ETV Bharat / state

Vadodara News: ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા રુપિયા 3.15 કરોડની છેતરપિંડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 10:17 AM IST

ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા 3.15 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આર.બી.આઈ દ્વારા તારીખ 11 જુલાઈ 2023 ના રોજ બેંકને શોકોઝ નોટિસ આપેલ જેમાં રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત બે ખાતામાંથી થયાની નોટીસ આપેલ હતી.

ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા રુપિયા 3.15 કરોડની છેતરપિંડી
ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા રુપિયા 3.15 કરોડની છેતરપિંડી

ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા રુપિયા 3.15 કરોડની છેતરપિંડી

વડોદરા: દિવસે દિવસે કો ઓપરેટીવ બેંકોની સ્થિતિ કથળતી જાય છે. તેનો ભોગ ખાતેદારોને બનવું પડતું હોય છે. ત્યારે તેઓ જ એક કિસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ને શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક હેડ ઓફિસ ડભોઇના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી ડોરમેટ ( અનઓપરેટ) ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યા નો ગુનો બેંકના જનરલ મેનેજર મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

"ડભોઇ શ્રી મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંક દ્વારા ત્રણ કર્મચારીઓ દ્વારા રૂપિયા 3.15 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તેની તપાસ ચાલુ છે."-- રિતેશ કુમાર મિશ્રા ( ડભોઇ પી એસ.આઇ)

કામગીરી બંધ કરવાનો આદેશ: સાધલી, કાયાવરોહણ, કરજણ, છોટાઉદેપુર, વડોદરા અને ડભોઇ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંક ને રિઝર્વ બેન્ક દ્વારા તારીખ 3/ 3 /2023 થી 6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ મુકાયેલ છે. માત્ર રિકવરી કરવા જણાવેલ છે. આર.બી.આઈ દ્વારા તારીખ 11 જુલાઈ 2023 ના રોજ બેંકને શોકોઝ નોટિસ આપેલ ,જેમાં રૂપિયા 3 કરોડ 15 લાખ ની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થયાની નોટીસ આપેલ હતી.

બેન્ક ફ્રોડ કર્યો: બેંકના નવા નીમાયેલા ચેરમેન અરૂણભાઇ પટેલ દ્વારા આ બાબતે બેંકમાં તપાસ કરાવતા બેન્કમાં ફરજ બજાવતા મેનેજર ,આસિસ્ટન્ટ મેનેજર તથા ઓફિસર દ્વારા સન્યાસી જીવન ગુજારતા સ્વામી દેવ સ્વરૂપ દાસ ગુરુ કૃષ્ણપ્રસાદ અને સંત પ્રિય દાસ કૃષ્ણપ્રસાદ, નીલકંઠધામ ,ડભોઇના ખાતામાં અપૂરતુ બેલેન્સ હોવા છતાં અને બંને ઈસમોને ચેકબુક આપેલ ન હોવા છતાં બેન્કમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશભાઈ છોટાભાઈ પટેલ તારીખ 30 જૂન 2023 થી બેન્કમાં ફ્રોડ કર્યો હોવાના કારણે છુટા કરવામાં આવેલ છે.

આર્થિક દેવામાં ડુબાડીને ગુનો: આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ મહેન્દ્રપ્રસાદ જોશી ( રહે. ઈ-1 અભિષેક એપાર્ટમેન્ટ રેવા ગરબા ગ્રાઉન્ડ પાસે વાઘોડિયા રોડ વડોદરા) અને ઓફિસર ઉમેશ શાંતિલાલ કંસારા ( રહે. બી-૨૪, શુભ લક્ષ્મી સોસાયટી વિશ્વામિત્રી રોડ માંજલપુર વડોદરા) દ્વારા ઉપરોક્ત બે ખાતેદારોના ખાતામાંથી ખોટી સહી કરી, ચેક ઉપર પાસીંગ અને પોસ્ટિંગ કરનાર તરીકે આસિસ્ટન્ટ મેનેજર યતીન ભાઈ જોશી, ચેક ની પાછળ પાસ તથા રૂપિયા ઉપાડ કરનાર મેનેજર સુરેશભાઈની સહી અને ચેકના સુપરવાઇઝર તરીકે ઉમેશ કંસારાએ પાસીંગ કરીને બેંકના રિઝર્વ ફંડના નાના ઉપરોક્ત ખાતા ધારકોના નામથી ઉચાપત કરી બેન્કને આર્થિક દેવામાં ડુબાડી ગુનો કર્યાનું બહાર આવેલ છે.

