Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

author img

By

Published : Jan 14, 2023, 7:42 PM IST

Four year old girl dies of Chinese lace in Mehsana

મહેસાણામાં ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો છે. વિસનગરના કડા દરવાજા નજીકની આ ઘટના સામે આવી છે. 4 વર્ષીય માસૂમ દીકરીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. (Four year old girl dies of Chinese lace in Mehsana)

મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત

મહેસાણા: રાજ્યભરમાં લોકો ઉત્સાહથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં અનેક જગ્યાએ દોરી વડે લોકોના ગળા કપાયા હોય તેવી ઘટનાઓ બનવા પામી છે. મહેસાણામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાનાં વિસનગરમાં ચાઇનીઝ દોરી ગળાનાં ભાગે વાગવાથી ચાર વર્ષની દીકરનું માતાની આંખ સામે જ મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો
ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો

પરિવારમાં આક્રંદ: મહેસાણા-વિસનગરનાં કડી દરવાજા નજીકથી માતા ચાર વર્ષની બાળકીને લઇને જઇ રહી હતી. આ દરમિયાન બાળકીનાં ગળામાં ચાઇનીઝ દોરી અટવાઇ હતી. જે બાદ તે જીવલેણ દોરી બાળકીનાં ગળામાં વાગી હતી. જે બાદ બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવી હતી. જેના કારણે આખા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

જીવલેણ દોરી: નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક યુવાનનો જીવ ગયો હતો. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાંથી જઇ રહ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજી બાજુ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

વડોદરામાં પણ યુવકનું ગળું કપાયું: વડોદરામાં છેલ્લા 13 દિવસમાં પતંગના દોરાથી ગળા કપાવાની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા બાદ હવે ઉત્તરાયણના એક દિવસ પહેલા જ બાઇકસવાર યુવકને ગળા પર ઇજાઓ થયાની ઘટના બની છે. શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં રહેતો 31 વર્ષિય યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રીજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી.

આ પણ વાંચો Makar sankranti 2023: પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે બની સજા

સરકારની ઝુંબેશ છતાં નથી લાગી રોક: સરકારે 1 જાન્યુઆરીથી ઝુંબેશ ઉઠાવી 1500 ફરિયાદ કરી હોવા છતાં ચાઈનીઝ દોરી લોકોનો ભોગ લઈ રહી છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં છે. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.