ETV Bharat / state

ફરી પોલીસે 2.25 લાખના ચાઈનીઝ તુક્કલનો જથ્થો પકડ્યો, ત્રણની ધરપકડ

author img

By

Published : Jan 10, 2023, 4:43 PM IST

વડોદરા પોલીસે ફરી પાછો ચાઈનીઝ દોરી અને તુક્કલનો જંગી જથ્થો ઝડપી (Vadodara chinese door) પાડ્યો છે. PBCએ 2.25 લાખના ચાઈનીઝ તુક્કલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. (Chinese Tukkal quantity seized in Vadodara)

ફરી પોલીસે 2.25 લાખના ચાઈનીઝ તુક્કલનો જથ્થો પકડ્યો, ત્રણની ધરપકડ
ફરી પોલીસે 2.25 લાખના ચાઈનીઝ તુક્કલનો જથ્થો પકડ્યો, ત્રણની ધરપકડ

વડોદરા : મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચાઈનીઝ દોરી અને તુક્કલ (Vadodara Chinese door and tukkal) પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં એકાએક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેને લઈ વડોદરા શહેર પોલીસે ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ વેચનાર વેપારીઓ પર તવાઈ બોલાવી ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. ગત રોજ શહેર PBCએ ચાઈનીઝ તુક્કલનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. PBCએ 2.25 લાખના 22,500 નંગ ચાઈનીઝ તુક્કલ સહિત 4 લાખનો મુદ્દામાલ વ્યક્ત કર્યો છે. સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. (Vadodara chinese door)

જંગી માત્રામાં તુક્કલનો જથ્થો ઝડપાયો મકરસંક્રાંતિના પર્વને લઈ તમામ પતંગ રસીયાઓ પોતાના શોખ માટે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ પર્વને લઈ કોઈપણ વ્યક્તિઓ ચાઈનીઝ તુક્કલ તેમજ દોરીનું વેચાણ ન કરે તે માટે શહેર પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ વડોદરા શહેર PBCએ બાતમીના આધારે બાજવાડા ખાતે આવેલ ગોડાઉન તેમજ ટેમ્પામાંથી ચાઈનીઝ તુક્કલ નંગ 17,500 મળી આવેલ તેમજ વધુ પૂછપરછ દરમિયાન વધુ ચાઈનીઝ તુક્કલ નંગ 5,000 હરણી રોડ ખાતે આવેલા સિંગલ રોડ ટ્રાન્સપોર્ટ ખાતેથી મળી આવતા ગોડાઉન માલિક સહિત ત્રણ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સીટી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (Chinese Tukkal quantity seized in Vadodara)

આ પણ વાંચો ચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો

ઝડપાયેલા આરોપી સાથે મુદ્દામાલ હાલમાં PBCએ શહેરના બાજવાડામાં આવેલા ગોડાઉન અને ટેમ્પોમાંથી (Chinese door Quantity in Bajwara) ઝડપાયેલા 2.25 લાખના ચાઈનીઝ તુક્કલનો જથ્થો જેમાં 22,500 નંગ ચાઈનીઝ તુક્કલ સહિત મોબાઈલ અને ટેમ્પોની કુલ કિંમત મળી 4,06,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં વિનય સુલતીયાણી, સલમાન ખાન સમૂમ અહમદ ખાન, મુકસુદ અહેમદ નશીરઅહેમદ શેખ સાથે જ આ તમામને તુક્કલ સપ્લાય કરનાર દિલ્હીનો વોન્ટેડ આરોપી એસ.કે ઇન્ટરનેશનલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. (Vadodara Crime News)

આ પણ વાંચો વ્યાજખોરો અને ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરનારા સામે પોલીસની ખાસ ઝુંબેશ

પ્રતિબંધ છતાં આવે છે ક્યાંથી ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ચાઈનીઝ દોરી વેચનાર અને વપરાશ કરનાર ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. હવે શહેર PBC દ્વારા ચાઈનીઝ તુક્કલનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ ક્યાંથી આવે છે? અને આની પાછળ કોણ કોણ સંકળાયેલ છે તે દિશામાં હાલમાં વડોદરા શહેર પીસીબી તપાસ હાથ ધરી છે. (Vadodara Police)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.