ETV Bharat / state

વાઘોડિયા વિધાનસભા બેઠક વિશે પ્રજાજનોના મંતવ્યો

author img

By

Published : Nov 11, 2022, 10:05 PM IST

વાઘોડિયા વિધાનસભા બેઠક વિશે પ્રજાજનોના મંતવ્યો
વાઘોડિયા વિધાનસભા બેઠક વિશે પ્રજાજનોના મંતવ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Electionn 2022 ) નજીક છે. તેવામાં તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સ્થાનિકો સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની વિગતે ( Vaghodia Assembly Seat People Opinion) ચર્ચા કરીએ.

વડોદરા વાઘોડિયા વિધાનસભા બેઠક પર 1992થી ભાજપનો દબદબો છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો વચ્ચે ખરાખરીનો ખેલ હતો. પરંતુ હવે આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Electionn 2022 ) આમ આદમી પાર્ટી તરીકે નવો પક્ષ ગુજરાતમાં ચૂંટણી લડવા તૈયાર થયો છે. ત્યારે ગુજરાતમાં અને વાઘોડીયા બેઠક ( Vaghodia Assembly Seat ) ઉપર હવે ત્રિપાખીંયો જંગ ખેલાવાનો છે. ભાજપ અનેક સીટો જીતવાનો દાવો કરે છે. અમુક વિધાનસભા બેઠકો ઉપર ભાજપાનો દબદબો હોઈ ભાજપ આવો દાવો કરી રહી છે.

ત્રણ પાર્ટી વચ્ચેના ચૂંટણી જંગને લઇ લોકોમાં ઉત્સુકતા તો છે

છેલ્લી છ ટર્મથી મધુ શ્રીવાસ્તવ વિજેતા અહીં છેલ્લા છ ટર્મથી ભાજપમાંથી મધુ શ્રીવાસ્તવ સતત ચૂંટણી જીતી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા ( Vaghodia Assembly Seat )બે મતવિસ્તારમાં વહેંચાયેલી છે. આમાં વડોદરા તાલુકાના ગામો તેમજ વાઘોડિયા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

વાઘોડીયા વિધાનસભા બેઠક પર મતદારો હવે મતદારોની વાત કરી એ તો વાઘોડિયા વિધાનસભામાં ( Vaghodia Assembly Seat ) 2,42,473 મતદારો છે. જેમાં પુરુષ મતદારો 1,25,454 અને સ્ત્રી મતદારો 1,18,016 જેટલાં છે.

2012 અને 2017ની ચૂંટણીનું પરિણામ 2012 માં ભાજપના મધુ શ્રીવાસ્તવને 65851 જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલ 65851 જ્યારે મધુ શ્રીવાસ્તવને 5788 માટે વિજય થયો હતો. જો 2017ની વાત કરીએ તો ભાજપના મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52,739 મત મળ્યા હતા. સતીશ મકવાણાને 32942 મત મળ્યા હતા. કોંગ્રેસ જોડે બીટીપીએ ગઠબંધન કર્યું હતું અને બીટીપીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 9,812 મત મળ્યા હતા. ત્રણ ઉમેદવાર અપક્ષ ઉભા રહ્યાં છતાંય મધુ શ્રીવાસ્તવને 10375 ભવ્ય વિજય થયો હતો.

વાઘોડિયા વિધાનસભા બેઠક જાતિગત સમીકરણ વાઘોડિયા 136 વિધાનસભાની ( Vaghodia Assembly Seat ) વાત કરવા જઈએ તો અહીં ક્ષત્રિય સમાજ તેમજ આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે વાઘોડિયા 2022ની વિધાનસભા ભાજપમાં ઉમેદવારો રાફડો ફાટ્યો છે. ત્યારે 29 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. હવે વાઘોડિયા વિધાનસભા ચૂંટણીમાં જોવાનું રહેશે કે, ભાજપા મધુ શ્રીવાસ્તવની ટિકિટ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ( Gujarat Assembly Electionn 2022 ) રિપીટ કરે છે, કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડશે.

વાઘોડિયા મતવિસ્તારના વિકાસની વાતો વિકાસલક્ષી કામો જોઇએ વાઘોડિયાના ( Vaghodia Assembly Seat ) ગામડે ગામડે ઘરે ઘરે પીવાનું પાણી પહોચ્યું છે. તેમજ રોડ રસ્તા, ગટર લાઇનની પૂરતી સુવિધાઓ છે. અહીયાં 5 જેટલી યુનિવર્સિટી આવેલી છે. શિક્ષણ ક્ષેત્રે વાઘોડિયા ખૂબ આગળ છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયા વાઘોડિયા જીઆઈડીસીમાં ઘણી જાણીતી કંપનીઓ આવેલી છે. પરિણામે સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે છે. આજુબાજુના ગામડાઓ અને તાલુકાનાં સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહે છે. ખેડૂતોને ખેતીના વિકાસ માટે પૂરતી સુવિધાઓ ( Vaghodia Assembly Seat People Opinion ) ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.