ETV Bharat / state

Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું

author img

By

Published : Feb 28, 2022, 8:53 PM IST

ધરમપુરમાં ડેમ (Tapi Narmada River Link Project) વિરોધ અંગે (Dam protest in Dharampur)આદિવાસી સમાજે બીરસા મુંડા સર્કલ રેલીનું આયોજન કરાયું હતું. ડેમને લઇને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની વિશાળ રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યૂ સાથે અનંત પટેલે આવેદન પત્ર આપ્યું
Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની વિશાળ રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યૂ સાથે અનંત પટેલે આવેદન પત્ર આપ્યું

વલસાડ: ધરમપુરમાં ડેમ વિરોધ અંગે આજે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં ધરમપુરના અસુરા સર્કલ પાસે એકત્ર થઈ રેલી સ્વરૂપે નીકળી તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીને આવેદન સોંપ્યું હતું. ધરમપુરમાં ચાસ માંડવા અને પૈખેડમાં સૂચિત ડેમ બનનાર છે. ધરમપુર અને ડાંગમાં બનનાર સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ધરમપુરના ચાસમાંડવા અને પૈખેડ ખાતે અનેક લોકો વિસ્થાપિત થવાની શકયતાને લઇને આદિવસીસમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ધરમપુર વાવ સર્કલ ખાતેથી વિરોધ રેલી યોજીને આવેદનપત્ર (Statement of the Local Minister) આપવા વિરોધ રેલીની જાહેરાત વિવિધ આદિવાસી સંગઠન (Tribal organization) દ્વારા કરવામાં આવી હતી.

આદિવાસી સંગઠન અને અનંત પટેલની આગેવાનીમાં આવેદન

આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ,તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ,સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીથી અભિનવ ડેલકરની હાજરીમાં સેંકડોની જનમેદની સાથે આજે બીરસા મુંડા સર્કલેથી એક વિશાળ રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રોડ ઉપર આવી રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કર્યો હતો.

રમપુરમાં ડેમ વિરોધની વિશાળ રેલીમાં લોકોનું ઘોડાપુર

આ પણ વાંચો: વડોદરામાં ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે ઓવરબ્રિજ બનતા વિવાદ સર્જાયો

સ્થાનિક પ્રધાનને અંગ્રેજી ન આવડતું હોવાનું નિવેદન આપ્યું અનંત પટેલે

અનંત પટેલે જણાવ્યું કે નિર્મલા સીતારમન એ કેન્દ્રની યોજના હોવાનું જણાવ્યું છે કે અહીંના નેતા કે ધારાસભ્યને સમજ પડી ન હોય એટલે કદાચ તેઓ આગળ નહીં આવ્યાં. છતાં અમે કોઈ રાજકારણ નથી કરતા. આદિવાસીની પડખે છીએ અને ડેમનો એક પણ પથ્થર મુકવા નહીં દઈએ તેમ જણાવ્યું હતું.

ડેમના વિરોધ અંગે મોટી જનમેદની ઉમટી
ડેમના વિરોધ અંગે મોટી જનમેદની ઉમટી

રેલીનું સમાપન

ડેમના વિરોધ માટે વિશાળ જનમેદની ઉમટી (Birsa Munda Circle) હતી. જેને જોતાં લોકોમાં ડેમનો ભારે વિરોધ હોવાનું ફલિત થયું હતું. તાલુકા પંચાયત પર પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ બાબાસાહેબ આંબેડકર સર્કલ પ્રતિમાને (Baba Saheb Ambedkar Circle Statue) હારતોરા કર્યા બાદ રેલી પૂર્ણ થઈ હતી.

આ પણ વાંચો: બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.