ETV Bharat / state

કટલરીની લારી ચલાવતા પિતાના પુત્રએ સોશિયલ મીડિયાની મદદથી NDAની પરીક્ષા પાસ કરી

author img

By

Published : Dec 17, 2022, 11:25 AM IST

Updated : Dec 18, 2022, 3:17 PM IST

હવે પાટીલ કરશે દેશસેવા, કટલરીની લારી ચલાવનારા પુત્રએ સોશિયલ મીડિયાના સહારે પાસ કરી NDAની પરીક્ષા
હવે પાટીલ કરશે દેશસેવા, કટલરીની લારી ચલાવનારા પુત્રએ સોશિયલ મીડિયાના સહારે પાસ કરી NDAની પરીક્ષા

સુરતમાં કટલરીની લારી ચલાવનારા વેપારીના પુત્રએ NDAની પરીક્ષા (NDA Exam cracked by Surat Young Man) પાસ કરી લીધી છે. આ સાથે જ તે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ બની (Surat Young Man became Indian Army colonel) ગયો છે. એટલે હવે તે દેશની સેવા કરશે.

સુરત દેશભરમાંથી હજારો યુવાનો દેશની સેવા કરવા માટે ભારતીય સેનામાં જોડાતા હોય છે. આવી જ રીતે સુરતમાં નવાગામ વિસ્તારમાં (Navagam area surat) રહેતો 18 વર્ષીય યુવાન દેવેન્દ્ર પાટીલ પણ ભારતીય સેનામાં (Indian Army) જોડાશે. એટલે હવે તે દેશની સેવા કરશે. આ યુવાનની નેશનલ ડિફેન્સ એકેડમીમાં (NDA Exam cracked by Surat Young Man) પસંદગી થઈ છે. સુરત માટે ગૌરવની વાત એ છે કે, કટલરીની લારી ચલાવનારા પુત્રની પસંદગી ભારતીય (Surat Young Man became Indian Army colonel) સેનામાં થઈ છે.

આ પણ વાંચોઃ સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ક્રિકેટ રમીને ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ

સુરત શહેર માટે ગૌરવની વાત: સુરત માટે ફરી એક વખત ગૌરવની શીખરે પહોચ્યું છે. કહેવામાં આવે છે કે, કરેલી મહેનત ક્યાંય જતું નથી. આજે કોઈ પણ ક્ષેત્રમાં જો મહેનત કરીએ તો તેની સફળતા જરૂર મળે છે. આ જ રીતે આજે સુરત શહેર માટે ગૌરવની વાત સામે (Surat Young Man became Indian Army colonel) આવી છે.

દેવેન્દ્ર પાટીલે સરકારી મરાઠી શાળામાં ધોરણ 1થી 10 સુધી અભ્યાસ કર્યો હતો દેવેન્દ્ર પાટીલનું પરિવાર વર્ષોથી સુરતમાં સ્થાયી છે. તેઓ મૂળ તો મહારાષ્ટ્રના વિચુર ગામના વતની છે. દેવેન્દ્ર પાટીલ નવાગામ વિસ્તારના મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti surat ) સરકારી મરાઠી શાળામાંથી (Govt Marathi School) ધોરણ 1થી 10 સુધી અભ્યાસ પૂર્ણ કરી તેઓ NDA પરીક્ષાની તૈયારી છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા હતા.

