ETV Bharat / state

નાણાપ્રધાન કનુ દેસાઈનું વાપીમાં સ્વાગત, 2024ની તૈયારી કરવાનું નાણાપ્રધાને કર્યું આહવાન

author img

By

Published : Dec 17, 2022, 1:25 PM IST

Updated : Dec 17, 2022, 1:46 PM IST

કનુ દેસાઈનું વાપીમાં સ્વાગત
કનુ દેસાઈનું વાપીમાં સ્વાગત

ગુજરાત રાજ્યમાં બીજીવાર કેબિનેટ પ્રધાન(cabinet minister kanu desai) બનેલા પારડી વિધાનસભાના(pardi assembly seat) ધારાસભ્ય કનુભાઈ દેસાઈ(kanu desai mla bjp pardi assembly seat) શુક્રવારે વાપી આવ્યા હતાં. વાપીમાં તેમના કાર્યાલય પર ભાજપના કાર્યકરોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું (kanu desai grand welcome in vapi)હતું. કનુભાઈ દેસાઈએ સૌનો આભાર માની જીત બાદ લોકોની અપેક્ષામાં ખરા ઉતરવા જણાવ્યું હતું.

ફટાકડા ફોડી કનુભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

વાપી: ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ફરી એકવાર પારડી વિધાનસભાના(pardi assembly seat) ધારાસભ્ય કનુભાઈ દેસાઈને(cabinet minister kanu desai) નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો હવાલો સોંપ્યા બાદ શુક્રવારે કનુભાઈ દેસાઈ વાપી (kanu desai mla bjp pardi assembly seat)આવ્યાં હતા. જ્યાં પારડી-વાપીના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું(kanu desai grand welcome in vapi) હતું. સ્વાગત કાર્યક્રમમાં કનુભાઈએ (kanu desai mla bjp pardi assembly seat)આ જીત અપાવવા બદલ સૌનો આભાર માની હવે 2024ની તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું હતું.

ફોટો ફ્રેમ આપીને સ્વાગત
ફોટો ફ્રેમ આપીને સ્વાગત

ફટાકડા ફોડી કનુભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું: ગુજરાત વિધાનસભામાં ભાજપે જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે. જે બાદ ફરી એકવાર ભુપેન્દ્ર પટેલની સરકારમાં વલસાડ જિલ્લાની પારડી બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો હવાલો સોંપાયો છે. કેબિનેટ પ્રધાન બન્યા બાદ કનુભાઈ શુક્રવારે વાપીમાં આવ્યા હતાં. વાપીમાં ભાજપના કાર્યકરો, તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રમુખ, પ્રતિનિધિઓએ ફટાકડા ફોડી વિવિધ ભેટ સોગાદ આપી કનુભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

કાણું દેસાઈને લોકો દ્વારા સ્વાગત
કાણું દેસાઈને લોકો દ્વારા સ્વાગત

આ પણ વાંચો હવે પાટીલ કરશે દેશસેવા, કટલરીની લારી ચલાવનારા પુત્રએ સોશિયલ મીડિયાના સહારે પાસ કરી NDAની પરીક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટું મેન્ડેટ આપ્યું છે: કાર્યકરોએ આપેલા અભિનંદન બાદ કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરોએ અને ગુજરાતની જનતાએ ભાજપના 27 વર્ષના શાસનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટું મેન્ડેટ આપ્યું છે. જેને દરેક કાર્યકર ગંભીરતાથી લે તે જરૂરી છે. લોકોએ જે અપેક્ષા ભાજપ પર રાખી છે તે અપેક્ષા પરિપૂર્ણ કરવાનું આ મોટું અભિયાન છે. જેના માટે ભાજપે તૈયારી કરી લીધી છે. કનુભાઈ દેસાઈએ કાર્યકરોને આહવાન કર્યું હતું કે હવે અત્યારથી જ 2024ની તૈયારીમાં લાગી જવાનું છે. પ્રજાએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો છે.

વિકાસના કામો થાય તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મીડિયા સાથેની વાતચિતમાં વલસાડ જિલ્લાની જનતાનો આભાર માન્યો હતો. પત્રકારો એ પણ હંમેશા સાથે રહી દરેક કાર્યમાં પોતાની ફરજ નિભાવી છે તે બદલ તેમને પણ ધન્યવાદ આપ્યા હતા. આટલું મોટું મેન્ડેડ મળ્યા બાદ આ બાબતને ગંભીરતાથી લેતા તેમણે જણાવ્યું હતું કે લોકોની અપેક્ષા ને પરિપૂર્ણ કરવાનું મોટામાં મોટું અભિયાન છે. એ માટે ભાજપે તૈયારી કરી લીધી છે. જે સંકલ્પ પત્ર આપ્યો છે તે સાથે દરેક યોજનાનો લાભ અને વિકાસના કામો થાય તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો ભાજપના નેતાઓ આજે રાજ્યપાલને આપશે આવેદનપત્ર, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનનો ઉગ્ર વિરોધ

વલસાડ જિલ્લામાં આ પહેલા જ ઘણા કામ થયા છે. રસ્તા, પાણીની સુવિધાઓ ના કામ થઈ ચૂક્યા છે આગામી દિવસોમાં વિકાસને લગતા વધુ કામો જેવા કે, બાગ બગીચા, લાયબ્રેરી અને પ્લેગ્રાઉન્ડ જેવા કામો કરવામાં આવશે. તો વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે આગામી દિવસોમાં કેવો પ્રયાસ કરવામાં આવશે? તેવા સવાલના જવાબમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બધા જ પ્રયાસો થશે અને બધું જ થશે, જેવો સમય આવે, સમય થાય ત્યારે તે આકાર લેશે અને આ પ્રકારનું આયોજન ધ્યાનમાં છે.

ફૂલના બુકે આપીને સ્વાગત
ફૂલના બુકે આપીને સ્વાગત

ઉલ્લેખનીય છે કે કનુભાઈ દેસાઈ આ પહેલાની ટર્મમાં પણ નાણાપ્રધાન હતાં. અને ફરી એ જ હવાલા સાથે કેબિનેટ પ્રધાન બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. તેના સ્વાગત માટે વાપી, પારડી, નોટિફાઇડના ભાજપ કાર્યકરો, વાપી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો, તાલુકાના ચુંટાયેલા પ્રમુખ, હોંદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Last Updated :Dec 17, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.