ETV Bharat / state

પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે વાડીમાં આગ ભભૂકી, 3 બાળકોના મોત

author img

By

Published : Feb 14, 2020, 5:52 PM IST

પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે આજે બપોરે 1.45 કલાકે એક વાડીમાં અચાનક આગ ભભૂકતાં વાડીમાં રહેલા ચોપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા જેમાં અંદર રહેલા સાત બાળકોમાંથી ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4 બાળકોને ગામ લોકોએ બચાવી લીધા હતા

aaa
પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે વાડીમાં આગ ભભૂકી, 3 બાળકોના મોત

પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે બપોરે 1.45 કલાકે એક વાડીમાં અચાનક આગ ભભૂકતાં વાડીમાં રહેલ ચોપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં અંદર રહેલા સાત બાળકોમાંથી 3 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4 બાળકોને ગામ લોકોએ બચાવી લીધા હતા.

પોરબંદર નજીકના હનુમાનગઢ ગામે વાડીમાં આગ ભભૂકી, 3 બાળકોના મોત

પોરબંદર નજીકના હનુમાનગઢ ગામ પાસે વિજયભાઈ કેશવાલાની વાડીમાં મધ્ય પ્રદેશથી આવેલા મજૂર પરિવાર કામ અર્થે આવેલા હતા અને તેના બાળકો ઝૂપડામાં હતા. તે સમયે બપોરે 1.45 કલાકે એકાએક આગ ભભૂકતા ઝૂંપડામાં સાત બાળકો રમતા હતા. તેને પણ આગની ઝપેટમાં લઇ લીધા હતા અને બાજુમાંથી રસ્તો પસાર થતો હતો, ત્યાંથી પસાર થતા ચંદ્રેશભાઇને ધ્યાન પડતા તાત્કાલિક અન્ય લોકોને બોલાવી પાણીના મારા ચલાવ્યા હતા અને 4 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.

જ્યારે ત્રણ બાળકોનું મોત નીપજયું હતું, જેમાં મધ્યપ્રદેશના મુકેશભાઈ બામણીયાના 2 બાળકો રવિ બામણીયા ઉમર 3 વર્ષ અને નિર્મલા બામણીયા ઉંમર 2 વર્ષ તથા એક વિધવા બહેન હીરકીબેન જેની દીકરી લક્ષ્મી દિલીપભાઈ મસાણીયા ઉંમર વર્ષ 3નું પણ મોત નીપજ્યું હતું. જો કે, આગ લાગવાનુ પ્રાથમિક કારણ ચૂલો પેટાવવાથી થયું હોવાનું મનાઈ રહ્યું છે. બાળકોમા મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશથી આવેલા ગરીબ પરિવારોના 3 માસૂમ બાળકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, ત્યારે માસુમ પરિવારને સરકાર દ્વારા આર્થિક મદદ મળી રહે તેવી ગ્રામજનોએ અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.