ETV Bharat / city

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત

author img

By

Published : Jun 1, 2021, 4:23 PM IST

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત
વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત

વડોદરામાં કોરોનાના કેસ બાદ મ્યુકોરમાઈકોસિસના કેસ વધી રહ્યા હતા, પરંતુ હવે અહીં MIS-Cના રોગનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું હતું. જ્યારે અંતિમ તબક્કામાં આવેલા 2 બાળ દર્દીનું મોત થયું હતું.

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ બાદ બાળકોમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દી નોંધાયા
  • સૌપ્રથમ બાળકો MIS-Cના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે

વડોદરાઃ રાજ્યના વિવિધ શહેરોમાં કોરોના, મ્યુકોરમાઈકોસિસ અને ત્યારબાદ બાળકોમાં હવે MIS-Cના રોગનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, જેને મલ્ટિ ઈન્ફોર્મેટરી સિન્ડ્રોમ ઓફ ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે. શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં અંદાજે 7 જેટલા બાળ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી અંતિમ તબક્કામાં આવેલા 2 બાળ દર્દીઓના મોત નીપજ્યા હતા.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ બાદ બાળકોમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું
વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ બાદ બાળકોમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું
આ પણ વાંચોઃ કોરોના તેમજ મ્યુકોરમાઈકોસિસ વચ્ચે નવો ખતરો, બાળકોમાં વધ્યું MIS-Cનું સંક્રમણ


મલ્ટિ ઈન્ફોર્મેટરી સિન્ડ્રોમ ઓફ ચિલ્ડ્રન (MIS-C) ઓટો ઈમ્યુન પ્રકારનો રોગ

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના, મ્યુકોરમાઈકોસિસ બાદ હવે મલ્ટિ ઈન્ફોર્મેટરી સિન્ડ્રોમ ઓફ ચિલ્ડ્રન MIS-C નામના સંક્રમણે દેખા દીધી છે. સૌપ્રથમ આ સંક્રમણની ઝપેટમાં બાળકો આવ્યા છે. સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં 7 બાળ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 2 બાળ દર્દીઓના મોત નીપજ્યા છે. આ ચેપના લક્ષણોમાં શરીર પર ચાઠા પડવા, રેસિસ નીકળવા, આંખો લાલ થવી, ઝાડા ઉલટી થવા અને ઘણીવાર બાળકોનું એકાએક બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હોય ક્રિટિકલ થઈ ગયા હોય તેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી બે બાળકોના મૃત્યુ થતા છવાયો માતમ

અંતિમ તબક્કામાં આવેલા 2 બાળકોને બચાવી શક્યા નથી : ડો. શીલા ઐયર, બાળ વિભાગ હેડ

સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રોફેસર એન્ડ હેડ ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે, કોવિડના પ્રકોપ પછી બાળકોમાં MIS-C પ્રકારના ચિન્હો જોવા રહ્યા છે. મલ્ટિ ઈન્ફોર્મેટરી ઓફ ચિલ્ડ્રન અથવા ચાઈલ્ડ હુડ. આ એક ઓટો ઈમ્યુન પ્રકારનો રોગ છે અને આપણે આજકાલ જે બાળકો પહેલાં કોવિડથી સંક્રમિત થયા હશે પણ કોવિડના કદાચ લક્ષણો ત્યારે જોવા નહીં મળ્યા હોય. હવે પછીના સમયમાં એ બાળકોને તાવ 3થી 5 દિવસથી વધારે ચાલતા હોય છે. તેની સાથે સાથે ઘણી વાર શરીર ઉપર ચાંદા પડવા, રેસા નીકડવા, આંખો લાલ થવી, ઝાડા ઉલટી થવા અને ઘણીવાર આ બાળકોનું એકાએક બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હોય ક્રિટિકલ થઈ ગયા હોય તેવા લક્ષણો લઈને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ બાદ બાળકોમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું

સ્ટિરોઈડ દવા મળવાથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે

આવા બાળકોમાં કોવિડ એન્ટિબોડીનું પ્રમાણ પોઝિટિવ આવી રહ્યું છે. સાથે સાથે એમના ઈન્ફોર્મેટરી પેરામીટર જેવા કે સી.આર.પી., પ્રોકેલ્શિટ્રોનેન એમનું ફેરિટીનનું લેવલ ઘણું હાઈ થઈ જાય છે અને એ સાથે ડીડાઈમર લેવલ પણ હાઈ થયેલું હોય છે. એવા ચિન્હો સાથે આ બાળકો દાખલ થઈ રહ્યા છે અને સમય પર એનું નિદાન થઈ જાય અને આવા બાળકોને ઈન્ટ્રાવિનસ ઈમ્યુનોગ્લોબિલીન, જેને આપણે આઈવીઆઈજી કહીએ છે. આ સાથે જ સ્ટેરોઈડ દવા મળવાથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ જ ચિન્હો બેક્ટેરિયલ સેપ્સેસ એટલે કે ચેપના પણ હોઈ શકે. એટલે આના માટેનો ખૂબ મહત્વનો તફાવત છે. ડાયગ્નોસીસ સેફસીસ પણ રહેતું હોય છે. એટલે કે એ જ્યારે સેફસીસ નથી અને કોવિડ એન્ટીબોડી પોઝિટિવ સાથે આવા ચિન્હો લઈને આવે ત્યારે અમે એને એમઆઈએસસી કરીએ છે. એટલે કે ચેપ તો નથી ને એ નિદાન કરવું જરૂરી બની જાય છે. છેલ્લાં અઢી ત્રણ મહિનામાં સાત કેસ આવ્યા છે. બે બાળકો છેલ્લી ઘડીએ આવ્યા હતા માટે તેમને બચાવી શક્યા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.