ETV Bharat / state

Uttarayan 2023 in Vadodara : વડોદરામાં ઉત્તરાયણના બે દિવસમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્તોમાં થયો વધારો

author img

By

Published : Jan 16, 2023, 4:40 PM IST

ઉત્તરાયણ 2023નો તહેવાર (Uttarayan 2023 in Vadodara )વડોદરામાં પણ ઉત્સાહથી ઉજવાયો હતો. પરંતુ તેમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્તનો મોટો આંકડો (Throats Cut By Kite String In Vadodara ) જોવા મળ્યો હતો. વડોદરામાં ઉતરાયણના બે દિવસમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 8 ધાબા પરથી પટકાયાં (Fell From Roof) હતાં. તો 700થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાં હતો.

UttaraYan 2023 in Vadodara : વડોદરામાં ઉત્તરાયણના બે દિવસમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્તનો મોટો આંકડો, એકનું મોત
UttaraYan 2023 in Vadodara : વડોદરામાં ઉત્તરાયણના બે દિવસમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્તનો મોટો આંકડો, એકનું મોત

વડોદરા વડોદરામાં ઉત્તરાયણ 2023 ના બે દિવસમાં 25થી વધુ લોકોના ગળા કપાયાં હતાં. જેમાં એકનું મોત પણ થયું છે. જ્યારે પતંગ ચગાવતાં ધાબા પરથી પટકાતા 3 કિશોર સહિત 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજીતરફ શહેરમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવામાં પક્ષીઓ મોખરે રહ્યાં છે જેની સંખ્યા 700થી વધુ નોંધાઇ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓમાંથી 71ના મોત પણ થયાં હતો.

25થી વધુ લોકોના ગળા કપાયાં ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ દરમિયાનના બે દિવસમાં લોકો પતંગ ઉત્સવમાં વ્યસ્ત હતાં. ત્યારે પતંગ દોરી વાગવાના કારણે કુલ 25થી વધુ લોકોના ગળા કપાયાંની ઘટનાઓ સામે આવી છે. જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના લોકોની હાલત સારવાર હેઠળ છે. તો આ બંને દિવસે 3 કિશોર સહિત 8 લોકો ધાબા પરથી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

બે દિવસમાં એકનું મોત વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ બે વર્ષની કોરોનાની મહામારી બાદ શહેરવાસીઓ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન આ પતંગ ઉત્સવ કેટલાક લોકોનો અંતિમ પડાવ બની ગયો હતો. શહેરના છાણી વિસ્તારમાં રીંકુ યાદવ નામનો યુવક બાઇક લઈને વડોદરા નજીક નેશનલ હાઈવે પર દશરથ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પતંગ દોરીથી તેનું ગળું કપાતા લોહીલુહાણ થયો હતો અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

ધાબા પરથી પટકાયા 25થી વધુ લોકોના ગળા કપાયાં આ ઉપરાંત બે દિવસ દરમિયાન 22 લોકોના પતંગ દોરીથી ગળા કપાયા હતાં. જે પૈકી 17 લોકો એસએસજી હોસ્પિટલમાં સારનવાર આપવામાં આવી રહી છે. જ્યારે 5 લોકો અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ઉતરાયણ પર્વના આગોતરા દિવસોમાં પણ પતંગ દોરીથી ઇજા પહોંચવાના બનાવો નોંધાતા રહ્યાં છે. વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન પતંગ દોરીથી ગળું કાપવાની ઘટનામાં કુલ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે આ બે દિવસ દરમિયાન ત્રણ કિશોર સહિત આઠ લોકો પતંગ લૂંટવા ધાબા પરથી પટકાયા હતાં. જેમાંથી 5 એસએસસજી હોસ્પિટલમાં અને 3 વ્યક્તિની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

700થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત આ અંગે વનવિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરમાં ઉત્તરાયણના દિવસથી આજદિન સીધી 782 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 71 ના મોત નિપજ્યા છે. વન વિભાગ દ્વારા આગોતરી તૈયારીરુપે 50 કેમ્પ કાર્યરત કરવામાં આવ્યાં હતા. જેમાં 500 વોલેન્ટીયર અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પણ વિવિધ કેમ્પ પર સેવા કાર્યરત છે અને અન્ય કેટલાક પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.