ડોરમેટ એકાઉન્ટનો ઉપયોગ: ડભોઇ નીલકંઠ પાર્ક પાસે રહેતા ખાતેદારો સ્વામી દેવ સ્વરૂપદાસ અને સ્વામી સંત પ્રિય દાસના ખાતા બિન ઓપરેટ (ડોરમેટ) હતા. અને આ ત્રણ દ્વારા, તારીખ 2 જુલાઇ 2022 થી તારીખ 3 નવેમ્બર 2022 સુધીમાં 36 ચેક દ્વારા, દેવ સ્વરૂપ દાસના ખાતા માંથી રૂપિયા 1 કરોડ 40 લાખ અને સંત પ્રિય દાસ ના ખાતામાંથી 1 કરોડ 75 લાખ કુલ રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કરી હોય બેંકમાં હાલમાં મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપતા ગૌરાંગ ચંદ્રકાંત પંચોલી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન ઉચાપતનો ગુનો ઉપરોક્ત ત્રણ, જનરલ મેનેજર સુરેશભાઈ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ જોશી, અને ઓફિસર ઉમેશ કંસારા સામે દાખલ કરેલ છે. તથા બંને ખાતેદારોની તમામ વિગતો અને ચેક દ્વારા ઉપાડ કરનારના તમામ પુરાવાઓ પ્રમાણિત કરીને આપેલ છે.

બેંક કર્મચારીઓની મનમાની: સામાન્ય નાગરિકોને પોતાના બેંક ખાતા જો ડોરમેટ ( આપ એક્ટિવ) થઈ ગયા હોય તો તેને સક્રિય કરવા માટે ખાતેદાર પાસેથી કેવાયસી કરાવીને જરૂરી પુરાવા એકત્રિત કરીને ચાલુ કરતા હોય છે. પરંતુ આ કિસ્સામાં બેંકના કર્મચારીઓ જ ડોરમેટ એકાઉન્ટને કયા હિસાબે ચાલુ કરી દીધા તો કર્મચારી પોતાની મનમાની કરતા હોય તેવું આ કિસ્સામાં જોવા મળ્યું હતું.જાણવા મળતી માહિતી મુજબ શ્રી મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના આ ત્રણે કર્મચારીઓ ડભોઇ ખાતે નીલકંઠ પાર્ક નજીક એક મંદિરના બે સંતોના ડોરમેટ (અન એક્ટિવ) એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેમજ આ કર્મચારીઓએ આ સંતોના ખાતામાં અલગ અલગ તારીખના ચેક ભરી તમારા ખાતામાંથી રૂપિયા 3.15 કરોડ ઉપાડી લીધા હતા. પરંતુ અમદાવાદ ખાતે આવેલ આરબીઆઈ દ્વારા બેન્ક નોટિસ આપવામાં આવી હતી કે આ બંને ખાતેદારોના ખાતામાંથી ભેજાબાજે ખોટી સહી કરીને રૂપિયા 3.15 કરોડ ઉપાડી લીધા છે અને આ બેંકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેથી ત્રણેય સામે ફરિયાદ આપવા માટે જવાબદાર વ્યક્તિ જરૂરી સૂચનો કર્યા હતા.

ડભોઇ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: આરબીઆઈ દ્વારા બેન્કને નોટિસ પાઠવવામાં આવી અને જવાબદાર વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારે બેંકના જનરલ મેનેજર ગૌરાંગ કુમાર ચંદ્રકાંત પંચોલીએ ડભોઇ પોલીસ સ્ટેશન આ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આઈ.પી.સી. કલમ 406, 420 ,467, 468, 471, 408 ,120 અને B 34 મુજબ ગુનો દાખલ કરી, તેની કાયદેસર તપાસ પી.એસ.આઇ. રીતેશકુમાર.આર.મિશ્રા કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ઇન્સ્પેક્શન દરમિયાન રૂપિયા 3 કરોડ 15 લાખનો ફોડ બહાર આવ્યો હતો.

  1. Vadodara News: કરોડોના ડીઝલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ, જવાહરનગર પોલીસે વડોદરાના જાણીતા વકીલને ઝડપ્યો
  2. Vadodara News: એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વાતચીત દરમિયાન ઢળી પડ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.