2 વર્ષથી NDA પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો આ બાબતે સફળતાના શિખરે પહોંચેલા (NDA Exam cracked by Surat Young Man) દેવેન્દ્ર પાટીલે જણાવ્યું કે, મને નાનપણથી જ ભારતીય સૈન્યમાં (Indian Army) જવાનો ખૂબ જ શોખ હતો. એની માટે મેં ઇન્ડિયન આર્મી ઉપર બનાવવામાં (Surat Young Man became Indian Army colonel) આવેલી ઘણી બધી ફિલ્મો જોઈ છે. આવી ફિલ્મો જોતા જ મને ઉત્સાહ નો કરન્ટ લાગી જતો હતો. છેલ્લા 2 વર્ષથી NDA પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અને આ પરીક્ષાની તૈયારી કરવા માટે ગણિત અને અંગ્રેજી વિષય પાકા કરવા ખૂબ જરૂરી હતા. જેથી મેં સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી આંકડાની રમત શીખ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના યુટ્યૂબના માધ્યમથી હું પોતે ગણિત વિષયમાં મહેનત કરી આંકડાઓની રમત શીખ્યો છું. તે ઉપરાંત અંગ્રેજી વિષય પાકુ કરવા માટે હું રેગ્યુલર ક્લાસીસ જતો હતો. ક્લાસ કર્યા બાદ ઘરે આવી હું પોતે જાતે જ અરીસાની સામે બેસીને અંગ્રેજીમાં સંવાદ કરતો હતો. જોકે આ રીતે કરવા થી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી (NDA Exam cracked by Surat Young Man) ગયો હતો.

આ પણ વાંચોઃ સુરતની એન્જિનિયર 41 વર્ષની ઉંમરે સિંગલ મધર બની, જોડિયા બાળકને આપ્યો જન્મ

દરરોજના 15થી 17 કલાક જેટલું વાંચન કરતો હતો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ પરીક્ષામાં ગણિત અને અંગ્રેજીની પરીક્ષા (NDA Exam cracked by Surat Young Man) સાથે શારીરિક ક્ષમતા અને માનસિક સંતુલન પણ ખૂબ જ જરૂરી હોય છે. તેની માટે હું દરરોજ સવારે વ્યાયામ (Surat Young Man became Indian Army colonel) કરતો હતો. તે ઉપરાંત એક થી દોઢ કલાક સુધી રનિંગ ની પ્રેક્ટિસ કરતો હતો. ત્યારબાદ દરરોજના 15 થી 17 કલાક જેટલું વાંચન કરતો હતો.સૌથી પહેલા તો મને આ બધું કરવું ખૂબ જ અઘરું લાગતું હતું પરંતુ ધીરે ધીરે મને આની આદત પડી ગઈ અને આજે મેં NDA ની પરીક્ષામાં સફળતા મળી છે.

પરિવારની મહેનત રંગ લાવી તેમણે જણાવતા કહ્યું હતું કે, મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય (NDA Exam cracked by Surat Young Man) હોવાને કારણે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય તે માટે અને મારાં અભ્યાસ ઉપર કોઈ આર્થિક પડકાર ન થાય તે માટે મારાં મોટા ભાઈ વિશાલે પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરી ચાલુ કરી છે. આ સફળતા પાછળ મારી મહેનત તો છે જ પરંતુ મારા મોટાભાઈ અને મારા પરિવારની પણ ખૂબ જ (Surat Young Man became Indian Army colonel)મહેનત છે.

હું એટલું જ કહીશ કે, કોઈપણ ક્ષેત્રમાં મહેનત કરવાથી સફળતા મળે જ છે આ બાબતે દેવેન્દ્ર પાટીલના પિતા (NDA Exam cracked by Surat Young Man) સંજય પાર્ટીલે જણાવ્યું કે, હું ગામ થી સુરત આવ્યો ત્યારે એમ વિચાર કર્યો હતો કે, મારાં બંને પૂત્રોમાંથી એક પૂત્ર મારી સાથે લારી ચાલવશે. પરંતુ આજે હું ખૂબ જ ગૌરવ અનુભવ કરી રહ્યો છું. મને મારા પુત્ર દેવેન્દ્ર ઉપર ખૂબ જ ગર્વ છે.આજે મારાં ગામમાં મારું નામ રોશન થઇ ગયું છે. હું એટલું જ કહીશ કે, કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરવાથી સફળતા મળે જ છે.

Last Updated :Dec 18, 2022, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.