાગ (fisheries department valsad) તરફથી આપેલી આંકડાકીય માહિતી મુજબ મચ્છીમારી ક્ષેત્રે થતું ઉત્પાદન સતત વધ્યું છે, જેમાં જિલ્લાના કુલ 16 સક્રિય મત્સ્ય બંદર થકી થયેલા વાર્ષિક ઉત્પાદનની વાત કરીએ તો વર્ષ 2010-11માં 8,74,97,405 કિલોગ્રામ, 2011-12માં 8,75,93,597 કિલોગ્રામ, 2012-13માં 8,84,74,637 કિલોગ્રામ, 2013-14માં 9,28,61,490 કિલોગ્રામ, 2014-15માં 9,28,30,784 કિલોગ્રામ, 2015-16માં 9,32,73,515 કિલોગ્રામ, 2016-17માં 9,36,50,741 કિલોગ્રામ, 2017-18માં 9,12,78,064 કિલોગ્રામ, 2018-19માં 9,44,23,190 કિલોગ્રામ, 2019-20માં 9,89,69,605 કિલોગ્રામ ઉત્પાદન થયું છે.

ઉમરસાડી બંદરે સૌથી વધુ ઉત્પાદન

જિલ્લાના ઉમરસાડી મત્સ્ય બંદરે (umarsadi fishing port) દર વર્ષે સૌથી વધુ ઉત્પાદન થયું છે. ઉમરસાડી બંદરે વર્ષ 2010માં અંદાજીત 1,05,15,105 કિલોગ્રામ ઉત્પાદન થયું હતું. વર્ષ 2014-15માં 1,47,13,822 કિલોગ્રામ, જ્યારે વર્ષ 2019-20માં 1,45,63,700 કિલોગ્રામ ઉત્પાદન થયું હતું.

ઉમરગામ તાલુકાના બંદરો પર પણ ઉત્પાદન વધ્યું

એ જ રીતે ઉમરગામ બંદરે વર્ષ 2010-11માં 69,20,757 કિલોગ્રામ માછલીનું ઉત્પાદન હતું. વર્ષ 2013-14માં વધીને 1,30,28,416 કિલોગ્રામ પર પહોંચ્યું હતું અને વર્ષ 2019-20માં 1,20,97,336 કિલોગ્રામ રહ્યું હતું. ખતલવાડા બંદર ખાતે 2010-11માં 67,29,583 કિલોગ્રામ ઉત્પાદન નોંધાયું હતું, જે 2015-16માં 72,97,095 કિલોગ્રામ પર અને વર્ષ 2019-20માં 86,53,760 કિલોગ્રામ રહ્યું હતું. નારગોલ બંદરે 2010માં 61,97,295 કિલોગ્રામ મચ્છીનું ઉત્પાદન થયું હતું. 2013-14માં 85,70,570 કિલોગ્રામ, જ્યારે વર્ષ 2019-20માં 1,01,39,674 કિલોગ્રામ પર પહોંચ્યું હતું.

ઉત્પાદન સામે ઓછો ભાવ

અન્ય મત્સ્ય બંદરો પર પણ વર્ષ 2010ની તુલનાએ વર્ષ 2020 સુધીમાં ઉત્પાદન વધ્યું છે.

અન્ય મત્સ્ય બંદરો પર પણ વર્ષ 2010ની તુલનાએ વર્ષ 2020 સુધીમાં ઉત્પાદન વધ્યું છે. જો કે તેની સામે સતત વધતા ડીઝલના ભાવ, ખલાસીઓના પગારભથ્થા, બોટનું મેઇન્ટેનન્સ, જાળના ખર્ચ અને વધુ ઉત્પાદન સામે ઓછો ભાવ સરવાળે સાગરખેડુઓ માટે માછીમારીનો વ્યવસાય નફાકારક ઓછો અને ખર્ચાળ વધુ નીવડી રહ્યો છે.

આ પણ વાંચો: earthquake In Dadra Nagar Haveli Palghar: વલસાડ-પાલઘર સરહદએ 3.6 અને 2.2ના ભૂકંપના આફ્ટર શોક, લોકોમાં અફરાતફરી

આ પણ વાંચો: Murder In Kaparada: કપરાડાના આસલોના ગામમાં પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ યુવકની કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.