ETV Bharat / state

અશાંતધારાના અમલીકરણની મુદ્દતમાં 5 વર્ષનો વધારો કરાયો

author img

By

Published : Oct 1, 2019, 7:34 PM IST

વડોદરા: શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં અશાંતધારાના અમલીકરણની મુદ્દતમાં વધારો અને નવા વિસ્તારોના સમાવેશ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર અને શહેર પોલીસ પ્રશાસન સાથે સંયુક્ત બેઠક યોજી હતી.

અશાંતધારાના અમલીકરણની મુદ્દતમાં 5 વર્ષનો વધારો કરાયો

રાજ્ય સરકારે વડોદરા શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં અશાંતધારાના અમલીકરણની મુદ્દતમાં 5 વર્ષનો વધારો કર્યો છે અને શહેરના વારસિયા, કારેલીબાગ, બાપોદ અને રાવપુરા પોલીસ મથક હેઠળના કેટલાક નવા વિસ્તારોનો તેમાં સમાવેશ કર્યો છે.

વડોદરા શહેરમાં નિયમ પ્રમાણે આ ધારા હેઠળ આવતા શહેરી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલીના કિસ્સાઓમાં, કાયદાની જોગવાઈઓ અનુસાર જિલ્લા પ્રશાસનની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે અને તેના માટે જોગવાઈઓમાં ઠરાવેલી કાર્ય પદ્ધતિ અનુસરવી જરૂરી છે. આ અનુસંધાને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેઠક યોજીને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે આ ધારાની વિવિધ જોગવાઈઓના સુસંકલીત, ક્ષતિરહિત અને ચુસ્ત અમલીકરણની રૂપરેખાનો વિચાર વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં તેના વધુ અસરકારક અમલીકરણ માટે સૂચનો મેળવવાની સાથે યથાયોગ્ય અમલિકરણનું માર્ગદર્શન બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સીટી સર્વે અને સબ રજીસ્ટાર કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Intro:વડોદરા શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં અશાંત ધારાના અમલીકરણની મુદતમાં વધારો અને નવા વિસ્તારોના સમાવેશ અંગે કરવામાં આવ્યો વિચાર વિમર્શ, જિલ્લા કલેકટર અને શહેર પોલીસ પ્રશાસનસાથે સંયુક્ત બેઠક યોજી..

Body:રાજ્ય સરકારે વડોદરા શહેરના નિર્દિષ્ટ વિસ્તારોમાં અશાંતધારા ના અમલીકરણની મુદતમાં 5 વર્ષનો વધારો કર્યો છે અને શહેરના વારસિયા,કારેલીબાગ,બાપોદ અને રાવપુરા પોલીસ મથક હેઠળના કેટલાક નવા વિસ્તારોનો એમાં સમાવેશ કર્યો છે..
Conclusion:          વડોદરા શહેરમાં નિયમ પ્રમાણે આ ધારા હેઠળ આવતા શહેરી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી ના કિસ્સાઓમાં ,કાયદાની જોગવાઈઓ અનુસાર જિલ્લા પ્રશાશનની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે અને તેના માટે જોગવાઈઓમાં ઠરાવેલી કાર્ય પદ્ધતિ અનુસરવી જરૂરી છે.. તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેઠક યોજીને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પ્રશાશન અને પોલીસ તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે આ ધારાની વિવિધ જોગવાઈઓના સુસંકલીત,ક્ષતિરહિત અને ચુસ્ત અમલીકરણની રૂપરેખાનો વિચાર વિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં તેના વધુ અસરકારક અમલીકરણ માટે સૂચનો મેળવવાની સાથે યથાયોગ્ય અમલિકરણનું માર્ગ દર્શન બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. બેઠકમાં સીટી સર્વે અને સબ રજીસ્ટાર કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી..

         
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.