ETV Bharat / state

સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ

author img

By

Published : Dec 20, 2020, 8:30 PM IST

Updated : Dec 20, 2020, 9:37 PM IST

વલસાડ જિલ્લાના વાપી નજીક સલવાવ ગામે રવિવારે વહેલી સવારે ગાદલાના એક ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના 4 ભંગારના ગોડાઉનને અડફેટે લીધા હતા. આગ પર ફાયર વિભાગે 6 લાખ લિટર જેટલો પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો છે. પણ આગથી ઉઠતા ધુમાડાથી લોકોની પરેશાની ઓછી થઈ નથી. તો આગ જે કુલ 6 ગોડાઉનમાં લાગેલી તે તમામ ગેરકાયદેસર હતા. એક પણ ગોડાઉન માલિકે ગ્રામપંચાયતમાંથી તેની મંજૂરી મેળવી નથી.

સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ
સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ

  • વાપી નજીક સલવાવમાં ગેરકાયદેસર ગોડાઉનમાં આગ
  • આગના ધુમાડાથી આસપાસના લોકો પરેશાન
  • ફાયર વિભાગે અંદાજીત 6 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો

વલસાડઃ જિલ્લાના વાપીના સલવાવ ગામે ગાદલાના અને ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યા બાદ 6 જેટલા ગોડાઉનમાં રહેલો લાખોનો ભંગાર અને ગાદલા બળીને ખાખ થયા છે. સતત 12 કલાક બાદ પણ આગને કારણે ઉઠતો ધુમાડો શમ્યો નથી. નવાઈની વાત તો એ છે કે, આગની ઘટનામાં ખાખ થયેલા ગોડાઉન ગેરકાયદેસર હતા. આગને બુઝાવવા ફાયર વિભાગે અંદાજીત 6 લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો છે અને હજુ પણ પાણીનો મારો ચાલુ છે.

સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ

સલવાવમાં ગેરકાયદેસર ધમધમતા અને આગને હવાલે થયેલા આ ગોડાઉનમાં આગના કારણો અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સૌ પ્રથમ અહીં અંકલેશ્વરની KURLON નામની ગાદલાની કંપનીમાંથી રિજેક્ટ ગાદલા અહીંનો દેવીલાલ જયસ્વાલ મંગાવતો હતો. જેને રિપ્રોસેસ કરી વેચતો હતો. જેમાં અગમ્ય કારણોસર આગ ભભૂક્યા બાદ આગના વિકરાળ સ્વરૂપે નજીકમાં આવેલ ભંગારના ગોડાઉનને પોતાની ચપેટમાં લીધું હતું.

સૌ પ્રથમ ગાદલાના ગોડાઉનમાં લાગી હતી આગ

દેવીલાલ જયસ્વાલના ગોડાઉન ફેલાયેલી આગ સોએબ નામના ભંગારીયાના ગોડાઉનને અને તે બાદ અન્ય બે ભંગારીયાઓના ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ એકાદ એકરમાં પથરાયેલ 6 ગોડાઉનમાં પ્રસરી હતી. જેને બુઝાવવા વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ, સરીગામ, ઉમરગામ, વલસાડના ફાયર વિભાગને જાણ કરતા તમામ સ્થળેથી મળીને કુલ 50 વોટર બ્રાઉઝરના ફેરા સાથે અંદાજીત 6 લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ હજુ પણ ધુમાડાના ગોટેગોટા શમ્યા નથી અને પાણીનો મારો ચાલુ છે.

સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ
સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ

GPCBના અધિકારીઓએ તપાસ હાથ ધરી

આગની ઘટના બાદ GPCBના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનું કારણ તેમજ આગમાં કયા પ્રકારનું મટિરિયલ સળગ્યું છે? તે ક્યાંથી? કોના દ્વારા મંગાવવામાં આવે છે? તે અંગે તપાસ હાથ ધરી છે. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ આગની આવી ઘટનાઓમાં NGTના આદેશ મુજબ સ્થાનિક પંચાયત 25 હજારનો દંડ ફટકારી શકે છે. જ્યારે ગોડાઉનો લની પરમિશન અંગે સલવાવ ગામના સરપંચ અંજના સંજય પટેલના જણાવ્યા મુજબ પંચાયત તરફથી કોઈ પરમિશન અપાય નથી, એટલે આ તમામ ગોડાઉનો ગેર કાયદેસર રીતે ધમધમતા હતા.

સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ
સલવાવ આગઃ ફાયરે 12 કલાકમાં 6 લાખ લીટર પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડાથી લોકો ત્રાહિમામ

ગેરકાયદેસર ગોડાઉન સામે પંચાયતના આંખ આડા કાન

ટૂંકમાં આગમાં હવાલે થયેલા અને લાખોનું નુકસાન કરાવનારા ગોડાઉનો ગેરકાયદેસર હોવા છતા સ્થાનિક પંચાયતે કે GPCB કે અન્ય વિભાગે તેમની સામે કોઇ કાર્યવાહી કરી નહોતી અને આંખ આડા કાન કર્યા હતા. જેઓ હવે આગની ઘટના બાદ પોતાના બચાવમાં એકબીજાને ખો આપી રહ્યા છે.

Last Updated : Dec 20, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.