ETV Bharat / state

Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભવ

author img

By

Published : Mar 8, 2023, 10:52 AM IST

કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી હોય છે અને અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી લોકો કેસુડા ઉપર જ નિર્ભય રહેતા હોય છે. તેથી જ માનવામાં આવે છે કે, પાનખરમાં વનની શોભા વધારનાર કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? know the advantage of kesudo

Celebrating Holi with natural colors
Celebrating Holi with natural colors

સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કેસૂડાંના ફૂલ

વડોદરાઃ હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ મનાવતા હોય છે. આદિવાસી સમાજના પૂર્વજોએ એક વનસ્પતિના ઔષધી ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારુ રહે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી હોય છે અને અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી લોકો કેસુડા ઉપર જ નિર્ભય રહેતા હોય છે. આ અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. વૈભવ મંદિરો અને વ્રજભૂમિમાં રંગોત્સવ કેસુડાના ફૂલોનાં રંગથી જ મનાવવામાં આવે છે. કેસુડાથી ધુળેટી રમતા ખેલૈયાઓને સ્કીન ઉપર કોઈ આડઅસર થતી નથી.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કેસૂડાંના ફૂલ ઃ કુદરતી રીતે ઉગતો કેસુડોએ ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે જે ખૂબ જ ગુણકારી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો ધુળેટી કેસુડાના ફૂલોથી જ રમતા અને કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં વન વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદિક રીતે પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી હોય છે. કેસુડાના ફૂલ ચામડીના રોગો માટે ખૂબ જ ઉત્તમ કારક ગણવામાં આવે છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહેતી હોય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

Jammu News: જમ્મુ-કાશ્મીરમાં BSF જવાનોએ હોળીની ઉજવણી કરી

વસંત ઋતુમાં જ ખીલી ઉઠે છે કેસુડો ઃ ગુજરાતી મહિના પ્રમાણે જ્યારે ફાગણ માસ આવે જ પાનખર ઋતુ ગણવામાં આવે છે. ત્યારે સમગ્ર વૃક્ષો ઉપરના પાન ખરી જતા હોય છે. ત્યારે કેસુડો સોળે શણગાર સજીને ખીલી ઉઠે છે. અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે. ત્યારે જ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ આવે છે અને કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે અને સમગ્ર વનનાં માથે કેસરિયો મુગટ બની રહેતો હોય છે.

Bhasm Holi: કાશી વિશ્વનાથના દરબારમાં ભક્તોએ ભસ્મની હોળી રમી

અતિ શીતળ કેસુડાના ફૂલ ઃ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ફાગણ મહિનો આવે એટલે પાનખર આવી ગણવામાં આવે છે. પાનખર ની અંદર વૃક્ષો ઉપરથી ફૂલો અને પાંદડાં ખરી પડતા હોય છે. પરંતુ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ ખીલતા હોય છે. ઉનાળો શરૂ થતા જ કેસુડાના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે અને તે પાવડર સ્નાન કરતી વખતે અથવા તો મો ધોતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ સારી રહેતી હોય છે તેમજ કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ ઉદ્દભવતો નથી. આજના ડિજિટલ યુગમાં વૃક્ષ વિશે કોઈ બાળક કે વ્યક્તિને પૂછવામાં આવે તો તેનો ઇતિહાસ ભાગ્ય ખબર હશે. વાસ્તવમાં ખાખરાનાં વૃક્ષો ઉપર વસંતમાં જે ફૂલો ખીલી ઉઠે છે તે કેસુડાના ફૂલ તરીકે ઓળખાય છે. આમ કેસુડો વસંતનો અને રંગોત્સવનો વૈભવ તો છે જ પરંતુ આરોગ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

કેસુડાના ફૂલોનો ઉપયોગ
(૧) સૌપ્રથમ તો પોતાની ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે
(૨) ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થયો છે. કેસુડાના ફૂલ નો ભૂકો કરી તેને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસનો રોગ નાશ થતો જાય છે
(૩) આંખોના રોગો માટે પણ કેસુડાના મમૂળના કૅનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થતી હોય છે
(૪) થાઇરોડના રોગમાં પણ કેસુડાની જાળી અથવા તો મૂડીને ઘસીને થાઇરોડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થાય છે.
(૫) પાચન શક્તિમાં પણ સુધારો - કેસુડાના મૂળના તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થાય છે
(૬) પેટનો દુખાવો - કેસુડાની છાલ અને સુખડને મિક્સ કરીને ઉકાળો બનાવવાથી અને તે પીવાથી પેટનો દુખાવો કબજિયાત દૂર થાય છે.

હોળી ધુળેટીના પર્વમાં કેસુડાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ તેવું ડો.સંદિપભાઈ શાહે જણાવ્યું હતું કે હોળી પર્વમાં કેસુડા ના ફૂલ નો ઉપયોગ કરવો જોઈએ જેથી કેસુડાના ફૂલ એ નેચરલ વસ્તુ છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મંદિરોમાં પણ હોળી ધુળેટીના તહેવારમાં કેસુડાના ફૂલથી જ રંગોત્સવ માવવામાં આવે છે કેમિકલ યુક્ત કલર નો ઉપયોગ કરવો જોઈએ નહીં કેસુડો એ એક ઔષધી સમાન ગણવામાં આવે છે.- ડૉ.સંદિપભાઈ શાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.