ETV Bharat / state

સયાજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા રાજ્ય આરોગ્યપ્રધાન

author img

By

Published : Sep 5, 2022, 2:13 PM IST

વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય રાજ્યપ્રધાન નિમિષાબેન સુથાર પહોંચ્યા હતા. આરોગ્ય રાજ્યપ્રધાને તબીબો સાથે હોસ્પિટલની વિઝીટ કરી હતી, તેમજ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જઈ નિમિષાબેને માહિતી મેળવી હતી. Minister of State for Health visited Sayaji Hospital, sayaji hospital, rajya mantri in vadodara, nimisha shuthar visited saiyaji hospital,

સયાજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા આરોગ્ય રાજ્યમંત્રી
સયાજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા આરોગ્ય રાજ્યમંત્રી

વડોદરા- સયાજી હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના વોર્ડમાં કૂતરાઓ અને બિલાડીઓ ફરતી દેખાય આવે છે, અને વોર્ડમાં ગંદકી ફેલાવે છે, એ જગજાહેર છે, પરંતુ આરોગ્યપ્રધાન સયાજી હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં રખડતાં કૂતરાઓ ફરતાં તેમજ આરામ કરતાં નજરે પડી રહ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલમાં મેનપાવરના અભાવે દર્દીઓના સગાઓને વ્હીલચેર અને સ્ટ્રેચર જાતે જ ધક્કા મારીને લઈ જવા માટે પડતી હાલાકીના દેશ્યો જોવા મળ્યા હતા. (Minister of State for Health visited Sayaji Hospital) (sayaji hospital)

સયાજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા આરોગ્ય રાજ્યમંત્રી

કામગીરીનું નિરીક્ષણ- શહેરની સયાજી હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં કિડની, સ્પાઈન, આખના વિભાગ અને હૃદયરોગની સારવાર માટે નવી બિલિંડંગ બનાવવાના આયોજન બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન નિમિષા સુધાર સયાજી હોસ્પિટલની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમને આજવા રોડ સ્થિત અનુસૂયા લેપ્રેસી મેદાન અને હોસ્પિટલમાં નિર્માણ થઈ રહેલ હોસ્ટેલ, નવિનીકરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અને લેપ્રેસી મેંદાનની મુલાકાત લીધી હતી.રાજ્યના આરોગ્યપ્રધાન નિમીષા સુથાર જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સમાજના નાનામાં નાના અને જરૂરિયાતમંદોને અસરકારક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આરોગ્યલક્ષી સેવાઓ માટે સયાજી હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે.

વડોદરાના આંગણે જ સારવાર- સયાજી હોસ્પિટલમાં કિડની, સ્પાઈન, આંખના વિભાગ માટે નવી અદ્યતન બિલ્ડિંગો બનાવવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલના વિસ્તતિકરણના ભાગરૂપે હૃદયરોગના દર્દીઓને વડોદરાના આંગણે જ સારવાર એક જ સ્થળે મળી રહે તે માટે આજવા રોડ સ્થિત અનુસૂયા લેપ્રેસી મેદાનમાં કાર્ડિયાક વિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાકાળમાં કોરોનાના દર્દીઓએ આરોગ્યની સેવાઓ મળી રહેતાં સયાજી હોસ્પિટલ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.