ETV Bharat / state

Vadodara news: નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું દુઃખદ અવસાન

author img

By

Published : Jan 30, 2023, 10:31 AM IST

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયુ છે. તેઓને ગભરામણ થતાં પત્નીને હોસ્પિટલ આવવા માટે ફોન કરી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા તેઓનું અવસાન થયું હતું.

Vadodara news: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન
Vadodara news: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન

વડોદરા: મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે હૃદય રોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું હતું. 28 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે તેઓના ચોખંડી, મહેશ હાડવૈધના ખાંચા ખાતેના નિવાસ સ્થાનેથી નીકળશે.ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા આયોજીત બાળ મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે ચેરમેન બપોરે સુધી મેળામાં હતા.

આ પણ વાંચો Gujarat Junior Clerk Paper Leak: બે આરોપીઓ વડોદરાની હોટલમાં રોકાયા હતા, સાડા ત્રણ કલાકમાં જ અટકાયત

હાર્ટ એટેક: વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણીનું આજે સાંજે હાર્ટ એટેકના કારણે અવસાન થતાં શિક્ષણ સમિતીના સભ્યો સહિત શહેર ભાજપા અગ્રણીઓ, કાર્યકરો- મિત્રો-સભ્યોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. હિતેષ પટણીના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શહેર ભાજપા અગ્રણીઓ સહિત કાર્યકરો અને મિત્ર તેઓના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેષ પટણી બપોર સુધી કમાટી બાગમાં ચાલી રહેલા બાળ મેળામાં હાજર હતા બાળ મેળામાં તેઓને પોતાની તબિયત નાદુરસ્ત જણાતા તેઓ ઘરે ગયા હતા. અને આરામ કરીને પરત મેળામાં આવવા સમિતીના સભ્યોને જણાવી ઘરે ગયા હતા. ઘરે ગયા બાદ તેઓ તેમના બહેનના ઘરે ગયા હતા. જ્યાં તેઓને ગભરામણ થતાં પત્નીને હોસ્પિટલ આવવા માટે ફોન કરી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા હોસ્પિટલમાં તબિયત વધુ લથડતા તેઓનું અવસાન થયું હતું.

આ પણ વાંચો Junior clerk exam paper leak: વડોદરા એપી સેન્ટર, કોચિંગ ક્લાસમાં તપાસ કરતા પેપર મળ્યા

આયોજન કરવામાં આવ્યું: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી ત્રણ દિવસ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થવાથી બાળમેળો રદ કરવામાં આવ્યો છે બાળમેળાનો રવિવારે અંતિમ દિવસ હતો જોકે, બાળમેળાનું ઉદ્ઘઘાટન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા હિતેષ પટણી ભાજપાના સક્રીય કાર્યકર હતા. તેઓ ભાજપામાં વિવિધ હોદ્દા ઉપર રહી ચૂક્યા હતા.

શિક્ષણ સમિતીના સભ્ય: 31-12-21ના રોજ તેઓની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભ્ય તરીકે નિમણૂંક થઇ હતી અને 25-1-22ના રોજ તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી એક વર્ષ અને ત્રણ દિવસના ચેરમેન તરીકેના શાસનકાળ દરમિયાન તેઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા સંચાલિત શાળાઓમાં અનેક સુધારા કર્યા હતા તેઓ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જાણકાર હતા અને તેઓ પોતાના અભ્યાસનો અનુભવ સ્કૂલોમાં ઇમ્લીમેન્ટ કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.