ETV Bharat / state

બળવો ન થાય એટલે વડોદરાની 2 બેઠક પર છેલ્લી ઘડીએ થશે જાહેરાત, મનીષા વકીલે નોંધાવી ઉમેદવારી

author img

By

Published : Nov 16, 2022, 11:10 AM IST

વડોદરા શહેર વિધાનસભાની બેઠક (Vadodara City Assembly Seat) પરથી ભાજપનાં ઉમેદવાર મનીષા વકીલે ઉમેદવારી (BJP Candidate Manisha Vakil for Vadodara City) નોંધાવી હતી. તેમની સાથે સમર્થકો પણ જોવા મળ્યા હતા. ફોર્મ ભરતાં પહેલા ભાજપનાં ઉમેદવારે લોકોની અભિવાદન ઝિલ્યું હતું. તો સાવલી બેઠક પર પણ ભાજપના ઉમેદવારે (Ketan Inamdar Savali Assembly Seat) ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Etv Bharatબળવો ન થાય એટલે વડોદરાની 2 બેઠક પર છેલ્લી ઘડીએ થશે જાહેરાત, મનીષા વકીલે નોંધાવી ઉમેદવારી
Etv Bharatબળવો ન થાય એટલે વડોદરાની 2 બેઠક પર છેલ્લી ઘડીએ થશે જાહેરાત, મનીષા વકીલે નોંધાવી ઉમેદવારી

વડોદરા રાજ્યમાં ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં ઉમેદવારો ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તેવામાં શહેર અને જિલ્લામાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શહેર વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર મનીષા વકીલે (BJP Candidate Manisha Vakil for Vadodara City) ઉમેદવારી નોંધાવી હતી. તેઓ મોટી સંખ્યામાં સમર્થકોની સાથે ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં. જોકે, શહેરની 2 બેઠકોના નામ અંતિમ ઘડીએ જાહેર થાય તેવા એંધાણ છે.

પક્ષ, વિપક્ષ અને અપક્ષે નોંધાવી ઉમેદવારી

પક્ષ, વિપક્ષ અને અપક્ષે નોંધાવી ઉમેદવારી વડોદરા શહેર (Vadodara City Assembly Seat) અને જિલ્લામાં ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા શહેર બેઠકનાં ઉમેદવાર મનીષા વકીલે (BJP Candidate Manisha Vakil for Vadodara City)પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સાવલી બેઠકના ઉમેદવાર કેતન ઇનામદાર (Ketan Inamdar Savali Assembly Seat) દ્વારા પણ રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ (Dharmendrasinh Vaghela Independent Candidate) પણ સમર્થકો સાથે જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

મહાદેવના દર્શન બાદ ઉમેદવારી વડોદરામાં શહેર બેઠક (Vadodara City Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર મનીષા વકીલે (BJP Candidate Manisha Vakil for Vadodara City) યવતેશ્વર મહાદેવના દર્શન કર્યાં બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું. તે દરમિયાન રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ, (Raopura Assembly Seat BJP Candidate Balkrishna Shukla) સાંસદ રંજનબેન ભટ્ટ (BJP MP Ranjan Bhatt), પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મેયર કેયૂર રોકડિયા, શહેર અધ્યક્ષ, મહામંત્રી, સયાજીગંજ બેઠક પરથી ભાજપમાંથી તેઓ ઉમેદવારી જ નથી કરવા માગતા તેવી જાહેરાત કરી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા પણ મનીષા વકીલના સમર્થનમાં હાજર રહ્યા હતા.

ભાજપનાં ઉમેદવારે લોકોનું અભિવાદન ઝિલ્યું
ભાજપનાં ઉમેદવારે લોકોનું અભિવાદન ઝિલ્યું

અંતિમ ઘડીએ નામ જાહેર થાય તેવા એંધાણ વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકીની જિલ્લાની 3 બેઠકો પર ભાજપના જ પૂર્વ ધારાસભ્યો પાર્ટી સામે બાંયો ચઢાવી ઊભા થયા છે. તેને લઈ રાજ્યના ગૃહપ્રધાન દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવાનો પણ દાવ ખેલ્યો હતો, જે નિષ્ફળ રહ્યો છે. ત્યારે શહેરમાં પણ બાકી રહેલી સયાજીગંજ અને માંજલપુર બેઠક પર પણ બળવાના એંધાણ વર્તાય છે. આ બંને બેઠકો પર વિલંબ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ દિગ્ગજ નેતાઓની દાવેદારી અને નામ જાહેર થતા બળવો ન થાય તે કારણે અંતિમ ઘડીએ નામ જાહેર થશે તેવું મનાય રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.