ETV Bharat / state

પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પ યોજાયો

author img

By

Published : Sep 18, 2020, 4:30 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 14 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઇ દેસાઇએ હાજરી આપી હતી.

etv bharat
પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનના જન્મ દિનના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પ યોજયો

વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે પૈકી પારડી નગરમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ કોરોના વોરિયર્સનું સન્માન તેમજ શુક્રવારે ધીરુભાઈ સત્સંગ હોલમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

etv bharat
પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનના જન્મ દિનના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પ યોજયો

યુવાનોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક તરફ દરેક કામકાજ મૂકીને દેશસેવા તરફ જોડાયા છે ત્યારે તેઓના માર્ગદર્શનમાં તેઓની કેડીએ ચાલતા કાર્યકર્તાઓ પણ સેવાકીય કામગીરી કરવા માટે તત્પર બન્યા છે અને આજે રક્તદાન કરીને અન્યનો જીવ બચાવવાની અનોખી સેવા કરી તેમણે ગર્વ અનુભવ્યો હતો.

etv bharat
પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનના જન્મ દિનના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પ યોજયો
રક્તદાન શિબિરમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઇ દેસાઇ પારડી શહેર ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ નગર પાલિકા પ્રમુખ હસમુખભાઇ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પ યોજાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.