ETV Bharat / state

24 કલાકમાં વલસાડના 6 તાલુકામાં 8 ઇંચ વરસાદ, કપરાડા માં 2 ઇંચ વરસાદ નોંધાયો

author img

By

Published : Aug 14, 2020, 9:58 AM IST

વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના વિવિધ તાલુકામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 2 ઇંચ ખાબક્યો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 13 mm નોંધાયો છે.

valsad
વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 6 તાલુકામાં 8 ઇંચ વરસાદ, કપરાડા માં 2 ઇંચ વરસાદ નોંધાયો

વલસાડ : જિલ્લામાં મેઘમહેર આજે પણ સવાર થી યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 2 ઇંચ નોંધાયો છે. જ્યારે ઉમરગામમાં 1 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 0.9 ઇંચ, વલસાડમાં 1 ઇંચ, વાપીમાં 1.6 ઇંચ આમ કુલ 8 ઇંચ જેટલો વરસાદ 6 તાલુકા મળી ગત 24 કલાકમાં નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 6 તાલુકામાં 8 ઇંચ વરસાદ, કપરાડા માં 2 ઇંચ વરસાદ નોંધાયો

જ્યારે આજે શુક્રવારના રોજ વહેલી સવારથી 6 થી 8 વાગ્યા દરમિયાન પણ વરસાદ સતત પડી રહ્યો છે. જેમાં..

  • ઉમરગામમાં 13mm
  • કપરાડા 8 mm
  • ધરમપુર 12 mm
  • પારડી 2 mm
  • વલસાડ 4 mm
  • વાપી 9 mm

મૌસમના અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ઉમરગામમાં અત્યાર સુધીમાં 56 ઇંચ, કપરાડામાં 43 ઇંચ, ધરમપુરમાં 35 ઇંચ, પારડીમાં 34 ઇંચ, વલસાડમાં 47 ઇંચ, વાપીમાં 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે દર વર્ષ કરતા ઓછો વરસાદ હોવાનું જાણકારોનું માનવું છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તારીખ 16 ઓગષ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેને પગલે મેઘરાજા હવે ચોમાસાની ઋતુ માં છેલ્લે છેલ્લે મહેરબાન થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.