ETV Bharat / state

Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ

author img

By

Published : Jun 26, 2023, 4:51 PM IST

વડોદરામાં વહેલી સવારે જ મેઘરાજાની એન્ટ્રી કરતા લોકોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ખાબોચિયા પાણીથી ભરાય રહેતા પાણીજન્ય રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારીઓ-વાહન ચાલકોને મુશ્કેલીઓ

વડોદરા : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ શહેરમાં એકાએક વરસાદી માહોલ સર્જાયો હતો. ગતરોજ અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે જ મેઘરાજાની એકાએક એન્ટ્રી થઈ હતી. કહી શકાય કે શહેર જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન થયું છે. વરસાદની શરૂઆત થતા જ રાહદારીઓ અને વાહન ચલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણી ભરવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.

અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ : વરસાદનું આગમન થતા જ શહેરીજનોએ અસહ્ય ગરમીમાંથી છુટકારો મળતા હાશકારો અનુભવ્યો હતો. વરસાદના પગલે રાહદારીઓ અને વાહનચાલકોએ છત્રી અને રેનકોટનો સહારો લેવાની ફરજ પડી હતી. શહેરના તાપમાનમાં પણ આંશિક ફેરફાર જોવા મળ્યો હતો. શહેરના સમા, છાણી, ગોરવા, માંજલપુર,અકોટા, રાવપુરા, અલકાપુરી, આજવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ હતી.

પાણી ભરવાની શરૂઆત : 1 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થતા જ વીએમસી કામગીરીની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે. એકાએક આવેલા વરસાદ હળવા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેરના રાવપુરા, ખંડેરા માર્કેટ, માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રીક્ષા ચાલકો અને બાઈક ચાલકોના વાહનો ખરાબ થઈ જતા તેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે.

રોગચાળો વકરવાની સંભાવના : શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ખાબોચિયા ભરાઈ રહેતા પાણીજન્ય રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઇ રહી છે. ભરાયેલા પાણીનો નિકાલ અને ગંદકીના કારણે મચ્છર જન્ય રોગચાળો પણ ફેલાઈ શકે છે.

  1. Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ, સૌથી વધુ લોધિકામા અને સૌથી ઓછો જસદણમાં વરસાદ
  2. Gujarat Monsoon Update : નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન, કાવેરી બે કાંઠે વહી
  3. Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.