ETV Bharat / state

પારડી હાઇવે પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત, એકનું મોત

author img

By

Published : May 11, 2020, 2:30 PM IST

વલસાડમાં નેશનલ હાઇવે-48 પર પારડી ખાતે રવિવારની સાંજે ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

પારડી હાઇવે ઉપર ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત
પારડી હાઇવે ઉપર ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

વલસાડઃ નેશનલ હાઇવે-48 પર પારડી ખાતે રવિવારની સાંજે ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે પટેલ ફળિયામાં રહેતા દીપકભાઈ મહેન્દ્રભાઈ વોરા જેઓ પોતાની ઇકો કાર લઈને જૂનાગઢ ખાતે ગયા હતા. જૂનાગઢમાં પોતાનું કામગીરી પૂર્ણ કરી તેઓ પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે ગત સાંજે પાડી નેશનલ હાઇવે પર આવેલા પારડી ઓવર બ્રીજ ખાતે તેમની કારની આગળ ચાલી રહેલા આઈસર ટેમ્પો નંબર MP 09 GJ 6434 કોઈ કારણસર અગમ્ય બ્રેક મારતાં પાછળથી આવી રહેલી ઇકો કાર ધડાકાભેર ટેમ્પોના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. જેના કારણે લોકોમાં સવાર દિપક મહેન્દ્રભાઈ વોરાને ખભાના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઈજાઓને કારણે તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગેની જાણકારી પારડી પોલીસને મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.