ETV Bharat / state

ટિકિટ કપાતા મામલો ગરમાયો, મધુ શ્રીવાસ્તવનો અપક્ષ તરીકે ઉમેદવારીનો સુર

author img

By

Published : Nov 11, 2022, 10:53 AM IST

ટિકિટ કપાતા મામલો ગરમાયો, મધુ શ્રીવાસ્તવનો અપક્ષ તરીકે ઉમેદવારીનો સુર
ટિકિટ કપાતા મામલો ગરમાયો, મધુ શ્રીવાસ્તવનો અપક્ષ તરીકે ઉમેદવારીનો સુર

વડોદરાની વાઘોડિયા સીટ પર બાહુબલી નેતા તરીકે (Waghodia bjp Candidate seat) ઓળખતા મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા મામલો ગરમાયો છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપે મને પહેલેથી ફોર્મ ભરી ટિકિટની માંગણી કરવાની ના પાડી હોત તો હું ઉમેદવારી ન નોંધાવત. (Madhu Srivastava Tickets) પહેલા પણ અપક્ષમાંથી લડ્યો, હજુ પણ જીતીને બતાવીશ. (Gujarat Assembly Election 2022)

વડોદરા : ભાજપ દ્વારા વડોદરાની વાઘોડિયા સીટ પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની (Waghodia bjp Candidate seat) શરણાગતિ નહિ માની. તેની સામે જિલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવતા સમગ્ર મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે નહિ તે બાબતે તેઓએ કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ તેવું કહ્યું હતું. ત્યારે મોડી સાંજે મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. (Vadodara Waghodia seat candidate)

બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા મામલો ગરમાયો

શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા મામલો ગરમાયો વડોદરામાં વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ જેઓ અવારનવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો, ત્યારે સાંજે મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું પણ પાર્ટીએ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે. ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે. (Vadodara Assembly Candidate)

1995થી 2017 સુધી બાહુબલી નેતા સુધી વડોદરા વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયું છે. કારણ કે સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠ્યો છે. આ બેઠક પર (Gujarat Election 2022) ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે. ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા. (Madhu Srivastava Tickets)

શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ઉમેદવારી મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ટિકિટ કપાતા મારા સમર્થકો મને અપક્ષ લડવાનું કહે છે. હું ચોક્કસ લડીશ અને ભાજપે મને પહેલેથી ફોર્મ ભરી ટિકિટની માંગણી કરવાની ના પાડી હોત તો હું ઉમેદવારી ન નોંધાવત, પણ મારા કાર્યકર્તાની માંગણી છે કે અપક્ષ તરીકે ઉમેદવારી કરું. જીત મારી નિશ્ચિત છે કોઈ પણ પહેલવાન કુસ્તી લડતો હોય તો હરવાની વાત ન કરે જીતવાની જ વાત કરે. મેં હંમેશા વિકાસના કામો કર્યા છે. હજુ બાકી છે તે પણ પૂર્ણ કરીશ નાત જાત ભેદભાવ વગર લોકોની સેવા કરી છે. પહેલા પણ અપક્ષમાંથી લડ્યો, ત્યારે (Madhu Srivastava Independent) બધી પાર્ટીના વોટ કરતા પણ વધુ 10 હજાર વોટ નીકળ્યા હતા. હજુ પણ જીતીને બતાવીશ. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.